મશરૂમ ના ફાયદા વજન ઓછું કરવાની સાથે ડાયાબિટીસ પણ રહેશે નિયંત્રણમાં જાણો

મશરૂમ ના ફાયદા જો તમે પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો પોતાના ડાયટમાં સામેલ કરો મશરૂમને. મશરૂમ એક હેલ્ધી સબ્જી છે. જેનો સૂપ અને શાક બનાવવામાં ઉપયોગ થાય છે. મશરૂમ લગભગ આખુ વર્ષ મળે છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મશરૂમમાં કેલેરી ઓછા પ્રમાણમાં રહેલી હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર છે. જેને ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે.

મશરૂમ એટલે શું

મશરૂમ ઘણા પ્રકારના હોય છે. પરંતુ વધુ પ્રમાણમાં બટન, ઓયસ્ટર પોરસીની અને ચેંટરેલ્સનું જ વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. કોરોનાના સમયમાં મશરૂમનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
મશરૂમ ખાવાથી વિટામીન ડીની ઊણપ દૂર થાય છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિને પણ વધારે મજબૂત બનાવે છે.

mushrooms na fayda

મશરૂમ નુ શાક દરેકને ભાવતું હોય છે પરંતુ મશરૂમ ના ફાયદા વિશે કોઈ જાણતું નથી. મશરૂમ એન્ટી ઓક્સીડંટ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જીંકથી ભરપૂર છે. અનેક દવાઓ બનાવવા માટે પણ મશરૂમ નો ઉપયોગ કરવામાં આવે છે. એમાં રહેલાં પોષક તત્વ તમારા શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

મશરૂમમાં રહેલા પોષક તત્વ 
જો મશરૂમ માં રહેલા પોષક તત્વોની વાત કરવામાં આવે તો તેમાં ભરપૂર માત્રામાં વિટામીન એ, બી, સી અને ડી રહેલા છે. જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. એનું સેવન કરવાથી ઘણી બધી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. જેમ કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. તો ચાલો જાણીએ કે મશરૂમ ખાવાથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા મળે છે.

મશરૂમ ના ફાયદા :

વજન ઘટાડે છે

જો તમે વધતા વજનની સમસ્યાથી પરેશાન હોવ તો પોતાના આહારમાં મશરૂમને  સામેલ કરવા જોઇએ. જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. મશરૂમમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે ખૂબ જ ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે 

કોરોના થી બચવા માટે મશરૂમ ખૂબ જ ઉપયોગી બને છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે પોતાના ડાયટમાં મશરૂમને સામેલ કરવા જોઇએ. મશરૂમ એ પોષક તત્વોથી ભરપૂર છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જે ઠંડી માં થતી સમસ્યાઓ જેવી કે શરદી, ખાંસી, તાવ જેવી તકલીફો માટે શ્રેષ્ઠ ઉપાય છે.

મસલ્સ સ્ટ્રોંગ બનાવે છે 

જો નિયમિત રીતે માત્ર ખાવામાં આવે તો મસલ્સ મજબૂત બને છે. એટલું જ નહિ પરંતુ મશરૂમ ખાવાથી યાદ શક્તિ પણ વધે છે. મશરૂમની નિયમિત ખાવાથી મસલ્સ એક્ટિવ રહે છે.

ડાયાબિટીસ 

ડાયાબિટીસના દર્દીઓ માટે મશરૂમ ખૂબ જ ફાયદાકારક છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટમાં મશરૂમ ને સામેલ કરવાં જોઈએ. એનાથી બ્લડમાં સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. સાથે જ વજન પણ ઓછુ થાય છે.

ત્વચા માટે પણ ફાયદાકારક છે મશરૂમ 

મશરૂમમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ, એન્ટી એજિંગ, એન્ટી માઇક્રોબિયલ, સ્કિન વ્હાઇટિંગ, એન્ટી રીંકલ અને મોઈશ્ચરાઈઝર ગુણ રહેલા છે. જે વધતી ઉંમરમાં પણ ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખે છે.

હિમોગ્લોબીનું સ્તર સુધારે છે 

જેમના  હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ ઓછું છે એમના માટે પણ મશરૂમ ખૂબ જ ઉપયોગી બને છે. મશરૂમમાં લોહતત્વ અને આયર્ન રહેલું છે. જે હિમોગ્લોબીનના સ્તર ને સુધારે છે.

એસીડીટી

મશરૂમ ખાવાથી એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. એટલું જ નહીં પરંતુ પેટને લગતી અને સમસ્યાઓમાં પણ મશરૂમ ફાયદાકારક છે.

કેન્સર સામે રક્ષણ આપે છે 

મશરૂમ ખાવાથી પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરમાં પણ રક્ષણ મળે છે. તેમાં beta glucan રહેલું છે. જે કેન્સરના પ્રભાવને ઓછો કરે છે.

હૃદયરોગ સામે રક્ષણ પૂરું પાડે છે

મશરૂમમાં હાઈ ન્યુટ્રિઅન્ટ રહેલા છે. જેમાં કેટલા રેસા, એન્જાઇમ રહેલા છે. જે હૃદયને રક્ષણ પૂરું પાડે છે સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે.

મેટાબોલિઝમ માટે 

મશરૂમમાં વિટામિન બી રહેલું છે. જે ભોજનને ગ્લુકોઝમાં ફેરવીને ઉર્જા પેદા કરે છે. વિટામિન બી 2 ને બી 3 એના માટે ઉત્તમ છે.

મશરૂમના આટલા સ્વાસ્થ્યવર્ધક ફાયદા વિશે જાણ્યા બાદ, અને ન ખાવાનો કોઈ પ્રશ્ન નથી. તો અમને આશા છે કે, મશરૂમ વિશેની માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment