શુ તમને ક્યારેય અચાનક આંખે અંધારા આવી ગયા હોય એવું લાગ્યું છે? શું ક્યારેય તમારું શરીર જરૂર કરતાં વધુ ઠંડુ પડી ગયું હોય એવું તમે અનુભવ્યું છે? શુ તમને ક્યારેય દર વખત કરતા વધુ પરસેવો થવા લાગે છે? શું તમને ક્યારેક અચાનક જ નબળાઈ અનુભવાય છે? જો તમને આ લક્ષણો દેખાય તો એને ક્યારેય અવગણશો નહિ, આ બધા જ લક્ષણો બીપી લોના છે. ક્યારેક જો બીપી વધુ પડતું લો થઈ જાય તો હાર્ટ એટેક પણ આવી શકે છે, પણ શું તમે જાણો છો કે લો બીપી એટલે શું?
આપણા શરીરમાં લોહી સતત ફરતું રહે છે. અને આ લોહી રક્તવાહિનીઓ મારફતે શરીરમાં ફરતું રહે એ માટે તેના પર દબાણ નિશ્ચિત હોય છે. પણ જો ક્યારેક લોહીના પરિભ્રમણમાં ઘટાડો થાય તો રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. જેને આપણે સામાન્ય ભાષામાં લો બીપી કહે છે.
સામાન્ય બ્લડપ્રેશર 120/80 હોય છે, એટલે જો તમારું બ્લડપ્રેશર એ થી નીચે આવે તો એને લો બ્લડપ્રેશર કહેવામાં આવે છે
તમને જણાવી દઈએ કે લો બીપીની સમસ્યા પુરુષની સરખામણીએ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
લો બીપીના લક્ષણો:
ચક્કર આવવા
બેભાન થઈ જવું
શરીર ઠંડુ પડી જાય
શ્વાસ લેવામાં તકલીફ જણાય
અતિશય નબળાઈ લાગે
ઉલટી જેવું થયા કરે.
આંખો સામે અંધારું છવાઈ જાય
હાલના સમયમાં લો બીપીએ સામાન્ય સમસ્યા બની ગઈ છે, જ્યારે કોઈ વ્યક્તિનું લો બીપી થાય તો એ પહેલું કામ ખાંડનો ફાકો મારી લેવાનું કરે છે, વધુમાં વધુ એ લીંબુ શરબત પી લે છે, અને આવું કરવાથી ઘણી ખરી રાહત પણ મળે છે પણ આજે અમે તમને આ સિવાયના પણ અમુક એવા ઉપાયો જણાવીશું જેને તમે લો બીપી દરમિયાન અજમાવી શકો છો.
લો બીપીના ઉપાયો:
પાણી:
જો અચાનક બીપી લો થઈ જાય અને તમને ચક્કર આવવા લાગે તો તમારે એ જ સમયે 2 ગ્લાસ પાણી પી લેવું, આવુ કરવાથી બીપી નોર્મલ થઈ જાય છે.
ચા કોફી:
બીપી લો થાય તો એક કપ ચા કે કોફી પી લેવાથી બીપી કંટ્રોલમાં આવી જાય છે
બીટ:
દિવસમાં બે ગ્લાસ બિટનું જ્યુસ પીવાથી પણ બ્લડપ્રેશર સ્થિર રહે છે.
તુલસીના પાન:
તુલસીના પાનને ક્રશ કરી તેમાં એક ચમચી મધ ભેળવીને સવારે નરણા કોઠે ચાટી જવાથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે
જેઠીમધ:
જેઠીમધના પાઉડર વાળી ચાનું દિવસમાં એકવાર સેવન કરવાથી બ્લડપ્રેશર સ્થિર રહે છે.
બદામ:
રાત્રે 4 5 બદામ પલાળી લેવી અને સવારે આ બદામની પેસ્ટ બનાવી દૂધ સાથે લેવાથી બ્લડપ્રેશર સ્થિર રહે છે.
સૂકી દ્રાક્ષ:
સૂકી દ્રાક્ષમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરના બ્લડ ફ્લોને કન્ટ્રોલમાં રાખે છે. એટલે લો બ્લડપ્રેશરના પેશન્ટે નિયમિત રીતે સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ
મીઠું:
લો બીપીના દર્દીઓએ એમના આહારમાં મીઠાનું પ્રમાણ વધારવું જોઈએ, રોજિંદા આહારમાં નમકીન વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સોડિયમવાળી વસ્તુઓ ખાવાથી લો બ્લડપ્રેશરને વધારી શકાય છે.
આ સિવાય જો બ્લડપ્રેશર લો થઈ જાય તો તમે તાત્કાલિક ધોરણે આ પગલાં લઈ શકો છો
-બ્લડપ્રેશર લો થઈ જાય તો બેસીને કે પછી સુઇને તમારી મુઠ્ઠીઓ ખોલ બંધ કરો, આવું થોડો સમય કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં આવી જાય છે
-બ્લડપ્રેશર લો થઈ જાય ત્યારે પગની નીચે બે ઓશિકા દબાવી દેવાથી આખા શરીરમાં લોહીનું ભ્રમણ ધીમે ધીમે સામાન્ય થવા લાગે છે.
– એક્સામટુ જમી લેવા કરતા, 4 5 વખત થોડું થોડું ખાઓ
– લો બ્લડપ્રેશર થાય ત્યારે તુલસીના ચાર પાંચ પાન ચાવીને ખાઈ લેવા, આમ કરવાથી ધીમે ધીમે બીપી કાબુમાં આવવા લાગે છે.
– અચાનક જ બીપી લો થઈ જાય તો તમે ચોકલેટ મોઢામાં મૂકી દેશો તો પણ ધીમે ધીમે બીપી કન્ટ્રોલમાં આવી જશે.
લો બીપીના દર્દીઓએ એમની ખાણીપીણીનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને બને એટલું વધુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ. ઉપરોક્ત નુસખાઓ અપનાવવાથી તમને લો બ્લડપ્રેશરની તકલીફમાંથી છુટકારો મળી જ શકશે તેમ છતાં જો વધુ પડતી જ તકલીફ જણાય તો એને અવગણવાને બદલે વહેલી તકે ડોકટરનો સંપર્ક સાધવો જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.