દાંતનો દુખાવો અને પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવાના સરળ ઉપાય

દાંતનો  દુખાવા આજના સમયમાં નાની ઉંમરમાં જ લોકોના દાંત ખરાબ થવા લાગે છે. ઘણી વખત એનો દુખાવો પણ એટલો વધી જતો હોય છે કે, તે અસહ્ય થઈ જાય છે. દાંતમાં દુખાવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. ઉપરાંત દાંતમાં દુખાવો થવાના કારણે લોકો યોગ્ય રીતે બ્રશ પણ કરી શકતા નથી. જેને કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે, અને ધીમે ધીમે આ સમસ્યા વધતી જાય છે.

આ સમસ્યામાં જો તમે દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હો તો, તમારે કેટલા ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ. જો દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો, તમારે લવિંગને દાંતની વચ્ચે લવિંગ દબાવીને રાખવું જોઈએ. એનાથી દુખાવામાં રાહત મળે છે. જે દાંતના દુખાવાને તો દૂર કરે જ છે ઉપરાંત માથાના દુખાવાની સમસ્યામાં પણ આરામ આપે છે.

મીઠાનો ઉપયોગ

જો તમને પણ દાંતનો  દુખાવા ની સમસ્યા હોય તો તમારે સૌ પ્રથમ પાણી અને ગરમ કરી લેવું અને તેમાં મીઠું નાખીને કોગળા કરવા જોઈએ. એનાથી સંક્રમણ દૂર થાય છે અને દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત સવારે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ ની જગ્યાએ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય લસણનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવામાંથી છુટકારો મેળવી શકાય છે. એ માટે તમારે દરરોજ બેથી ત્રણ લસણની કળીઓને ચાવવી જોઈએ. એ સિવાય લસણનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવામાંથી છુટકારો મેળવી શકાય છે. એ માટે તમારે દરરોજ બે થી ત્રણ લસણની કળીઓને ચાવવી જોઈએ.

દાંતનો  દુખાવા

ફુદીનાનો

તમે ફુદીનાનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જ્યારે ઉંમર વધવાની સાથે દાંતનો દુખાવો શરૂ થાય ત્યારે ફુદીનો ખૂબ જ મદદરૂપ થાય છે. આ માટે ફુદીનાના તેલના થોડા ટીપા જ્યાં દુખાવો થતો હોય એ જગ્યાએ લગાવી દેવા જોઈએ, અને થોડો સમય પછી ગરમ પાણીથી કોગળા કરી લેવા. એનાથી દાંતનો દુખાવો દૂર થાય છે.

ડુંગળી 

ડુંગળીમાં એન્ટી ગુણ રહેલા છે. જે દાંતના દુખાવાની દૂર કરવામાં અસરકારક કામ કરે છે. જો તમને દાંતનો દુખાવો હોય તો ડુંગળીનો રસ કાઢીને દાંતમાં લગાવવો જોઈએ.

હિંગ

એ જ રીતે તમે હિંગ નો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. હિંગમાં રહેલા એન્ટી ગુણ દાંતના દુખાવાની સમસ્યાથી છુટકારો અપાવે છે.

હિંગ નો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક ચપટી હિંગ લેવી અને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવી. ત્યારબાદ અડધો કપ પાણીમાં થોડું ઘી ઉમેરીને મોઢું સાફ કરી લેવું. આ ઉપાય કરવાથી પણ દાંતનો દુખાવો દૂર થાય છે.

પ્લાસ્ટિકના બ્રશની જગ્યાએ બાવળ અને લીમડાનો ઉપયોગ કરી શકો છો. જેનાથી દાંતને એક્સરસાઇઝ મળે છે અને આરામથી દુખાવાથી પણ છુટકારો મેળવી શકાય છે.

જો તલના તેલને થોડું ગરમ કરીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવામાં આવે તો, દાંતના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે. તલના તેલને પાંચથી દસ મિનિટ સુધી લગાવીને રાખો. ત્યારબાદ મોઢું સાફ કરી લેવું. એનાથી પેઢા પણ મજબૂત થાય.

જામફળ નાં પાન પણ દાંતનો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. જામફળનાં પાનને ધોઈ સારી રીતે ચાવવા. દિવસમાં બેથી ત્રણ વાર આ ઉપાય કરવાથી દાંતના દુખાવાથી રાહત મળે છે.

એક ગ્લાસ નવશેકા પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને એ પાણીથી કોગળા કરવા. દિવસમાં આ પ્રક્રિયા બે-ત્રણ વાર કરવાથી દાંતના દુખાવાથી છુટકારો મળશે.

દાંતનો દુખાવો ઓછો કરવા બટાકો છોલીને તેની એક સ્લાઈસ કાઢીને, તેને દુખાવો થતો હોય તેવા દાંત નીચે પંદર મિનિટ માટે દબાવીને રાખો.

અડધી ચમચી મીઠું લઈ તેમાં પાંચ-છ ટીપાં સરસવનું તેલ ઉમેરો. હવે આ મિશ્રણથી દાંતમાં મસાજ કરો. એનાથી દાંત ના દુખાવા માં રાહત મળે છે.

દાંતના દુખાવા માંથી છુટકારો મેળવવા માટે કપૂર અને અફીણ સમભાગે લઈ દાંત પર દબાવીને લગાવવું. જો નાની ઉંમરમાં બાળકો ને દાંત હાલતા હોય તો તલનું તેલ અને સિંધાલૂણ મેળવીને દાંતને લગાડવું. જેનાથી હલતા દાંતમાં રાહત મળે છે. દાંત ના દુખાવા થી છુટકારો મેળવવા તેમજ દાંત ને મજબૂત બનાવવા માટે તલના તેલમાં સિંધાલૂણ મેળવી કોગળા કરવા. દાંતનાં દુખાવા માટે બોરસલ્લીના ઝાડની છાલનું ચૂર્ણ બનાવી તેનું મંજન કરવાથી પણ ફાયદો થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

1 thought on “દાંતનો દુખાવો અને પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવાના સરળ ઉપાય”

Leave a Comment