શરીરમાં વિટામીન D ની ઉણપ હોય તો કરો આ દેશી ઉપાય

વિટામિન D ની ઉણપ  અત્યારના સમયમાં મોટાભાગના લોકોને હાડકા ની સમસ્યા હોય છે. અત્યારના સમયની ખાવા-પીવાની ખોટી આદતો અને જીવનશૈલીને કારણે વિટામિન D ની ઉણપ સામે ઘણા લોકો ઝુમી રહ્યા છે. આપણા દેશમાં સૌથી વધુ તડકો પડવા છતાં, પણ દેશના લોકો વિટામિન ડી ની ઉણપ થી પીડાય છે.

આપણા શરીરને સરળતાથી ચાલતા રહેવા માટે વિટામિન ડી એક ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે. તેને સનલાઇટ વિટામિન પણ કહેવામાં આવે છે કારણ કે આ વિટામિનનો સૌથી મોટો સ્રોત સૂર્યમાંથી આવતા કિરણો છે. અન્ય વિટામિન્સથી વિપરીત, વિટામિન ડી એક હોર્મોનનું કામ કરે છે અને તે તમારા શરીરના દરેક કોષને એક અથવા બીજી રીતે અસર કરે છે.

જ્યારે તમારૂ શરીર સૂર્યપ્રકાશના સંપર્ક કરવામાં આવે છે, પછી શરીરમાં કોલેસ્ટ્રોલ વિટામિન ડી બનાવવાનું શરૂ કરે છે. આ સિવાય ચરબીયુક્ત માછલી અને કેટલાક ડેરી ઉત્પાદનો જેવા વિવિધ ખોરાક દ્વારા શરીરમાં વિટામિન ડીનો અભાવ દૂર થાય છે. જો કે, માત્ર આહાર દ્વારા વિટામિન ડીનો સપ્લાય ખૂબ જ મુશ્કેલ છે.

સ્નાયુ, જ્ઞાનતંતુઓ અને હાડકાને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે. શરીરમાં વિટામિન ડીની ઊણપને કારણે અનેક બીમારીઓ થાય છે. વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમ નું શોષણ કરીને સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમને રીતે કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે.

VItamin d.

તમારા આંતરડામાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી કેલ્શિયમના શોષણ માટે ખુબ જરૂરી છે. અપૂરતા પ્રમાણમાં વિટામિન ડી ને કારણે તમારું શરીર કેલ્શિયમનું શોષણ નથી કરી શકતું, આ માટે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવા એ નકામું છે.

ઉપરાંત કેટલાક ગંભીર રોગો જેવા કે, ડાયાબિટીસ અને કેન્સર ડેવેલપ થવાનું જોખમ 50 થી 80% ઘટી જાય છે. માટે સમજદારી વાપરીને નૈસર્ગીક, સુર્યકીરણોમાં અઠવાડિયામાં 2 થી 3 વખત બેસવું.

સ્વાસ્થ્ય નિષ્ણાતો મુજબ પાચન સંબંધી સમસ્યાઓ પણ વિટામિન ડી ની ઉણપ સાથે જોડાયેલી છે. વધુમાં વીટામીન-ડીની ઉણપ ધરાવતા મોટા ભાગના લોકોને ડિપ્રેશનના લક્ષણો નો પણ અનુભવ થાય છે. આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી બચવા માટે શરીરમાં વિટામિનની ઉણપને પૂરી કરવી જરૂરી છે. તેના માટે તમે આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

દૂધ – હાડકાને મજબૂત કરવા માટે ડોક્ટર દૂધ પીવાની સલાહ આપે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાયનું દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન ડી માટે નો ઉત્તમ સ્ત્રોત છે. માટે દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી જરૂરી વિટામિન ડી મળી રહે છે.

મશરૂમ – વિટામિન ડીની ઊણપને દૂર કરવા માટે એ સૌથી સારો વિકલ્પ છે મશરૂમ. દરરોજ મશરૂમ ખાવાથી શરીરમાં વિટામિન ડીની ઊણપ દૂર થાય છે. મશરૂમમાં વિટામીન B1, B2, B5, કોપર અને ખનીજો પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે.

મશરૂમમાં કેલ્શિયમ, વિટામિન સહિત ઘણા જરૂરી પોષક તત્વો રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી વિટામિન-ડીની ઊણપ પણ દૂર થાય છે.

સંતરા – સંતરા સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ સાબિત થાય છે. તેમાં વિટામિન સી અને વિટામિન ડી રહેલા હોય છે. વિટામિન સી ધરાવતી વસ્તુઓના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે સંતરા ના સેવનથી અને વિટામિન ડી ની ઊણપ દૂર થાય છે..માટે રોજ સંતરાનો જ્યુસ પીવો જોઇએ.

દહીં – દૂધની જેમ દહીંમાં પણ વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જે પાચનતંત્ર માટે પણ ખૂબ જ સારું છે, અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. દહીં પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે અને રોગપ્રતિકારક શક્તિ વધારીને હાડકાને મજબૂત બનાવે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

જો તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપ હોય તો, અહીં જણાવેલ વસ્તુઓનો તમારા આહારમાં જરૂરથી સમાવેશ કરો. અમને આ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment