રસોઈની મહારાણી બનવું હોય તો આજે જ જાણી લો આ મહત્વની કિચન ટીપ્સ

કિચન ટીપ્સ

– રસોઈ બનાવો ત્યારે એને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવા માટે, વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. એના માટે તેને પહેલા ક્રશ કરી લેવા તેનાથી વાનગીમાં સુગંધ સારી આવે છે.

– ચટણી ને સ્વાદિષ્ટ બનાવવા માટે કાકડી, સફરજન અને પિચ ની છાલને સુકવીને ગ્રાઈન્ડ કરીને કોથમીરની ચટણી સાથે મિક્સ કરવું. એનાથી ચટણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.

રોટલી પાતળી બનાવવા માટે 

આપણે ત્યાં લગભગ બધા જ ઘરોમાં રોટલી બનતી હોય છે. ઘણા ઘરોમાં રોટલી જાડી બનતી હોય છે. પરંતુ રોટલીનો સ્વાદિષ્ટ અને પાતળી બનાવવી હોય તો આ પદ્ધતિ અપનાવવી જોઇએ. જ્યારે તમે રોટલીનો લોટ બાંધીએ સમયે તેમાં બે ચમચી દૂધ, મલાઈ અથવા ઘી નાખવું જોઈએ. એનાથી રોટલી પાતળી અને સ્વાદિષ્ટ બને છે.

– દળેલી ખાંડ જામી જતી હોય તો, ખાંડ દળતી વખતે તેમાં થોડા કોરા ચોખા ઉમેરવા. એનાથી ખાંડ જામતી નથી.

– ફ્લાવરનું શાક કાળૂ થઈ જતું હોય તો, ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં લીંબુ ની છાલ અથવા એક ચમચી ખાંડ નાખવી જોઈએ. એનાથી શાક કાળું પડતું નથી.

પુરી ફુલતી નથી તો 

પાણીપુરી તો મોટાભાગે બધાને જ પસંદ હોય છે. પરંતુ તેની પૂરી ઘર પર બનાવવામાં આવે તો આપણી પુરી ફુલતી નથી. તો એના માટે આપણે જ્યારે પાણીપુરી ની પુરી બનાવવા માટે લોટ બાંધીએ ત્યારે એમાં ઝીણા રવાની સાથે પીવાની સાદી સોડા નો ઉપયોગ કરવો જોઈએ. પાણીપુરી નો લોટ પાણીની જગ્યાએ આ સોડા થી બાંધવામાં આવે તો પાણીપૂરીની પૂરી ફૂલે છે.

– દહીવડા ને સ્વાદિષ્ટ બનાવવા માટે દહીંવડા ના ખીરામાં નારિયેળનું છીણ નાંખવું જોઈએ. એનાથી દહીવડા ટેસ્ટી બને છે.

– કેળાની લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ભીના કપડામાં લપેટીને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી ઘણા દિવસો સુધી કેળા તાજા રહે છે.

ભીંડી ના શાકમાં ચીકાશ દુર કરવા માટે 

ઘણા લોકોને ભીંડી નું શાક ખૂબ જ પસંદ હોય છે. પરંતુ જ્યારે મહિલાઓ ભીંડી નું શાક બનાવતી હોય ત્યારે શાકમાં ચીકાશ રહેતી હોય છે. પરંતુ એમાં એક ચમચી દહીં નાખવામાં આવે તો, ભીંડા ની ચીકાશ દૂર થઈ જાય છે અને શાક પણ સ્વાદિષ્ટ બને છે.

પૂરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 

આપણે લગભગ પુરી નો લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરીએ છે. પરંતુ જો એના બદ્લે પૂરીને વધારે સ્વાદિષ્ટ અને મજેદાર બનાવી હોય તો પૂરી ના લોટ દહીં નાખીને બાંધવો જોઈએ. એનાથી પુરી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ બને છે.

– પનીર ની જરૂર હોય અને ઘરમાં પનીર ન હોય તો એકદમ સરળ રસ્તો છે કે, રતાળુ બાફીને એને તળી લેવું. એની જગ્યાએ વાપરવું અને તે સ્વાદિષ્ટ પણ લાગે છે.

– બટાકાને બ્રાઉન રંગના કરકરા બેક કરવા હોય તો બટાકાને કાણા પાડયા પછી બેક કરવા.

– ભાતના ઓસામણનો ઉપયોગ ચટણી બનાવવામાં કરી શકાય છે. દરેક મહિલા ભાત રાંધી લીધા બાદ તેનું પાણી ફેંકી દે છે પરંતુ, એને ફેંકવાના બદલે ચટણીમાં ઉપયોગ કરવાથી ચટણી ઘટ્ટ બને છે અને વાળ સ્ટ્રેટ કરવા માટે પણ ચોખા નું પાણી વાપરી શકાય છે.

– એલચી ના ફોતરા નો ઉપયોગ કરવા માટે તેને એક ડબ્બામાં સાચવીને રાખવી. જ્યારે ચા કે દૂધ બનાવવામાં આવે ત્યારે તેનો ઉપયોગ કરવો.

ટામેટાની છાલ નો ઉપયોગ કરવા માટે

– ટામેટાની છાલ નો ઉપયોગ કરવા માટે, તેમાં એક ચમચી ખાંડ આદું, લવિંગ અને કોથમીર નાખીને વઘાર કરવો, મીઠું ઉમેરવું. એનાથી ટામેટા ની ચટણી તૈયાર થશે.

– વધેલી રોટલી ફેંકી દેવી નહીં, વધેલી રોટલી બીજા દિવસે બગડતી નથી. તેનો તમે અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે મીઠાવાળું પાણી તૈયાર કરી રોટી ઉપર લગાવવું હવે તેને માખણ નાખીને શેકી લે.વી ઉપર જે પ્રમાણે આપણે ચટણી બનાવતા શીખ્યા એ ટામેટા ની ચટણીને આ પરોઠા સાથે ખાઈ શકાય છે.

– ઇન્સ્ટન્ટ પાવભાજી બનાવવા માટે જો વધુ શાક બની ગયું હોય તો, તેને સ્કવિઝ કરીને આદુ-લસણની પેસ્ટ નાખી ને પાવભાજીનો મસાલો નાખીને ફરીથી ફ્રાય કરી લેવું.

– ડુંગળીની છાલ ની ફેકવાની જગ્યાએ તેમાંથી ફુલછોડ માટે ખાતર તૈયાર કરવું. ડુંગળીની છાલ નો પાવડર બનાવીને તેને ફુલછોડ માં ખાતર ની જેમ ઉપયોગ કરવો જોઈએ.

– ફુદીનો, કોથમીર જેવી વસ્તુઓ ને સુકવીને તેનો સંગ્રહ કરી શકાય છે, તેને ફ્રીઝમાં રાખી શકાય છે. મેથી, કોથમીર, ફુદીના જેવી વસ્તુઓ કોઈ એરટાઇટ ડબામાં પેક કરીને રાખવી. તેનો ઉપયોગ કરતા પહેલાં તેને પાણીમાં પલાળી રાખવી, ત્યાર પછી તેનો ઉપયોગ કરવો.

– સુગંધિત ચોખા બનાવવા માટે ચોખા બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટૂકડો નાંખી દેવો.

– ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે, એમાં ચપટી મીઠું નાંખવું. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

– પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.

– ફણગાવેલા અનાજને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં 1 ચમચી લીંબુનો રસ નાંખવાથી તેમાં વાસ નહીં આવે.

– રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હોવ ત્યારે, ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો. એનાથી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે

ભાત રાંધતી વખતે

– ભાત રાંધતી વખતે તળીયે ચોંટી જાય અને બળવાની વાસ બેસી ગઈ હોય તો ભાતની ઉપર થોડું મીઠું ભભરાવી દેવું. વાસ દૂર થઈ જશે, પછી ઉપરથી લઈને ખાવાના ઉપયોગમાં લેવા.

દહીં ફાટી જાય તો

– કઢી બનાવતી વખતે જો દહીં ફાટી જાય તો, કઢી બનાવતી વખતે તેને વારંવાર હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી દેવું. એનાથી દહીં ક્યારેય ફાટશે નહીં.

પનીર તાજું રાખવા માટે 

– પનીરને એક વાસણમાં પાણી ભરીને રાખવું આવું કરવાથી પનીર તાજું રહે છે, પરંતુ આ પાણીને થોડી – થોડીવારે બદલતા રહેવું.

– ઈડલી, ઢોસા બનાવતી વખતે તેની સામગ્રીમાં એક ચમચી મેથીના દાણા ઉમેરવા એનાથી ઈડલી, ઢોસા ક્રિસ્પી બને છે.

– બટાકા ના પરોઠા ને વધુ ટેસ્ટી બનાવવા માટે તેના સ્ટફિંગ માટે સેકેલું જીરું, કસૂરી મેથી અને મેગી મસાલો ઉમેરવો. એનાથી પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

વેફર બનાવતી વખતે ઘણી વાર એવું બને છે કે તડવાના સમયે પર ચોંટી જતી હોય છે. પરંતુ જે વેફરને તળતાં પહેલા એના પર પાણી છાંટવામાં આવે અને પછી તળવામાં આવે તો વેફર છૂટી રહે છે.

– જો ઘરે કેક બનાવી રહ્યા હો તો, એક ચમચી ખાંડ ને પાણી માં ત્યાં સુધી ઉકાળવી કે તેનો રંગ બ્રાઉન ન થઈ જાય તેના પછી કેકના બેટરમાં ઉમેરવું. આ રીતે તેનો સ્વાદ અને રંગ બંને ખૂબ જ સારા આવે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે આજના લેખમાં અમે તમને જે કિચન ટિપ્સ જણાવી તે તમને જરૂરથી ઉપયોગી થશે, અને પસંદ આવશે.

2 thoughts on “રસોઈની મહારાણી બનવું હોય તો આજે જ જાણી લો આ મહત્વની કિચન ટીપ્સ”

Leave a Comment