કબજિયાત દૂર કરવાના ઉપાયો જુનામાં જુની કબજિયાતથી મળશે છુટકારો જાણો

અત્યારના સમયમાં કબજિયાતની સમસ્યા મોટાભાગે દરેક વ્યક્તિ ને હોય છે. એનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક દવાઓ હોય છે અને અમુક ડાયટને ફોલો કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક મુદ્રા નો પ્રયોગ કરીને પણ કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કબજિયાત દૂર કરવાના ઉપાયો વિષે.

કબજિયાત ના લક્ષણો :

અવ્યવસ્થિત ખોરાક અને ઇનએક્ટિવ લાઈફ સ્ટાઇલને કારણે વધતો તણાવ ઘણી બધી સમસ્યાઓનું કારણ બને છે. એમાંની એક સમસ્યા કબજિયાત પણ છે. કબજિયાતને કારણે વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યા ઉદભવતી હોય છે. માટે, એનો સમયે ઈલાજ કરવો પણ જરૂરી બને છે. ઘણા લોકો કબજિયાતને દૂર કરવા માટે દવા નો ઉપયોગ કરે છે. તો ઘણા લોકો પ્રાકૃતિક ઉપાય નો સહારો લે છે. એ જ રીતે કબજીયાત દૂર કરવા માટે એક સૂચિ મુદ્રા એ સરળ ઉપાય છે. આ મુદ્રા દ્વારા તમે કબજીયાત માંથી રાહત મેળવી શકો છો. એ ઉપરાંત ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

સચી મુદ્રા એ ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાનો એક સરળ અને સચોટ ઉપાય છે. પેટની સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક ઉપાય છે. સૂચિ મુદ્રા કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે

કબજિયાત દૂર કરવાના ઉપાયો 

સૂચિ મુદ્રા વિશે ની જાણકારી –

સૂચિ મુદ્રાએ એક હસ્તમુદ્રા છે. જે સંસ્કૃત શબ્દ શુચિ પરથી લેવામાં આવ્યો છે. સૂચિ નો અર્થ પવિત્રતા કે સ્વચ્છતા એવો થાય છે. સૂચિ મુદ્રા આંગળીઓની એક વિશેષ સ્થિતિ હોય છે. જેમાં પાંચ તત્વોનું સંતુલન હોય છે. સૂચિ મુદ્રા કરવાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આ મુદ્રા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

સૂચિ મુદ્રા

સૂચિ મુદ્રા કરવાની રીત-

સૂચિ મુદ્રાનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. નિયમિત રૂપે આ મુદ્રા કરવાથી થોડા સમયમાં જ કબજિયાતથી રાહત મળે છે.

સૂચિ મુદ્રા કરવાની રીત-

સુચિત્રા કરવા માટે સૌપ્રથમ શાંત અને હવે પ્રાકૃતિક હવા વાળી જગ્યાએ પદ્માસનમાં બેસવું. બન્ને આંખો બંધ કરવી, બંને હાથની મુઠ્ઠી વાળેલી રાખો, બંને હાથે મુઠ્ઠીને છાતીએ રાખવા, ડાબા હાથને છાતીએ જ લગાવીને રાખો. ત્યારપછી લાંબો શ્વાસ લેતા જમણા હાથને સામેની તરફ લાવો અને , તમારા અંગુઠાની અનામિકા આંગળી પર દબાણ આપવું. આ મુદ્રા અવસ્થામાં તમે 5 – 10 મિનીટ સુધી રહી શકો છો. લાંબા સમય સુધી તમને કબજિયાત રહેતી હોય તો, મુદ્રાની સમયની માત્રા વધારી શકાય છે. જો આ સૂચિ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.

સચી મુદ્રા કરવાના ફાયદા –

સૂચિ મુદ્રા એ કબજિયાતમાં આપવા માટે ની જૂનામાં જૂની અને ફાયદાકારક રીત છે. આંતરડા ની સફાઈ કરવા માટે સૂચી મુદ્રા કરવામાં આવે છે. સૂચિ મુદ્રા કરવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે. સૂચિ મુદ્રા પેટ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. આ ઉપરાંત માઈગ્રેન, છાતીમાં બળતરા, અને દુખાવો દૂર કરવામાં સૂચિ મુદ્રા ફાયદાકારક છે. ગેસ, કબજિયાત અને અપચો દૂર કરવામાં પણ સૂચિ  મુદ્રા ખૂબ જ ફાયદાકારક છે. મહત્વની વાત એ છે કે, સૂચી મુદ્રા કરવાથી તણાવ અને ચિંતા પણ દૂર થાય છે. તેનાથી મન શાંત રહે છે.

સૂચિ મુદ્રા કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો-

સૂચિ મુદ્રા શરીરના અસંતુલિત તત્વોને સંતુલિત કરવાનું કામ કરે છે. પરંતુ સૂચિ મુદ્રા કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ મુદ્રા કરતી વખતે જો કોઈ પ્રકારની મુશ્કેલી અનુભવાય તો આ મુદ્રા કરવાનું બંધ કરી દેવું જોઈએ શરૂઆતમાં યોગ નિષ્ણાત અથવા તો એક્સપર્ટ ની દેખરેખમાં સૂચિ મુદ્રા નો પ્રયોગ કરવો જોઇએ. જો હાથમાં વાગ્યું હોય અથવા હાથમાં દુખાવો હોય તો સૂચિ મુદ્રા કરવી જોઈએ નહીં.

આ પણ વાંચો – ગળાના દુખાવા માટે અપનાવો આ ઉપાય

ઉપરાંત કેટલાક અન્ય ઘરેલુ ઉપચાર અજમાવીને પણ કબજિયાત માં રાહત મેળવી શકાય છે.

કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપચાર | કબજિયાત નો ઈલાજ

ગરમ પાણી :

રોજ સવારે ગરમ પાણીમાં બે ત્રણ ટીપાં લીંબુનો રસ નાખીને પીવાથી કબજિયાતમાં થી છુટકારો મળે છે. ગરમ પાણી પીવું એ પણ કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક ઉપાય છે.

ગ્રીન ટી :

ગ્રીન-ટી એન્ટિ-ઓક્સિડન્ટ રહેલા છે. જે પેટને સાફ રાખવાનું કામ કરે છે. કબજિયાતની તકલીફ રહેતી હોય તો દિવસમાં ચાર ટાઈમ બે – બે કલાક માં અંતરે પીવી જોઈએ. ગ્રીન ટીનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. ગ્રીન ટીમાં ફુદીનો પણ નાખી શકાય છે. ફુદીનાથી પણ પેટ સાફ રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ હતા કબજિયાતથી છુટકારો મેળવવાના ઉપાય અમને આશા છે આ માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે. તમારા મિત્રો જોડે આ માહિતી જરૂર શેર કરો.

Leave a Comment