મસા ની દવા દેશી મસાની સમસ્યા હોય તો ઘરે જ કરો આ દેશી ઉપચાર

મસા ની દવા દેશી મોટાભાગે બેઠાડુ જીવન જીવનારા વ્યક્તિઓમાં મસાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આધુનિક ચિકિત્સા પધ્ધતિ મુજબ ઓપરેશન એ સ્થાયી ઈલાજ છે. પણ ઓપરેશન પછી ફરીથી પણ મસા થવાની શક્યતા રહેલી છે. માટે આજે અમે તમને મસા ની દવા દેશી આ સમસ્યાના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશું.

હરસ થવાના કારણો :

મસા વિશે જાણકારી

સામાન્ય રીતે આ મસા એ ત્વચા પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. પણ જે ગુદાના છિદ્ર પર કે નળી માં થાય એને જ કહેવામાં આવે છે. મસા નો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. ક્યારેક મસા સરસવના દાણા જેટલા નાના હોય છે. તો ક્યારેક ગોળ આકારના પણ હોય છે તો બદામના આકાર જેવા મોટા હોય છે, અને કોઈ વખતે લાંબા હોય છે. મોટા ફૂલી જવાથી મળમાર્ગ માં અવરોધ પેદા થાય છે. માટે મસાના દર્દીઓને મળત્યાગ સમયે વધું ટાઈમ લાગે છે.  સાથે દુખાવો પણ થાય છે.

જો ખોરાકમાં તળેલા અને ચટપટા પદાર્થોનું વધુ પડતું સેવન કરવામાં આવે, અથવા કબજીયાતના કારણે ઉપરાંત મળ ત્યાગ સમયે  વધુ તાકાત લગાવવાથી મળમાર્ગ ના અંદર ના ભાગમાં સોજો પેદા થાય છે. જો આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્થાનીય રક્ત શિરાઓમાં વધુ પડતું રક્ત સંચિત થાય છે. જેનાથી એ શિરાઓ ફુલવા લાગે છે. વારંવાર જોર કરવાથી શિરાઓ પર વધુ દબાણ આવે છે. જેના કારણે ઘણી વખતે એ ફાટે છે. જેથી મળમાર્ગમાં લોહી બહાર આવવા લાગે છે.

ઘણા લોકો મસાને પોતાના હાથથી ફોડી નાખે છે અથવા, કાપી નાખતા હોય છે. પરંતુ આવું કરવું શરીર માટે ખૂબ જ હાનિકારક બની શકે છે. કારણ કે એમાં રહેલા વાઈરસ શરીરના અન્ય ભાગમાં પણ ફેલાવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત એ વાઇરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ પહોંચી શકે છે.

મસા ની દવા દેશી | હરસ મસા ની આયુર્વેદિક દવા

ડુંગળીના ઉપયોગથી દૂર થાય છે મસા  

ડુંગળીએ શરીર અને સ્વાસ્થ્ય માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે. ફક્ત તેનું કચુંબર નહીં પરંતુ ડુંગળીનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. એ જ રીતે મસાને દૂર કરવામાં પણ ડુંગળી ઉપયોગી બને છે. મસાના ઈલાજ માટે ડુંગળી એક રામબાણ ઉપાય છે. શરીર પર થી મસાને હટાવવા માટે સતત 30 દિવસ સુધી ડુંગળીના રસને મસા પર લગાવવો જોઈએ. ડુંગળીના રસથી વાયરસ દૂર થાય છે. ડુંગળીનો રસ મસાને મૂળમાંથી મટાડે છે.

છાશ ઉપયોગી :

મસા ના ઉપાય માટે છાશ પણ શ્રેષ્ઠ છે. એના માટે અજમો સિંધાલૂણ અને ચિત્રકુમળ નું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ રોજ બપોરે છાશ સાથે લેવું જોઈએ. આ ઉપચાર કરવાથી મસામાં રાહત મળે છે. ઉપરાંત મસા ફરી થતા પણ નથી.

લીંબુ અને દૂધ :

બાબા રામદેવની શિબિરમાં જણાવવામાં આવ્યું હતું કે, લીંબુ ને એક કપ દૂધ સાથે સવારમાં ખાલી પેટે પીવું જોઈએ. દૂધ ફ્રીઝમાં રાખેલું હોવું જોઈએ નહીં. આ પ્રયોગ સતત સાત દિવસ કરવામાં આવે તો મસા માં આરામ મળે છે. આ ઉપચાર વધુ સમય સુધી કરી શકાય છે.

કપૂર અને કેળા :

દેશી કપૂર જેને ભીમસેની કપૂર કહેવામાં આવે છે. આ ઉપચારમાં પહેલા કેળાને વચ્ચે થી કાપી લેવું. એમાં દેશી કપૂર ની ભૂકી કરીને ભરી દેવું, એને ગળી જવું. એને ચાવવું જોઇએ નહીં. કેમ કે, સીધી રીતે ખાવામાં આવે તો દાંતને નુકસાન પહોંચે છે. આ ઉપાય 3 દિવસ સુધી સતત કરવાથી ફાયદો થાય છે.

ઇસબગુલ :

ઈસબગુલ એ મસાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. રોજ એકથી બે ચમચી ઇસબગુલ, ગાયના ઘી અને સાકર સાથે લેવાથી મસામાં રાહત મળે છે.

આ ઔષધિઓ છે ફાયદાકારક :

રસવંતી, નાગકેસર, ડીકામારી આ ત્રણેય ઔષધીઓને સરખે ભાગે લઇ બારીક ચૂર્ણ બનાવી લેવું. સવાર-સાંજ આ ચૂરણને બે ટાઈમ અડધી ચમચી પાણી સાથે લેવું જોઈએ. સાથે કબજીયાતથી છુટકારો મેળવવા માટે બે અંજીર અને દશ કાળી દ્રાક્ષનું રોજ રાત્રે પાણી સાથે સેવન કરવું જોઈએ.

બાબા રામદેવ દ્વારા જણાવેલ અન્ય ઉપાય :

100 ગ્રામ હરડે, 100 ગ્રામ રસોત આ બધાંનું ચૂર્ણ બનાવીને 1 થી 2 ગ્રામ જેટલું સવાર સાંજ બે ટાઈમ છાશ સાથે લેવું. જો થોડા દિવસ સુધી નિયમિત આ ઉપચાર કરવામાં આવે તો લોહી વાળા હરસ મસામાં ફાયદો થાય છે.

આ સિવાય આમળા અને કુવરપાઠુ નો જ્યુસ નિયમિત રીતે પીવામાં આવે તો પણ મસામાં રાહત મળે છે. ગરમ વસ્તુઓ અને તળેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. લીલા શાકભાજી વધુ પ્રમાણમાં ખાવા જોઈએ, સવારમાં ઉઠીને પાણી પીવું જોઈએ. રીંગણ, ગરમ મસાલા, વધુ પડતું મરચું, અથાણાથી દુર રહેવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે મસા વિશેના ઘરેલુ ઉપચાર તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment