શરીરની અનેક સમસ્યાઓ દૂર કરી શકે છે રસોડામાં રહેલી આ વસ્તુઓ

honey benefits કેસર અને મધનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો એ બન્નેનું સેવન એકસાથે કરવામાં આવે તો તે શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. કેસરને દુનિયાનો સૌથી મોંઘો મસાલો માનવામાં આવે છે. એનો ઉપયોગ આમ તો મીઠાઈઓ બનાવવા માટે જ થાય છે. પણ કેસરમાં અગણિત ઔષધીય ગુણો રહેલા છે

કેસરની જેમ જ મધ પણ ખૂબ જ ગુણકારી છે જે તમારા શરીરને સ્વસ્થ રાખી શકે છે. મધમાં એન્ટી ઈંફ્લેમેટ્રી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો રહેલા છે જે રોગોને દૂર ભગાડે છે. આ ઉપરાંત મધ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તો ચાલે હવે જાણી લઈએ મધ અને કેસર ખાવાના ફાયદા.

મધ ના ફાયદા – honey benefits

મધમાં શરીરના ઘણા રોગોને ભગાડવાની શક્તિ રહેલી છે. મધમાં સુગર, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, ફોલેટ, સેલેનિયમ અને પોટેશિયમ મળી આવે છે. આ સાથે જ કેસરમાં પણ એવા તત્વો છે જે શરીરની ઘણી તકલીફ દૂર કરી શકે છે.

શરદી અને ફ્લુ :

મધ અને કેસરને શરદી અને ફ્લુ માટે ખૂબ જ અકસીર ગણવામાં આવે છે. વાતાવરણ બદલાવવાના કારણે ફલૂ અને વાયરસની તકલીફ જોવા મળે છે. આ માટે એક ચમચી મધ અને એક ચપટી કેસરને ગરમ દૂધ સાથે પીવું જોઈએ. આવું તમે બે થી ત્રણ વાર કરશો તો તમને સારો ફાયદો થશે.

માથાના દુઃખાવામાં :

જો તમને અસહ્ય માથાનો દુખાવો રહેતો હોય તો કેસર અને મધનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે દરરોજ એક ચપટી કેસર અને એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

પાચનતંત્ર માટે :

મધનું સેવન કરવાથી પાચન તંત્રને લગતી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. કેસરમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણો રહેલા છે જે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મેળવવા માટે મધ અને કેસરનું સેવન કરવું જોઈએ.

કેન્સર માટે :

કેસર અને મધ કેન્સર જેવી ખતરનાક બીમારીઓને રોકવા માટે પણ ઉપયોગી છે. કેસરમાં ક્રોસીન, કોલોરેકટલ ગુણો રહેલા જે શરીરમાં કેન્સરના સેલ્સ વધવા નથી દેતા. અને એને ઉતપન્ન થતા પણ રોકે છે. એટલે કેન્સર જેવા મોટા રોગોને અટકાવવામાં પણ મધ અને કેસર ઉપયોગી છે.

ઊંઘની સમસ્યા :

જો તમને ઊંઘ ન આવવાની તકલીફ હોય તો તમારે મધ અને કેસરનું સેવન કરવાનું રાખવું જોઈએ. કેસરમાં રહેલું ક્રોસીન તત્વ તમારી ઊંઘ સારી કરવામાં મદદ કરે છે. જો તમને અનિંદ્રાની સમસ્યા હોય તો રોજ એક ગ્લાસ દૂધમાં કેસર અને મધ મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થશે.

સંધિવા માટે :

સાંધાના દુખાવા માટે પણ કેસર લાભદાયક છે. કેસરના પાન સાંધાની સમસ્યાઓ દૂર કરી શકે છે. એનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે પણ થાય છે.

હદય માટે :

હૃદયરોગની સમસ્યા આજના જમાનામાં જાણે સાવ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો આ તકલીફનો ભોગ બની રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ આહાર અને લાઇફસ્ટાઇલ છે. એટલે હ્ર્દય સંબંધિત તકલીફો દૂર કરવા મધ અને કેસરનું સેવન કરો.

ત્વચા માટે :

ત્વચા માટે મધ અને કેસર ફાયદાકારક હોય છે એ તો આપણે સૌ જાણીએ જ છે. સ્કિન પર પડેલા ડાઘ દૂર કરવા તમે કેસર અને મધનો ઉપયોગ કરી શકો છો. કેસર અને મધનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થઈ જશે અને અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળશે તો હવે તમે પણ કેસર અને મધનું સેવન કરવાનું શરૂ કરી દેજો. આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment