વેલેન્ટાઈન ડે પર લગ્ન કરશે અનુપમાં અનુજને આપશે સરપ્રાઈઝ જાણો

સિરિયલ અનુપમાની વાર્તા સમયની સાથે વધુ રસપ્રદ થતી જાય છે. માલવિકા વનરાજની વાતોમાં ફસાઈ ચુકી છે. વનરાજની વાત માનીને માલવિકાએ પોતાના ભાઈ અનુજને કંગાળ કરી નાખ્યો છે. જો કે આટલું બધું થયા પછી પણ અનુજ માલવિકાનો સાથ છોડવા તૈયાર નથી. રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર શોમાં અત્યાર સુધી આપણે જોયું કે અનુપમાં માલવિકાને સમજાવવાના પ્રયત્ન કરે છે. અનુપમાં જણાવે છે કે વનરાજ એને એના ઝાળમાં ફસાવી રહ્યો છે. જો કે માલવિકા અનુપમાની વાત સાંભળવાનો ઇનકાર કરી દે છે. એ દરમિયાન અનુજ પોતાની જિંદગીનો સૌથી મોટો નિર્ણય લેવાનો છે.

અનુજના આ નિર્ણયને કારણે માલવિકા અને અનુપમાની જિંદગી હંમેશા માટે બદલાઈ જશે અનુપમાના આવનારા એપિસોડમાં તમે જોશો કે વનરાજ અનુજનું અપમાન કરશે અનુજ વનરાજને સમજાવશે કે ગરીબ હોવા છતાં પણ એ ઘણું બધું કરી શકે છે

માલવિકાને કપાડીયા એમ્પાયરની માલકીન બનાવશે અનુજ

અનુજ માલવિકાને પોતાની સાથે લઈ જશે. અનુજ માલવિકાને પ્રોપર્ટીના પેપર્સ પર સહી કરવા માટે કહેશે. માલવિકા જરાય મોડું કર્યા વગર પેપર્સ પર સાઈન કરી દેશે. એ સાથે જ અનુજ માલવિકાને ઇમોશનલ ગુડ બાય કહેશે. અનુજ દાવો કરશે કે આટલું બધું થયા છતાં પણ માલવિકા એની બહેન જ રહેશે. એ હંમેશા પોતાની બહેનનું ધ્યાન રાખશે

આગમાં ઘી રેડશે વનરાજ

અનુજ અનુપમાંનું મેગ્નેટ હાથમાં લઈને ઓફિસમાંથી નીકળી જશે. અનુજ અને માલવિકાના મતભેદ જોઈ વનરાજ ખૂબ જ ખુશ થઈ જશે. વનરાજ અનુપમાને વાટકો લઈને ભીખ માંગવાની સલાહ આપશે. એટલું જ નહીં ઓફિસની બહાર ગયા પછી વનરાજ અનુપમાને ગુડબાય કહેશે. વનરાજ સમજશે કે એ હવે કપાડીયા બિઝનેસનો માલિક બની ગયો છે

અનુપમાં સાથે લગ્ન કરશે અનુજ

અનુપમાં કાકાને વચન આપશે કે એ હંમેશા અનુજનો સાથ આપશે. એ પછી પરિવારના લોકો અનુજ અને અનુપમાના લગ્ન વિશે વિચારવા લાગશે. અનુપમાં વેલેન્ટાઈન ડે ના દિવસે અનુજને મંદિર લઈ જશે. મંદિરમાં અનુપમાં અનુજની સાથે લગ્ન કરી લેશે.

અનુજનો હાથ પકડશે અનુપમાં

ઓફિસની બહાર જતા જ અનુજની ધીરજ ખૂટી જશે. અનુજ અનુપમાને કહેશે કે એ એની મંજિલ વિશે કઈ જ નથી જાણતો. અનુજની આટલી તકલીફ જોઈને અનુપમાં એનો હાથ પકડી લેશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં શરૂ થયેલા આ શોએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. એટલું જ નહિ ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ પર જોવા મળે છે. શોના દરેકે દરેક પાત્ર પર દર્શકો પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળે છે જેનો અંદાજો દરેકે દરેક કલાકારના સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટની કમેન્ટ પરથી લગાવી શકાય છે.

આ શોમાં અનુપમાંનું પાત્ર રૂપાલી ગાંગુલી, વનરાજનું પાત્ર સુદ્ધાંશું પાંડે, અનુજનું પાત્ર ગૌરવ ખન્ના, કાવ્યાનુ પાત્ર મદાલસા શર્મા અને માલવીકાનું પાત્ર અનેરી વજાની ભજવી રહી છે. આ ઉપરાંત શોમાં આશિષ મેહોત્રા, પારસ કલનાવત, મુસ્કાન બામને, અલ્પના બુચ જેવા કલાકારો પણ અગત્યની ભૂમિકામાં છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment