આપણાં રોજિંદા ભાગતા જીવનમાં દરેકને કોઈને કોઈક નાની એવી સ્વાસ્થ્યની સમસ્યા હોય તો એમાં કોઈ નવાઈની વાત અત્યારે રહી નથી, ને કહેવાય છે ને કે જેમ દરેક તકલીફનું નિરાકરણ આપણી પાસે જ હોય છે એમ ક્યારેક રોગનો ઈલાજ પણ આપણી આસપાસ, આપણાં ઘરમાં, આંખો સામે હોવા છતાં આપણે એનાથી અજાણ હોઈએ છે. સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યાનું સમાધાન એલોપેથી દવાઓ તો છે પણ એની સામે એનું નુકશાન પણ એટલું જ હોય છે.
એના કરતા શક્ય હોય તો આપણે સરળતાથી પ્રાપ્ત એવી કે ઘરમાં ઉપલબ્ધ હોય એવી કુદરતી ઔષધિનો ઉપયોગ કરીને જો એનું નિરાકરણ થઈ શકતું હોય તો એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે !
તો એ જ પ્રમાણે આજે આપણે એવી જ એક ઔષધિ નાગરવેલનાં પાન વિશે જાણીશું. દક્ષિણ ગુજરાતમાં અને ચોરવાડમાં એની સારી એવી ખેતી થાય છે. નાગરવેલનાં પાનને સંસ્કૃતમાં સપ્તશિરા કે નાગરવલ્લરી કેહવામાં આવે છે અને અંગ્રેજીમાં એને ( Betel leaf ) તરીકે ઓળખવામાં આવે છે. જે દક્ષિણ પૂર્વ એશિયામાં મળી આવતી લતા છે. દિલના આકાર વાળું આ પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે. એનો વપરાશ હવે વધી રહ્યો છે કેમ કે એ 32 રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભોજન પછી પાન ખાવાનું ખુબ જ પ્રચલિત છે.
દુબઈની સરકારે એકાદ વર્ષ પહેલાં પાનની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પાન ધાર્મિકવિધિ, પરંપરા અને સંકૃતિ સાથે વણાઈ ગયેલ છે. પાન કેન્સર વિરોધી છે.આ પાન ચાર-પાંચ રૂપિયાથી શરૂ કરીને પંદરસો રૂપિયા સુધી મળે છે. તેમાં પણ સ્પેશિયલ મધુરજની પાન મળતા હોય છે. કેટલાક લોકોમાં પાન પેટી ઘરમાં રાખવાનો રિવાજ હોય છે. ભારતના મહાન વૈદય રાજો ચરક અને શુશ્રુતે એના ગુણો આલેખ્યા છે. એને એશિયાનું લીલું સોનું કહેવામાં આવે છે.
પાનની જાતમાં પણ ઘણું વૈવિધ્ય હોય છે. થોડું પીળાશ પડતું પાન બનારસી, લીલું મગાડી, કેરલનું તિરુર વગેરે નામોથી જાણીતું છે. પાનના પણ આપણે ત્યાં કેટકેટલા પ્રકારો દરેકની બાંધણી અને સ્વાદ જુદા-જુદા. કપુરી, બંગલા, ચોરવાડી, બનારસી બંગલા, કલક્ત્તી, અંબાડી, એવલી.
પાન બીડું : –
નાગરવેલનાં પાનમાં ચુનો, કાથો, એલચી, કસ્તુરી, સોપારી, કપૂર, ચણક બાબ, જાયફળ, લવિંગ આ બધા ઔષધિય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી પાન પાચઘ્ન, જંતુઘ્ન, મોંઢાને સુવાસિત કરનાર, કફ વાયુને મટાડનાર બની રહે છે. જો કે પાનમાં નખાતાં અનેક રસાયણો અને તંબાકુ કેન્સરકારક છે. જે પાનમાં વાપરવા ન જોઈએ.
ડાયાબિટીસમાં ફાયદાકારક : –
પાન પર થેયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એમાં ડાયાબીટીસ વિરોધી ગુણો છે અને એની સારવારમાં મદદરૂપ બને છે.
ખાંસી દૂર કરવા માટે : –
દશ- પંદર પાનને પાણીમાં ઉકાળીને 1/3 ભાગનું પાણી રહયા બાદ દિવસમાં 3 વાર પીવું. એ સિવાય પાનના પત્તામાં મધ લગાવીને ખાવાથી પણ કફમાં રાહત મળે છે.
સંશોધન : –
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ અને નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ લખનૌ દ્વારા પાનના અનેક ફાયદાકારક ગુણોની યાદી આપવામાં આવી છે. પાનમા રહેલ પોનીફીનોલ રસાયણ સૂક્ષ્મ જીવો સામે લડત આપવા ઉપરાંત પીડાશામક અને શોથ વિરોધી ઘટક તરીકે પણ કામ અપાઈ છે. પાન દ્વારા દવા પહોંચાડવાનું સરળ બને છે. લાળમાં એવા પ્રોટીન હોય છે જે મુખમાં બેક્ટેરિયાની વૃધ્ધિનો સામનો કરે છે. જેના કારણે દાંત પર છારી બાજવાની ક્રિયા અટકે છે.
પાન એ થિયામીન, નિઆસીન, રીબોફ્લેવિન, કરોટીન જેવા વિટામિન્સથી ભરેલું છે. તેને કેલ્શિયમ માટેનો મુખ્ય સ્ત્રોત પણ માનવામાં આવે છે.
શ્વાસ – મુખ : –
નાગરવેલના પાનમા રહેલાં તત્વો જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછા કરે છે. મોંઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે. પાન ખાવાથી લાળમાં એસકોરબીક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે. જેનાથી મોંઢામાંથી દુર્ગંધ સંબધિત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
માઉથ ફ્રેશનર : –
પાનમાં વપરાતા લવિંગ, વરિયાળી ઈલાયચી જેવા વિવિધ મસાલા મળવાથી આ એક સારું એવું માઉથ ફ્રેશનર બની જાય છે, ને દુર્ગંધને પણ દૂર કરે છે.
પેઢામા લોહી : –
બે કપ પાણીમાં ચાર પાંદડા નાખીને ઉકાળીને એ પાણીથી કોગળા કરવામાં આવે તો પેઢામાંથી નીકળતું લોહી બંધ થઈ જશે.
મસુઢામાંથી નીકળતા લોહીમાં ફાયદાકારક : –
મસુઢામાંથી નીકળતા લોહીને બંધ કરવા આઠ – દશ પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી થોડા દિવસોમાં લોહી નીકળતું બંધ થઈ જશે.
ઘા ભરવામાં : –
પાનનો રસ વાટીને ઘા પર લાગવામાં આવે કે પાન મુકીને પટ્ટી બાંધવામાં આવે તો બે -ત્રણ દિવસમાં ઘા રૂઝાઈ જાય છે. પાનમા અનેક એન્ટિસેપ્ટિક ગુણો રહેલાં છે.
ખંજવાળ : –
પંદર- વીસ પાનને પાણીમાં ઉકાળીને ન્હાવાથી આ તકલીફ દૂર થાય છે.
આશા રાખીએ છે કે તમને આ આર્ટિકલ દ્વારા પાનના ઘણાં ગુણો અને વિશેની રસપ્રદ માહિતી વિશે જાણવા મળ્યું હશે, તો તમે પણ પાનનો અનેક ઔષધીય ગુણોનો ફાયદો જરૂર ઉઠાવજો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.