મહિલાઓ માટે ખુબ જ કામની ટીપ્સ મહિલાઓ જરૂર વાંચે

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ આખો દિવસ ઘર અને પરિવારની જવાબદારી ઉઠાવતી હોય છે અને કાળજીપૂર્વક તેમનું ધ્યાન રાખતી હોય છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. જેના કારણે સ્ત્રીઓને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે. માટે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશાં જાગૃત રહેવું જોઈએ. ગૃહિણીઓ આખા દિવસની દોડધામ ભરી જીંદગીમાં પોતાના શરીર અને દિમાગનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. આજ નાની નાની ભૂલો ભવિષ્યમાં મોટુ ભયંકર રૂપ ધારણ કરી શકે છે. એના માટે આજે અમે તમને કેટલીક હેલ્થ ટિપ્સ જણાવીશું. જેને અપનાવીને તમે તંદુરસ્ત રહી શકો છો.

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ

1. યોગ – વ્યાયામ કરવું :

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મહિલાઓએ અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ યોગા કરવા જોઈએ. જેનાથી સ્ત્રીઓને ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. ઉપરાંત સ્વાસ્થ્ય પણ સારું રહેશે, અનેક બીમારીઓ સામે રક્ષણ મળશે.

woman yoga

2. તણાવથી દૂર રહેવું જોઈએ :

મહિલાઓને ઘર અને ઓફિસ બંને ની જવાબદારી ઉઠાવવાના કારણે ખૂબ તણાવ રહેતો હોય છે. આ તણાવથી પણ બચવાનો ઉપાય છે. જે આજે અમે તમને જણાવીશું. હા, તમે તણાવથી બચવા માટે સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. સ્વાસ્થ્યનો પૂરી રીતે ધ્યાન રાખવા માટે તમારે તણાવથી છુટકારો મેળવવો જરૂરી છે. જો તમને લાગે કે તમે માનસિક રીતે બીમાર છો અને ખૂબ જ તણાવ ગ્રસ્ત છો તો તમારા પરિવારજનોને વાત કરવી જોઈએે. એ વાત કરવામાં કોઈ પણ જાતનો સંકોચ કે શરમ રાખવી જોઈએ નહીં. તણાવથી દૂર રહેવા માટે મિત્રો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ.

3. નિયમિત રીતે સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવું જોઈએ :

હાલના સમયમાં મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર જલ્દીથી ફેલાઈ રહ્યા છે. જે સ્ત્રીઓના મૃત્યુનું કારણ બની રહ્યું છે. પરંતુ હાલના સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ઘણા પ્રકારના ટેસ્ટ ઉપલબ્ધ છે. જેને નિયમિત રીતે કરાવી ને તમે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. બ્રેસ્ટ કેન્સર માટે દરેક મહિલાને નિયમિત રીતે મેમોગ્રાફી કરાવવુ અને ગર્ભાશય કેન્સરની જાણકારી મેળવવી જરૂરી છે.

4. પૂરતી માત્રામાં ઊંઘ લેવી જોઈએ :

આજના ભાગદોડ ભર્યા જીવનમાં સ્ત્રીઓ પૂરી રીતે પોતાનું ધ્યાન રાખી શકતી નથી. જેના કારણે તે સમયસર સૂતી પણ નથી. જે મહિલાઓ માટે જરા પણ સારું નથી. સારા સ્વાસ્થ્ય માટે સમયસર સૂવું ખૂબ જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાને કારણે સવારે મહિલાઓ જલ્દી ઉઠવાનું મન થતું નથી. જેના કારણે દિવસભર થાક મહેસૂસ કરે છે. નિયમિત રીતે પૂરી માત્રામાં ઉંઘ લેવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકાય છે.

 seep

5. કેલ્શિયમ યુક્ત ભોજન લેવું જોઈએ :

હાલના દોડધામભર્યા સમયમાં મહિલાઓ પોતાનું ધ્યાન રાખતી નથી. જેના કારણે તેમને શારીરિક રીતે કષ્ટ ઉઠાવવું પડે છે. મહિલાઓના શરીર માટે કેલ્શિયમની માત્રા ખૂબ જ જરૂરી છે. વધુ પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી મહિલાઓને  કમજોર હાડકા, કિડની સ્ટોન અને શારીરિક બીમારીઓમાં રક્ષણ મળે છે. એ ઉપરાંત કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે વ્યવસ્થિત ખોરાક લેવો  ખૂબ જ જરૂરી છે. એના માટે દૂધ અને બદામનું સેવન કરવું જોઈએ. એ ઉપરાંત ખોરાકમાં ઈંડા નો સમાવેશ કરવો જોઈએ. નાસ્તો અને ભોજન સમયસર કરવું જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આહારમાં હેલ્ધી ફૂડ નો સમાવેશ કરવો જોઈએ.

6. ખોરાકમાં હેલ્ધી ફૂડ નો સમાવેશ કરવો :

જો વધુ પ્રમાણમાં આહાર લેવામાં આવે તો પાચન ક્રિયામાં ગરબડ ઊભી થાય છે. રાતના ભોજન પછી તરત સૂવું જોઈએ નહીં. એનાથી પેટની ઘણી સમસ્યાઓ થી બચી શકાય છે. રાતના ભોજન પછી થોડું ચાલવું જોઈએ. એનાથી આ ભોજન જલદી પચે છે. ઉપરાંત ભોજનમાં હેલ્દી ફુડ નો સમાવેશ કરવો જોઈએ. આહારમાં પ્રોટીન યુક્ત અને કેલ્શિયમ યુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

7. કસરત અને વ્યાયામ :

કસરત અને વ્યાયામ કરવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કસરત અને વ્યાયામથી બચવા માટે હંમેશા આપણે બહાના શોધતા હોઈએ છે. ઘણી વખત કસરત અને વ્યાયામ વિશે ઘણું બધું વિચારવા છતાં પણ એનો દિનચર્યામાં સમાવેશ કરી શકતા નથી. પરંતુ કસરત અને વ્યાયામ કરવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત કસરત કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. માટે બહાના કરવાનું બંધ કરીને નિયમિત વ્યાયામ કરવા લાગો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આ હતી આજની મહિલાઓ માટે વિશેષ ટિપ્સ. જેને અપનાવીને તમે તંદુરસ્ત રહી શકો છો. અમને આશા છે કે, આજની માહિતી તમને જરૂર પસંદ આવશે.

Leave a Comment