કિડનીના રોગો ખુબ જ ગંભીર હોય છે. જે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે. એ પછી સામાન્ય જીવન જીવવા માટે ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન મહત્વનું બની જાય છે. કિડનીના રોગો અત્યંત ગંભીર હોય છે. જો તેનું નિદાન મોડું થાય તો તેની સારવાર અસરકારક બનતી નથી.
પથરીએ એ આરોગ્યની સામાન્ય સમસ્યા છે તમારા ઘેર માંથી અથવા તો તમારા સગા સબંધી માં તો કોઈ ને પથરી જરૂર થઈ હશે પથરી એક પ્રકાર પથ્થર જેવો ટુકડો હોય છે જે આપડા શરીર માં કિડની માં બને છે અને આ પથ્થર ત્યારે બને જયારે કિડની માં ખુબ જ કચરો જમા થઈ ગયો હોય અને આપડે પૂરતું પ્રવાહી ના લેતા હોય.
પથરીને દુર કરવાના ઉપાયો પથરીની દવા પથરી ની આયુર્વેદિક દવા
લીંબુ સરબત :
પથરી માટે સાઇટ્રેટ એસિડ જવાબદાર છે તેનાથી કિડની નો પથ્થર તૂટે છે. લીંબુમાં વિપુલ પ્રમાણમાં સાઇટ્રેટ એસિડ હોય છે આમ તે કિડનીના પત્થરો માટે ઘરેલું ઉપચાર માટે આપડે લઈ શકેએ.
લીંબુના રસના અન્ય અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે. તે બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી પ્રદાન કરે છે લીંબુમાં વિટામિન સી વિપુલ પ્રમાણ હોય છે જે આપડા શરીર માટે ખુબ ઉપયોગી છે અને લીંબુ આપને પથરી દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે માટે લીંબુ સરબતનું સેવન જરૂર કરો.
તુલસી :
તુલસી જે કિડનીના પત્થરો તોડવામાં અને પીડા ઘટાડવામાં મદદ કરે છે. તે પોષક તત્ત્વોથી પણ ભરેલું છે. તે પાચન અને બળતરા માં પણ રાહત આપે છે.
ચા બનાવવા માટે તાજા અથવા સૂકા તુલસીના પાનનો ઉપયોગ કરો અને દરરોજ ઘણા કપ પીવો. તમે જ્યુસમાં તાજી તુલસીનો રસ અથવા તેને સ્મૂધિમાં ઉમેરી શકો છો.
આમળાં :
તમારે રોજ સવારે એક-બે ચમચી આમળાનો પાઉડર ખાઓ જોઈએ. તમે પથરી ને દુર કરવા માટે જાંબુ પણ લઈ શકો છે. જાંબુ પથરી ને જડપથી દુર કરવા માં મદદરૂપ થાય છે
આ રીતે પથરીની સમસ્યા દૂર થવાની સાથે સાથે યુરીનેશનમાં પથરીના કારણે થનારી બળતરા પણ ઓછી કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે નિયમિત પણે 3-4- 3-4 બદામ ચાવવાથી પથરીમાં રાહત મળે છે.
કિડની આપણા શરીરને ડિટોક્સિફાય કરે છે. તે પેશાબના રૂપે આપણા શરીરમાંથી ઝેર દૂર કરે છે. જો શરીરમાંથી લોહી ને શુદ્ધ કરનારી કિડનીને ચોખ્ખી રાખવામાં ન આવે તો યુરિન ની વિકૃતિઓ સહિત પેટનો દુખાવો, ઉબકા, ઉલટી થવી, તાવ આવવો વગેરે જેવી ગંભીર સમસ્યાઓ થવાની શકયતા વધી જાય છે.
કિડનીમાં સોજો ઝેર ની માત્રા વધી જાય તો એ મરણનું કારણ પણ બની શકે છે. આપણે આહારમાં સાવધાની ન રાખે તો કિડનીની સમસ્યા ઉદભવે છે. જો ઓછી માત્રા માં પાણી પીવાથી, દવાઓનું વધુ લેવાથી, દારૂ પીવાથી અને ગુટખા ખાવા થી, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો કિડની પર અસર થાય છે.
કિડનીને ચોખ્ખી કરવાના ઉપાયો :-
પાણી પીવું :
એક લીટર જેટલું પાણી ગરમ કરવું, તેમાં જીરું અને કોથમીર નાખો ત્યારબાદ તેને 10 મિનિટ સુધી ઉકાળવું. દસ મિનિટ ઉકાળ્યા બાદ તેમાં લીંબુનો રસ મેળવીને ફરીથી પાંચ મિનિટ ઉકાળવું. આ પીણું નિયમિત દરરોજ પીવાથી તમારી કિડની સંપૂર્ણ રીતે સાફ થઈ જશે. કિડનીની સફાઈ ની સાથે સાથે આ પીણું પીવાથી કરવાથી પેટના અનેક રોગોમાંથી છુટકારો મળે છે.
ધાણા :
સામાન્ય રીતે તો વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે રસોઈમાં ધાણા નો ઉપયોગ થાય છે. પરંતુ ધાણામાં એવા ગુણધર્મો રહેલા છે જે આપણા શરીરમાંથી ઝેર ને દૂર કરવામાં મદદ કરે છે. તમે ધાણાનો રસ પણ પી શકો છો અથવા ભોજન સમયે ધાણા નું સેવન કરવું.
મકાઈ :
મકાઈ તો દરેક વ્યક્તિ ખાઇ જ છે પરંતુ તમે એના ગુણો વિશે જાણો છો ! કે મકાઈ એક ડિટોસ્કીફાયર છે. નિયમિત મકાઈનું દરરોજ સેવન કરવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે, અને કિડની પણ સાફ થાય છે. આ સિવાય કોઈ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.
પથરી ના ઈલાજ માટે બે ગ્લાસ પાણી ને બરાબર ઉકાળવું. ત્યાર પછી એમાં થોડો મકાઈનો ભૂકો નાખીને એને ફરીથી ઉકાળવું. આપના ની દિવસમાં બે વાર સવાર અને સાંજ લેવાથી પથરીની સમસ્યા દૂર થાય છે.
જીરું :
સામાન્ય રીતે તો જીરાનો ઉપયોગ રસોઈ બનાવવામાં જ થાય છે. પણ જીરું એ કિડનીની સફાઈ કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આજ કારણે જીરાનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે કીડનીને સ્વચ્છ અને સુરક્ષિત રાખી શકીએ.
આ સિવાય નીચેના ઉપાયો નો ઉપયોગ કરીને પણ તમે કિડનીને સ્વચ્છ અને સુરક્ષિત રાખી શકો છો.
પૌષ્ટિક ખોરાક લેવો :
ખોરાકમાં ખાંડ, મીઠા યુક્ત અને ચરબી વાળો ખોરાક લેવો જોઈએ નહીં. ફળો, શાકભાજી અને રેસા વાળા ખોરાકનું પ્રમાણ વધુ લેવું જોઈએ. 40 ની ઉંમર બાદ વ્યક્તિ બીપી ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડે તો પથરી અને લોહીનું દબાણનું જોખમ ઘટાડી શકાય છે.
વજનને ને યોગ્ય જાળવવું :
નિયમિત કસરત અને સમતોલ આહાર દ્વારા વજનને જાળવી શકાય છે. વજનની યોગ્ય રીતે જાળવવા થી ડાયાબિટીસ, હ્રદયરોગ, લોહીનું દબાણ વગેરેને કારણે થતા કિડની ની સમસ્યાઓને અટકાવી શકાય છે.
હવે આપણે કિડનીના રોગ વિશેની સજાગતા વિશે જણાવીશું.
કિડનીના રોગ વિશે સજાગતા : –
ખોરાકમાં અરુચી, મોં અને પગ પર સોજા આવવા, લોહીમાં ફિકાસ, ઉલટી ઉબકા, લાંબા સમયથી નબળાઈ અને રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમા તકલીફ હોવી વગેરે જેવા કારણો કિડનીની સમસ્યા કે રોગને કારણે થઈ શકે છે. આવા લક્ષણો ધરાવતી વ્યક્તિએ તુરંત જ નિદાન કરાવવું જોઈએ. કિડનીના રોગનું સમયસર નિદાન કરાવવામાં આવે તો તેને અટકાવવા, મટાડવા અને કાબૂમાં લેવા માટે ખૂબ જ મહત્વનું રહે છે.
અમને આશા છે કે આજના આર્ટિકલમાં આપેલી માહિતી આપને જરૂર થી પસંદ આવશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.