શિયાળા માં સારો ખોરાક એટલે મેથીની ભાજી જાણો મેથીના ફાયદા

મેથીના ફાયદા મેથીની ભાજી કે મેથીના દાણા એ ભારતીય રસોડામાં ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ રહેલ છે. મેથીના દાણા ને મેથીની ભાજી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઔષધીય ગુણોથી ભરપૂર છે.

મેથીની ભાજી ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ને હમણાં શિયાળાની ઠંડીની સીઝનમાં મેથીની ભાજી મોટા પ્રમાણમાં મળે છે. તો એનો ઉપયોગ કરીને એના ફાયદા મેળવવા જોઈએ. ભાજી ને તમે કોઈપણ રીતે ખાઈ શકો છો. મેથીની ભાજીમાંથી અનેક પ્રકારના અલગ અલગ વ્યજંન બને છે  જેમ કે થેપલા, ખાખરા, સબ્જી, હાંડવો, અને મેથીના ગોટા નામ સાંભળતા જ ખાવાનું મન થઇ જાય. મેથીના ગોટા એ શિયાળાની સિઝનનું પ્રચલિત ફરસાણ છે. તમને આમાંથી જે પણ વાનગી ભાવતી હોય એમા તમે મેથીની ભાજીનો ઉપયોગ કરીને એના ગુણકારી લાભ મેથીના ફાયદા  મેળવી શકો છો.

મેથીની ભાજી એ ખૂબ જ ગુણકારી છે ખાસ કરીને સુગર ના દર્દીઓ માટે મેથીની ભાજી એ વરદાનરૂપ છે. એ માટે મેથીની ભાજી નુ શાક અથવા તો એનો રસ કાઢીને પણ ખાઈ શકાય. મેથીની ભાજી અને ડુંગળી અને સાથે ખાવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે.

benefits of fenugreek

દરરોજ એક ચમચી મેથીના પાનનો રસ પીવાથી પેટના કૃમી સમસ્યાથી છુટકારો મળે છે. ખાસ કરીને કૃમિની સમસ્યા બાળકોમાં વધુ રહેતી હોય છે, તો બાળકો માટે પણ આ ઉપાય ઉપયોગી નીવડે છે . દરેક વ્યક્તિ માટે મેથીની ભાજીનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

મેથી દાણા ના ફાયદા – મેથીના ફાયદા 

– મેથી ની ભાજી ખાવાથી બોડી માં રહેલા ટોક્સિન નીકળી જાય છે. જેનાથી ત્વચા સુંદર બને છે.

– મેથીની ભાજી માં ફોસ્ફરસ હોય છે, જેનાથી દાંત મજબૂત બને છે.

– મીઠી માં વિટામિન સી ની માત્રા વધુ હોય છે. જે શરીર ને  એનર્જી આપે છે, અને નબળાઇ દૂર કરે છે.

– મેથીમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં હોય છે, માટે એનિમિયાના રોગમાં રક્ષણ મળે છે.

– મેથીની ભાજી ખાવાથી પીરિયડ્સના થતા દુખાવામાં રાહત મળે છે.

– મેથીની ભાજી એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી ડાયજેશન સારૂ રહે છે.

–  એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોવાથી જોઇન્ટ્સ ના દુખાવા માં રાહત મળે છે.

– મેથી ની ભાજી ખાવાથી બોડી માં ઇલેક્ટ્રોલાઇટ્સ નું પ્રમાણ જળવાઈ રહે છે. આ ઉપરાંત એમાં રહેલા પોટેશિયમ ને કારણે હૃદયને પણ રક્ષણ મળે છે.

ડાયાબિટીસ માટે :

ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણા રાત્રે પલાળીને સવારે તેને ખાઈ શકે છે. એનાથી ખૂબ જ ફાયદો થાય છે. મેથીમાં ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ તત્વો રહેલા છે .

મેથીની ભાજી માં ગૈલોપટોમાઇન નામનું તત્વ રહેલ છે. માટે મેથીની ભાજી ખાવી એ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથી ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે.

મેથીના દાણાને મેથીની ભાજીનો સૌંદર્યવર્ધક વસ્તુ તરીકે પણ ઉપયોગ થાય છે. મેથી દાણાને પાણીમાં પલાળીને પાણીથી ચહેરો ધોવાથી મોઢા પરની કરચલીઓ દૂર થાય છે.

ખરતા વાળ માટે ઉપયોગી :

મેથીના દાણાને પલાળીને તેની પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવવાથી, ખરતા વાળ અટકે છે, વાળ ચમકીલા બને છે. એના માટે રાત્રે મેથીના દાણાને પાણીમાં પલાળી દેવા અને સવારે એની પેસ્ટ બનાવીને એમાં નારીયલ તેલ મિક્સ કરવું. આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું. ત્યારબાદ 30 મિનિટ બાદ વાળ ધોઈ લેવા.

વજન :

વજન ઉતારવામાં પણ મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. મેથીની ભાજી અને મેથીના દાણા એ કબજિયાત અને ગેસ માં પણ રાહત અપાવે છે. મેથીના દાણાની મેથીની ભાજી ખાવાથી કોલેસ્ટ્રોલ સ્તર પણ જળવાઈ રહે છે. આ ઉપરાંત એને ખાવાથી પાચન સારું અને સરળ બને છે. એના કારણે પેટને લગતી સમસ્યાઓ થી છુટકારો મળે છે.

મેથીની ભાજી ખાવાથી શ્વસનતંત્રના રોગો, એનિમિયા, સ્કિન, વાળ અને હૃદયના રોગો માટે પણ ઉપયોગી છે. મેથીની ભાજી ની તાસીર ગરમ હોય છે જેથી તે શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં રહેલ એન્ટી-ઇનફ્લામેટરી ગુણ સાંધાના દુઃખવાને દૂર કરવામાં મદદ કરે છે.

મેથીની ભાજી અને મેથી દાણા બંને ના ફાયદા અદભુત છે, જે આજે અમે તમને જણાવ્યા જેથી તમે એનો લાભ લઇ શકો, અમને આશા છે કે, તમને આજની માહિતી ચોક્કસ પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment