સવારે આ પાણી પી જાઓ પેટની ચરબી થરથર ઓગળવા લાગશે

અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે આપણે ઘરગથ્થુ ઉપચાર હંમેશા કરતા હોઈએ છીએ, અને તે અસરકારક સાબિત થાય છે. આયુર્વેદમાં એટલા બધા ઘરગથ્થુ પ્રયોગ છે. જેના ઉપયોગ કરીને કોઈ પણ બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે. અથવા તેને મટાડી શકાય છે. આજે અમે તમને એવા દાણા વિશે જણાવીશું, જે દાણા ફાયદાકારક છે. એ આપણા રસોડામાં એટલે કે, શાકભાજીનો સ્વાદ વધારવાના ઉપયોગમાં આવે છે.

આ દાણા એટલે કે મેથીના દાણા.મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને જસત જેવા ઘણા પ્રકારના ખનીજ હોય ​​છે.આ ઉપરાંત, મેથીના દાણા ઘણા વિટામિન્સ અને આવશ્યક પોષક તત્વોનો ખૂબ સારો સ્રોત છે. જેમાં વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ, થાઇમિન, નિયાસિન વગેરે શામેલ છે. મેથીમાં ઘણા ફાયદાકારક ફાયટોન્યુટ્રિએન્ટ્સ છે.

આજે અમે જણાવીશું કે, મેથીના દાણા નો પ્રયોગ કઈ રીતે કરવો જેનાથી તેના અનેક ઘણા ફાયદા મળી શકે અને નાના મોટા રોગ સામે રક્ષણ મેળવી શકાય. એના માટે રાત્રે એક ગ્લાસ પાણી માં મેથીના દાણાને પણ પલાળી લેવાના છે, અને આખી રાત તેને રહેવા દેવાના છે.

સવારે ઊઠીને નરણા કોઠે આ પાણીનું સેવન કરવું જોઈએ. આ પાણીનું સેવન કરવાથી તેના બમણો લાભ મળે છે. પલાળેલા મેથીનાં દાણામાં એ બધા જ ગુણો રહેલા છે, જે ડાયાબિટીસ, મોટાપો, પેટની સમસ્યા, કોલેસ્ટ્રોલ, એસિડિટી, કબજીયાત જેવા અનેક નાના-મોટા રોગોને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.

અઠવાડિયામાં એક વખત ઘરે મેથીના દાણા નું શાક અવશ્ય બનાવવું જોઈએ. કારણકે મેથીનું શાક રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા જરૂરી ગુણ રહેલા છે. આખી રાત મેથી દાણાને પાણીમાં પલાળી રાખવાથી તેના ગુણોમાં વધારો થાય છે. કારણ કે પાણીમાં મેથીદાણા સોસાઈ જાય છે.

ખાલી પેટે મેથીના પાણીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ફેટની માત્રા એટલે કે ચરબીનું પ્રમાણ ઘટે છે, એટલે કે મોટાપો દૂર થાય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે મેથી દાણાનું પાણી પીવું જોઈએ. એનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો અને વધારાનો કચરો કચરો બહાર નીકળે છે. મેથીદાણા નું પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

મેથીદાણા ના પાણીનું સેવન કર્યા પછી દાણાની ફેંકવા જોઈએ નહિ. મેથીના પાણી સાથે દાણા લેવામાં આવે તો તેના બમણાં લાભ મળે છે. મેથીમાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે. પરિણામે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. તેનાથી બ્લડશુગર સરળતાથી નિયંત્રણમાં રહે છે.

મેથીનું સેવન કરવાથી ત્વચા સંબંધિત એટલે કે ખીલ, ડાઘ અને ફોલ્લીઓ વગેરે સામે રક્ષણ મળે છે. માટે જે લોકોને ત્વચાને લગતી કોઇ સમસ્યા હોય તો મેથી દાણાનું સેવન કરવું જોઈએ કારણ કે, મેથી દાણા અને તેનું પાણી ત્વચાને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવામાં અસરકારક સાબિત થાય છે.

મેથી દાણાનું પાણી પીવાથી પેટ હંમેશા સ્વસ્થ રહે છે. ખાલી પેટે મેથી દાણા નું પાણી પીવાથી પેટ સાફ રહે છે. પાચન તંત્ર પણ એકદમ દુરસ્ત રહે છે અને કબજિયાત જળમૂળથી દૂર થાય છે. કારણ કે ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પાચન તંત્ર સારુ રહે છે. પરિણામે કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

મેથી દાણાનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. માટે જે લોકો એસીડીટીની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે મેથી દાણા રામબાણ ઈલાજ છે. મેથીના દાણા નું પાણી પીવાથી પેટમાં આવતી ચૂંક અને દુખાવો દૂર થાય છે.

મેથીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ગુણધર્મો છે. આ હાનિકારક એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડે છે. આ કોલેસ્ટરોલ છે જે રુધિરવાહિનીઓમાં એકઠા થઈ શકે છે, જેથી હૃદયરોગના હુમલાનો ભય વધે છે. મેથીમાં રહેલાં ફાઇબર ગેલેક્ટોમોન લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે.તેનો નિયમિત ઉપયોગ કરવાથી લોહી ગંઠાઈ જવાની સંભાવના ઓછી થાય છે. આ રીતે મેથી હૃદય રોગને રોકી શકે છે. મેથીનું શાક પણ આ સમસ્યામાં લાભ આપે છે.

ઉપરાંત મેથીદાણા ખાવાથી મેટાબોલિક રેટ વધે છે અને ચરબીનું પ્રમાણ ઘટે છે. વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. મેથી દાણાના પાણી ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો તમારે વાળને સુંદર અને નિરોગી રાખવા હોય તો મેથીનું સેવન કરવું જોઈએ.

હાલના સમયમાં ડાયાબિટીસનો રોગ વધી રહ્યો છે. વધારાની ચરબી અનેક લોકોમાં વધતી જાય છે. અનેક લોકોને અપચાની સમસ્યા હોય છે, પેટની સમસ્યાઓ હોય છે, ઉપરાંત એસિડિટીની સમસ્યા પણ હોય છે. આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે મેથી દાણા નું પાણી અથવા મેથી દાણાનું શાક બનાવીને ખાવું જોઈએ. જેનાથી બમણાં લાભ મળે છે અને હંમેશા નીરોગી રહી શકાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થ્ય સંબંધિત મહત્વની જાણકારી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment