સૂકા ધાણાના ફાયદાઆ સાંજે પલાળીને સવારે ખાલી પેટે પીવાથી થાય છે અનેક ફાયદા

સૂકા ધાણાના ફાયદા આપણે દરરોજ વાનગીઓમાં કોથમીર નો ઉપયોગ કરતા હોય છે જે શરીરમાં પાચન થી લઈને હૃદય, આંખો, લીવર અને લોહી માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આ કોથમીર પાકે છે અને તેના બીજ બને તે પણ ઘણા જ ઉપયોગી છે.

સૂકા ધાણાનો ઉપયોગ ખડા મસાલા તરીકે કરવામાં આવે છે. સમોસા બનાવતી વખતે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ધાણાને પીસીને તેનો પાઉડર મસાલા તરીકે પણ વાપરી શકાય છે. ધાણાના બીજ ઉકાળીને તેની ચા પણ પી શકાય છે.

જેનો મસાલા તરીકે પણ ઉપયોગ થાય છે. તેમજ તેને પડીકીમાં પણ સાફ કરીને ભરાય છે. જે ખાવા ના ઉપયોગ માં લેવાય છે. આ આખા ધાણા એક ગુણકારી ઔષધ છે. જે અનેક રોગોથી બચાવે છે. ઉપરાંત ગંભીર રોગોમાં રામબાણ ઈલાજ નું કાર્ય કરે છે.

આખા ધાણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આખા ધાણા અને જીરુંનો ઉપયોગ વાનગીઓમાં કરવામાં આવે છે. જે પાચન માટે ખુબ જ ઉપયોગી છે. જ્યારે આખા ધાણા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકાધાણા માં પોટેશિયમ, વિટામિન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં રહેલાં છે. જે અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે.

સૂકા ધાણાના ફાયદા

સૂકા ધાણા નું પાણી બનાવીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં રહેલા તત્વો અને હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત ટાઇફોડ માં પણ રક્ષણ આપે છે. જે એક પ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેનાથી નાના – મોટા રોગો સામે રક્ષણ મળે છે. ધાણા એન્ટીઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે.

આખા ધાણામાં આયર્ન રહેલું છે. એનો ઉપયોગ કરવો શરીરના લોહી ના નિર્માણ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને ફોલિક એસિડ રહેલું છે. જેથી લોહી વધારવા માટે ઉપયોગી બન્યા છે. લીવર ની સફાઈ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે લીવરને હેલ્ધી રાખે છે હૃદયને પણ સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે, લોહીમાં રહેલા સુગરના પ્રમાણને ઓછુ કરે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

સૂકા ધાણા

આખા ધાણામાં વિટામિન રહેલા છે. જે ત્વચાના રોગ માટે ઉપયોગી છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતામાં ચહેરાની ચમકમાં વધારો થાય છે. ઉપરાંત ટાઇફોડ ના બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

આખા ધાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તેને સવારે ખાલી પેટે ઉપયોગ કરવાથી ફાયદો મળે છે. તેનું પાણી બનાવીને પીવાથી શરીરને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. ધાણાને બે કપ પાણીમાં પલાળી દેવા અને પછી સવારે આ પાણી ઉકાળી લેવું, અને પાણી ઉકાળીને અડધું વધે ત્યારે તેને પીવું જોઈએ. ધાણાનું પાણી પીધા પછી થોડીવાર સુધી કોઇ પણ વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં. એનાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.

સૂકા ધાણા નો ઉપયોગ આર્થરાઈટ્સમાં પણ રાહત આપે છે. તેમાં લીનોલિક એસિડ જોવા મળે છે. જે એન્ટી આર્થરાઈટ્સની જેમ કામ કરે છે.

કન્જક્ટિવાઈટ્સ એટલે કે જયારે આંખો લાલ અથવા ગુલાબી થઇ જાય છે. ત્યારે આંખોમાં ખંજવાળ, બળતરા થાય છે. બેક્ટેરિયલ અને વાયરલ સંક્રમણને કારણે આવું થાય છે. ત્યારે સૂકા ધાણામાં એન્ટી બેક્ટેરિયલ તત્વો આવેલા હોવાથી આ બીમારીમાં રાહત મળે છે.

હૃદય સ્વાસ્થ્ય, માસિક ધર્મ સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ખનીજ અને વિટામિન ભરપૂર માત્રા માં હોવાથી વાળ માટે પણ તે ઉત્તમ ટોનિક ગણાય છે.

સૂકા ધાણા અને સાકરનું મિશ્રણ મોંની દુર્ગંધ દૂર કરવા માટે સૌથી અસરકારક છે. ઘણી વખત લોકો ખાધા પછી પણ સાકર અને વરિયાળીનું સેવન કરે છે જેથી મોંઢા ના દુર્ગંધ ન આવે. ધાણા અને સાકરનું મિશ્રણ શ્રેષ્ઠ માઉથફ્રેશનરની જેમ કામ કરે છે. જમ્યા પછી સૂકા ધાણા અને સાકરની ખાવી જોઈએ. આને કારણે, લસણ અને ડુંગળીની ગંધ તમારા મોંમાંથી નીકળી જશે.

અનિદ્રાને કારણે લોકો ને ધાણા ગંભીર રોગો થાય છે. જેનાથી તેની કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. ધાણા અને સાકર ઊંઘ લાવવા માટે ખૂબ અસરકારક છે. ધાણા અને સકારને પાણીમાં નાખી અને પછી તેનું સેવન કરવું જોઈએ . આ કરવાથી નિંદ્રાનો અનુભવ થાય છે, જ્યારે નિંદ્રા પૂર્ણ થાય છે ત્યારે માનસિક રીતે તાજગી નો અનુભવ થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થ્ય સંબંધિત માહિતી સૂકા ધાણાના ફાયદા તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment