શું તમે પણ ઓઇલી સ્કિનની સમસ્યા પરેશાન છો ? તો કરો આ ઉપાય

ઓઇલી સ્કિન ઘણા લોકોની ત્વચા એકદમ શુદ્ધ હોય છે એનાથી ઘણી બધી સમસ્યા થવા લાગે છે. તેમ પણ ઋતુમાં વધારે સુકી હોવાને કારણે ત્વચા પણ વધારે રુક્ષ બની જાય છે. એના કારણે ત્વચાની સમસ્યાઓ વધવા લાગે છે. હવે ગરમી આવે લાગી છે ત્યારે ઘણા લોકોને સૂકી ત્વચાને બદલે તૈલી ત્વચાની સમસ્યા થવા લાગશે તેના કારણે આપણી ત્વચા ને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે ખીલ જેવી સમસ્યાઓ વધી જાય છે.

યુવતીઓ ત્વચાને મુલાયમ રાખવા માટે ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી છે તેના લીધે તેમની ત્વચા પર ખીલ જેવી સમસ્યાઓ થવા લાગે છે. એના કારણે ત્વચા કાળી પડી જાય છે તેના થી તમારી તડકામાં બહાર નિકળવાનું પણ ટાળવું જોઇએ. તેનાથી આ સમસ્યા વધી શકે છે. એના માટે આજે આપણે કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવીશું. જેનાથી તમારી ત્વચા પર રહેલ વધારાનું તેલ દૂર થઈ જશે અને તમારી ત્વચાને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે.

ઓઇલી સ્કિન

ઉપાય માટે જરૂરી વસ્તુઓ

ઓઇલી સ્કિન ને દુર કરવા માટે

એના માટે સૌ પ્રથમ બે ચમચી કાળા ચણા એક લીંબુનો રસ, ગુલાબજળની જરૂર પડશે. આ બધી વસ્તુ ઘરમાં મોટા ભાગે સરળતાથી મળી રહે છે. તેથી તમારે આની વધારે શોધવામાં ટાઈમ પણ નહીં જાય.

એના માટે થોડા કાળા ચણાને પાણીમાં પલાળી રાખવા એ પછી તે પાણીને કાઢીને ચણાને પીસી લેવા સવારે પાણી કાઢીને તેને પીસી લેવા. એમાં લીંબુ, મધ, ગુલાબ જળ મિક્સ કરવું એની લગાવતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે, સરખી રીતે મિક્સ થઈ જવું જોઈએ. આનો ઘટ લેપ તૈયાર કરી ને એને થોડી વાર માટે રહેવા દેવો.

લેપ લગાડવાની રીત

આ લેખને લગાવતા પહેલા તમારી ત્વચાની સારી રીતે સાફ કરી લેવી જોઈએ એના પછી તમારે એ ચહેરા પર આ લેપ લગાવવો જોઈએ આ લેપ લગાવીને 20 મિનિટ માટે રહેવા દેવો જોઈએ ત્યારબાદ થોડું પાણી લગાવીને હળવા હાથે મસાજ કરવો જોઈએ આ મસાજ પાંચ મિનિટ સુધી કરવો ત્યારબાદ પાણીથી સારી રીતે ચહેરો ધોઈ લેવો.

લેપ લગાડવાની રીત

મધ

મધ એ ત્વચા માટે સૌથી શ્રેષ્ઠ અને ઉપયોગી ઉપાય છે તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે તેટલી અને ખીલવાળી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે કુદરતી ઔષધિ છે તેથી તે ત્વચાને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે પરંતુ તેલયુક્ત નહીં આ કારણ છે કે તેને બદલી નશામાંથી ભેજ ખેંચાય છે ખીલ અને તેણે યુક્ત ત્વચા સારવાર માટે મધનો ઉપયોગ કરવા માટે તમારા ચહેરા પર લગાવવું જોઈએ ને દસ મિનિટ સુધી તેને રહેવા દેવું જોઈએ ત્યારબાદ થોડા ગરમ પાણીથી ચહેરો ધોઈ લેવો.

એલોવેરા

એલોવેરા સૂકી ત્વચાને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે વૈજ્ઞાનિકો ના પુરાવા છે કે તૈલી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

એલોવેરા જેલનો ઉપયોગ કેવી રીતે કરવો, એલોવેરા જેલ ગુણધર્મોથી ભરપૂર છેે. તે આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ઘણી દવાઓ એલોવેરા જેલમાંથી પણ બનાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા જેલ તમારા ચહેરાની સુંદરતા માટે પણ કામ કરે છે. એટલું જ નહીં, એલોવેરા જેલ આપણી ડ્રાય સ્કિન ને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. જો તમે કુદરતી રીતે તમારી ત્વચાને સુંદર બનાવવા માંગો છો, તો એલોવેરા જેલ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમે તમને અહીં જણાવીશું કે, તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવવાના ફાયદા શું છે.

ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી, તે તમારા ચહેરાની ત્વચાને ગ્લો આપવામાં મદદ કરે છે. આ માટે, દરરોજ રાત્રે તમારા ચહેરાને ફેસ વોશ  થી ધોઈ લો અને તે પછી તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો. હળવા મસાજ કરો. તે પછી તમે તેને આખી રાત માટે લગાવી શકો છો. સવારે ચહેરો પાણીથી ધોઈ લો. આમ કરવાથી, તમે થોડા દિવસોમાં રિઝલ્ટ જોવા મળશે.

ઓઇલી સ્કિન માં થી છુટકારો મેળવવા માટેના અન્ય ઉપાય.

એક મોટી ચમચી જવના લોટમાં એક મોટી ચમચી સફરજનની પેસ્ટ મિક્ષ કરીને બનેલી પેસ્ટને ત્વચા પર લગાવો. 15-20 મિનિટ પછી ધોઈ લો.
સંતરાના છોતરાનો પાઉડર બે મોટી ચમચી લઈને તેમાં થોડું કાચું દૂધ અને ગુલાબજળ મિક્ષ કરીને જાડો લેપ તૈયાર કરો. આ ઉબટનને ચહેરા પર લગાવો ત્વચા કાંતિપૂર્ણ બની જશે.

એક મોટી ચમચી દહીં, એક નાની ચમચી કાકડીનો રસ બંનેને મિક્ષ કરીને 10- 15 મિનિટ ચહેરા પર લગાવેલો રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

એક મોટી ચમચી ચંદન પાઉડર, એક નાની ચમચી લીમડા (કડવો)ના પાન, એક મોટી ચમચી ગુલાબની પાંખડીઓ, ચપટીભર હળદરના પાઉડરને મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર 8-10 મિનિટ સુધી લગાવીને રાખો. સૂકાઈ જાય પછી થપથપાવીને કાઢી નાંખો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની માહિતી ઓઇલી સ્કિન જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે

Leave a Comment