સતત રહેતા માથાના દુખાવાથી છુટકારો મેળવવા કરો આ ઘરેલુ ઉપાય

અત્યારના સમયમાં ઘણા લોકોને વધુ પડતા કામના ભારને કારણે માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જે હાલના સમયમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જો કે માથાનો દુખાવો રહેવાના અનેક કારણો હોઈ શકે છે. એ કારણોમાં જેમ કે ભૂખ્યા રહેવું, વધુ પડતી ચિંતા, તણાવ, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, અનિદ્રાની સમસ્યા વગેરે જેવા કારણો હોઈ શકે છે. જો માથાનો દુખાવો રહેતો હોય તો કોઈ પણ કામ કરવામાં મને લાગતું નથી. મન બેચેન રહેતું હોય છે. માથાનો દુખાવો નાના-મોટા દરેક વ્યક્તિને થાય છે.

જો તમે પણ માથાના સતત રહેતા દુખાવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલૂ ઉપચારની મદદથી એમાં રાહત મેળવી શકો છો. તો આજે માથાના દુખાવામાંથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે અમે જણાવીશું.

માથાના દુખાવા નો ઈલાજ | માથા ની દવા બતાવો

એક ચમચી આંબળાનો પાવડર લેવો એમાં અડધી ચમચી સાકરનો ભૂકો અને એક ચમચી દેશી ઘી લઈને બધાને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટનું જ્યારે માથું દુખે તે સમયે સેવન કરવું જોઈએ. એનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

જો વધુ પડતી ગરમીના કારણે માથાનો દુખાવો રહેતો હોય તો એક ડુંગળી ના નાના ટુકડા કરી લેવા. એને સૂંઘવાથી પણ માથાના દુખાવામાંથી છુટકારો મળે છે. એ ઉપરાંત બીજા ઉપાય માં ડુંગળીના ટૂકડાને પગના તળિયામાં ઘસવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.

headache

માથાનો દુખાવો અસહ્ય બન્યો હોય તો એના માટે ગાયના દૂધમાં સૂંઠ પાવડર મિક્સ કરીને માથામાં લેપ કરવાથી દુખાવાથી છુટકારો મટે છે. એ સિવાય જો દેશી ગાયના ઘીને માથા પર લગાવવામાં આવે તો પણ માથાના દુખાવામાંથી છુટકારો મળે છે.

બીજા ઉપાય : બીજા ઉપાય માં જાયફળને ઘસીને કપાળમાં એનો લેપ કરવામાં આવે તો માથાનો દુખાવો દૂર થાય છે. થોડાં લવિંગ નો પાઉડર બનાવી લેવો. ત્યાર પછી એમાં પાણી મિક્સ કરવું. તેની પેસ્ટ તૈયાર કરવી ત્યાર પછી એને ગરમ કરવું. જો આ લેખને કપાળ પર લગાવવામાં આવે તો પણ માથાના દુખાવામાંથી છુટકારો મળે છે.

ઘણી વખત બદલાતા વાતાવરણ અને બદલાતી ઋતુના કારણે પણ માથામાં દુખાવો રહેતો હોય છે. ત્યારે થતા માથાના દુખાવામાંથી રાહત મેળવવા પાંચથી સાત તજ લેવા. એમાં થોડું પાણી ઉમેરીને એને ઘસીને ની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને કપાળમાં લગાવવી. આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં માથાના દુખાવામાંથી રાહત મળે છે.

માથાના દુખાવા માટે કાયમી છુટકારો મેળવવા માંગતા હો તો એના માટે બે કપૂર, 3 થી 4 નંગ બદામ, એક બે ચમચી જેટલું દૂધ લઈને બધું મિક્સ કરવું. એની પીસીને એની પેસ્ટ રેડી કરવી. આ પેસ્ટને કપાળમાં લગાવવી. આ ઉપાય કરવાથી પણ માથાનો દુખાવો દૂર થાય છે.

જો તમને વારંવાર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો એના માટે રાત્રે બદામને પલાળી લેવી. ત્યાર પછી સવારે એ બદામને દૂધ સાથે ઉકાળીને દૂધ પી જવું. જો આ રીતે બધા મળ્યા દૂધનો થોડા દિવસ સુધી સેવન કરવામાં આવે તો માથાના દુખાવામાંથી છુટકારો મળે છે.

માથાના દુખાવામાં આદુ પણ ખૂબ જ ફાયદાકારક છે. એના માટે એક વાસણમાં પાણી લેવું. એમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરવો. ત્યારબાદ તેને ઉકાળવું. જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે એનું સેવન કરવું. આ ઉપાય કરવાથી માથાના દુખાવામાંથી છુટકારો મળે છે. જો તમે આદુ અને લીંબુના રસનું મિશ્રણ નથી શકતા હોવ તો એના માટે ગરમ પાણીમાં આદુ નાખીને એનો નાસ લેવો જોઇએ.

ફુદીનામાં મેન્થોલ અને મેથોલ રહેલા હોય છે. જ્યારે તે આપણી ત્વચાને સ્પર્શે છે ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના ઉપાય માટે ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. એને માથા પર લગાવવાથી ઠંડકનો નો અનુભવ થાય છે. સાથે જ માથાના દુખાવામાંથી પણ છુટકારો મળે છે.

જો તુલસીના પાનને પાણીમાં નાખીને, ઉકાળીને તે પાણીનો નાસ લેવામાં આવે તો પણ માથાના દુખાવામાંથી છુટકારો મળે છે.

જો માથાનો દુખાવો અસહ્ય હોય તો એના માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક નીવડે છે. એના માટે લવિંગ ને પીસીને એને રૂમાલ બાંધીને માથા પર લપેટી રાખવો. એ ઉપરાંત બીજા રૂમમાં લવિંગના ભુક્કા ની પોટલી બનાવીને એને સૂંઘવી જોઈએ.

આ ઉપાય અજમાવીને તમે માથા ના દુખાવામાં રાહત મેળવી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી અમે જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment