ગળાના દુખાવા માટે અપનાવો આ ઉપાય

ગળાના દુખાવા માટે ઠંડીની સીઝનમાં મોટાભાગે બધાને ગળું ખરાબ થવાની  સમસ્યાઓ થતી હોય છે. મોટાભાગે આ વાયરલ અથવા બેક્ટીરિયલ સંક્રમણના કારણે થતું હોય છે. અથવા તો બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. પરિવાર ખાટું ખાવાના કારણે પણ ગળામાં ખરાશની સમસ્યા થતી હોય છે. આ તકલીફ વધુ ગંભીર નથી. માટે તમને ડોક્ટર પાસે પણ જવું ન પડે એના માટે કેટલાક ઘરેલૂ ઉપચાર જણાવીશું. ગળાની સમસ્યામાંથી છૂટકારો અપાવે જ છે પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.

ગળાના દુખાવા માટેના ઉપાય 

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે streptococcus બેક્ટેરિયાને કારણે જે ઈન્ફેક્શન થાય છે, એ ખતરનાક હોઇ શકે છે. જેના કારણે તમને તાવ પણ આવી શકે છે. તો આજે એને દૂર કરવા માટેના ઉપચાર વિશે જાણીશું.

ગળાની ખારાશની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના ઘરેલુ ઉપચાર :-

ગળાના દુખાવા માટેના ઉપાય 

હળદર વાળું દૂધ :

તમે બધાએ સાંભળ્યું હશે કે હળદર વાળું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક છે. જો તમને પણ ગળામાં ખારાશની સમસ્યા થતી હોય તો રાત્રે સુતા પહેલા હળદરવાળું દૂધ પીવું જોઇએ. હળદરની એન્ટિબાયોટિક માનવામાં આવે છે. બેક્ટેરિયાનો નાશ કરે છે. જ્યારે દૂધમાં ઘણા પોષક તત્વો રહેલા છે. જે કફનો પણ નાશ કરે છે. એના માટે હુંફાળા ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાંખીને પીવું જોઈએ.

તુલસી પણ ફાયદાકારક :

ગળામાં થતી ખારાશની સમસ્યાને દૂર કરવા માટે તુલસી ને પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એના માટે તમે  તુલસીનો ઉકાળો બનાવીને પી શકો એના માટે પાંચથી છ તુલસીના પાન ધોઈને પાણીમાં ઉકાળવા. જેમાં તમે મધ પણ મેળવી શકો છો. જ્યારે બરાબર ઉકળી જાય ત્યાર પછી એને ઠંડુ કરીને એમાં મધ મિક્ષ કરીને તેનું સેવન કરવું જોઈએ.

મધ ફાયદાકારક :

ગળામાં થતી ખરાશની સમસ્યાને દૂર કરવા માટે મધનું સેવન કરવું જોઈએ. એના માટે તમે મધની ચા અથવા તો મધ વાળા પાણીનું સેવન કરી શકો છો. એ ગળાની ખરાશને સમસ્યામાંથી છૂટકારો અપાવે જ છે. પરંતુ કફને પણ દૂર કરે છે.

હળદરનું સેવન ગુણકારી :

હળદરની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને ગળાની ખારાશ ની સમસ્યા હોય તો હળદર વાળી ચા પીવી જોઈએ. એના માટે પાણીમાં ચાય પત્તી અને હળદળ નાખીને એને ઉકાળવું. ત્યાર પછી એમાં સ્વાદ અનુસાર ગોળ અથવા મધ મિક્ષ કરવું. જો નિયમિત રીતે તેનુ સેવન કરવામાં આવે તો ગળાની ખારાશની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આદુનો ઉકાળો :

આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે ગળાનું ઇન્ફેક્શન અને ગળા ના દુખાવા માં રાહત આપે છે. એના માટે એક કપ પાણી લેવું. એમાં આદુ નાખીને ઉકાળવું. ત્યારબાદ તે પાણીને દિવસમાં બેથી ત્રણવાર પીવું જોઈએ. આ ઉપાય કરવાથી ગળાની ખરાશને સમસ્યામાંથી છુટકારો મળે છે.

મીઠાનું પાણી :

જ્યારે ગળા ની સમસ્યા એટલે કે ગળામાં ખારાશ હોય ત્યારે ગળાની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠાવાળું પાણી આ સોજાને દૂર કરે છે. જેનાથી આ સમસ્યામાં રાહત મળે છે.

તજ વાળું દૂધ :

ગળા નો દુખાવો દૂર કરવા માટે તજ ખૂબ જ ઉપયોગી છે. તજવાળું દૂધ બનાવવા માટે એક વાસણમાં દૂધ ગરમ કરવું. એમાં તજ નો એક ટુકડો નાખવો. થોડું ઉપાડીને ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ તેમાં મધ મિક્સ કરવું. આ ઉપાય કરવાથી ગળાની ખારાશ અને ગળાની સમસ્યામાંથી રાહત મળે છે.

લીંબુ અને મરી પાવડર :

લીંબુનો ઉપયોગ કરવાથી પણ ગળાની ખરાશ માંથી છુટકારો મળે છે. એના માટે લીંબુ ની સ્લાઈસ પર મરી પાવડર અને મીઠું છાંટીને ધીમે ધીમે એને ચાટવું. આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને એના કોગળા કરવાથી પણ રાહત મળે છે.

લીંબુ ના બીજા ઉપાય તરીકે એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને ચપટી મીઠું મિક્સ કરવું. આ ઉપરાંત તમને જરૂર લાગે તો થોડી ખાંડ નાંખી શકાય. આ મિશ્રણને પીવાથી પણ ગળાની ખરાશ માંથી છુટકારો મળે છે.

ગરમ પાણીના કોગળા :

ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળાનું ઇન્ફેક્શન, સોજો  દૂર થાય છે. ઉપરાંત ગળામાં થતો દુખાવો પણ દૂર થાય છે.

લસણ :

લસણ એક ઉત્તમ ઔષધ છે. લસણમાં એલિસિન નામનું તત્વ રહેલું છે. જે ગળામાં ઇન્ફેક્શન પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. માટે જ્યારે ગળામાં ખરાશની સમસ્યા હોય ત્યારે એક કળી લસણ ચાવીને ખાવી જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની ગળાની ખારાશની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેની, ઘરગથ્થુ ઉપચાર વિશેની આ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “ગળાના દુખાવા માટે અપનાવો આ ઉપાય”

Leave a Comment