નારીયલ તેલના ફાયદા વજન ઘટાડવાથી લઈને અનેક રોગમાં છે લાભદાયી જાણો

નારીયલ તેલના ફાયદા નારિયેળ ના તેલ નો ઉપયોગ વાળને શરીરના મસાજ માટે થતો હોય છે. દક્ષિણ ભારતમાં તેલનો ઉપયોગ વાનગીઓ બનાવવા માટે રસોઈ પણ થાય છે. નારીયલ તેલ પર ઘણા સંશોધન થયા છે. જેના કારણે તેના ઘણાં ઔષધિય ગુણો પણ જાણવા મળ્યા છે. આજે અમે તમને નારીયલ તેલના ફાયદા વિશે જણાવીશું.

નારીયલ તેલના ફાયદા :

ત્વચા માટે :

નારીયલ તેલ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જે આપણી મૃત ત્વચાને દૂર કરીને ત્વચાને ચમકીલી અને નવી બનાવે છે. નારિયેળ નો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.

વાળ માટે :

નારીયલ તેલ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો વાળમાં નિયમિત ઉપયોગ કરવાથી વાળ ચમકીલા, જાડા અને લાંબા બને છે. ઉપરાંત સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે. વાળના મૂળમાં નારીયલ તેલ થી માલીશ કરવાથી લોહીનું પરિભ્રમણમાં વધારો થાય છે. સાથે પોષક તત્વોનો પણ પ્રાપ્ત થાય છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે નારિયેળ તેલથી માલિશ કરીને સાંધાના દુખાવા અને સંધિવા માંથી છુટકારો મેળવી શકાય છે.

nariyal tel na fayda

નારિયેળ તેલમાં ફેટી એસિડનું પ્રમાણ રહેલું છે. જે આપણું વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. માટે વજન પણ નિયંત્રણમાં રહે છે. નારીયલ તેને રસોઈ બનાવવામાં પણ એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. નારિયેળનું તેલ ઓક્સિડેશન માટે ઓછું જોખમી છે. નારિયેળનું તેલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

નારિયેળના તેલને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળના તેલનો ભોજનમાં ઉપયોગ કરવાથી પાચનક્રિયા સારી બને છે. ઉપરાંત વાનગીઓમાં નારીયલ તેલ નો ઉપયોગ કરવાથી કબજિયાત, ગેસ, ડાયેરિયા જેવી પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ રક્ષણ મળે છે. આ સમસ્યાઓ દૂર થાય છે.

હૃદય રોગના દર્દીઓ માટે :

નારીયલ તેલ માં ઘણા એવા પોષક તત્વો રહેલા છે. જે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હૃદયની બીમારીમાં રક્ષણ આપે છે. પરંતુ હૃદય રોગના દર્દીઓએ ખૂબ મર્યાદિત માત્રામાં નારીયલ તેલ નું સેવન કરવું જોઈએ. કેમકે નારિયેળનું વધુ પડતું સેવન એ હૃદય રોગના ના દર્દીઓ માટે નુકસાનકારક બની શકે છે.

રોગપ્રતિકારક શક્તિ :

જો નારિયેલ તેલનું નિયમિત સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. નારીયલ તેલનું સેવન પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બધા રોગો સામે રક્ષણ મળે છે.

નારીયલ તેલ માઉથ વૉશનું પણ કામ કરે છે. બજારમાં વેચાતા માં વેંચતા માઉથ વોશમાં આલ્કોહોલ અને ફ્લોરાઈડ જેવા હાનિકારક તત્વો રહેલા છે. આયુર્વેદના કરવાનું ખૂબ જ ફાયદાકારક જણાવ્યું છે. નારિયેળ તેલના કોગળા કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને દુર્ગંધ પણ દૂર થાય છે.

ચહેરા પર કરચલીઓ દુર કરવા માટે :

નારીયલ તેલ નો ઉપયોગ કરચલીઓ દૂર થાય છે. નારિયેળ તેલમાં વિટામિન ઈ કેપ્સુલ નાખીને રાત્રે ચહેરા પર લગાવવામાં આવે તો કરચલીઓ દૂર થાય છે.

નારીયલ તેલ બનાવવામાં આવેલી વાનગીઓ અને ખોરાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે લાંબા સમય સુધી ભૂખ શાંત રાખવામાં મદદરૂપ બને છે.

કરચલીઓ દુર કરવા

નારીયલ તેલ નો ઉપયોગ કરીને શેવિંગ ક્રીમના પૈસા બચાવી શકાય છે. ચામડીને ભીની કરીને એના પર નારીયલ તેલ લગાવીને પછી તેના પર રેઝર ચલાવવું. આનાથી શેવિંગ સરળતાથી થાય છે. ઉપરાંત સ્કિન બળવાની અને સ્કિન ડ્રાય થવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ચહેરા માટે :

જો નારિયેલ તેલ ને કપૂર સાથે મિક્સ કરવામાં આવે તો જાદુઈ લાભ મળે છે. તેનાથી ત્વચા અને વાળને ફાયદો થાય છે. જો નારીયલ તેલ અને કપૂરને મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો ખીલથી છૂટકારો મળે છે.

જો કપૂર અને નારિયેલ તેલ ના આ મિશ્રણને વાળમાં લગાવવામાં આવે તો ખોડાથી છુટકારો મળે છે. નારિયેળ તેલમાં એન્ટિફંગલ ગુણો રહેલા છે. માટે નારિયેળ તેલને થોડું ગરમ કરીને કપૂર સાથે મિક્સ કરીને ફંગસ થઈ હોય એ જગ્યા પર લગાવવામાં આવે તો એ ધીમે ધીમે ઓછી થાય છે.

નારિયેળ તેલ અને મધ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવામાં આવે તો વાળમાં ચમક વધે છે. એના માટે એને વાળના મૂળમાં 15થી 20 મિનિટ સુધી લગાવીને રાખવું.

જો રાત્રે સુતા પહેલા નારિયેળનું તેલ લગાવવામાં આવે તો ચહેરો સુંદર બને છે અને કરચલીઓ પણ દૂર થાય છે. ઉપરાંત ત્વચા ની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment