આજનો માણસ સતત દોડતો રહે છે, દરેક જગ્યાએ પહોંચી વળવાની લ્હાયમાં એનું જીવન સતત ભાગતું રહે છે. જવાબદારીઓ વધી જતાં માનસિક તાણ એ હવે સામાન્ય વાત બની ગઈ છે. અને પરિણામે આપણે ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ કરતા જોયા જ છે.
દરેક વ્યક્તિને એની ઉંમર પ્રમાણે ઊંઘ લેવી જોઈએ તો જ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મજબૂત રહી શકે છે. સામાન્ય રીતે લોકોને 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, પણ જો એથી ઓછી ઊંઘ થાય તો શું? ઊંઘ ન થવાના કારણે માથાનો દુખાવો, ચક્કર આવવા, બેચેની લાગવી, કોઈ કામમાં મન ન લાગવું એવું તમે અનુભવ્યું જ હશે. પણ ઘણા લોકો એવા પણ છે જે સતત ઓછી ઊંઘથી પીડાતા હોય છે એટલે કે આવા લોકો અનિંદ્રાનો ભોગ બનેલા હોય છે. પણ શું તમે જાણો છો કે આ અનિંદ્રા ક્યાં કારણે ઉદભવે છે. તો ચાલો જાણી લઈએ એના કારણો વિશે
અનિંદ્રાના કારણો
-અનિંદ્રાનું મુખ્ય કારણ મેન્ટલ સ્ટ્રેસ છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ચિંતા સતાવતી હોય છે અને આ ચિંતા એની ઊંઘની દુશ્મન બની જાય છે
– ચા, બીડી, સિગરેટ જેવા કેફી પદાર્થો પણ ક્યારેક અનિંદ્રાનું કારણ બની બેસે છે
– ડિપ્રેશનના કારણે પણ ઘણીવાર માણસ અનિંદ્રાનો ભોગ બને છે
– મોબાઈલનો મોડી રાત સુધી ઉપયોગ પણ સમયાંતરે અનિંદ્રામાં પરિણમે છે
– અમુક સ્ત્રીઓ મોનોપોઝમાં પહોંચે ત્યારે પણ તેઓ અનિંદ્રાનો ભોગ બનતી હોય છે
– ક્યારેક કોઈ દવાની આડઅસરને કારણે પણ અનિંદ્રાનો શિકાર બનવું પડે છે.
જો તમે પણ અનિંદ્રાનો ભોગ બન્યા હોય તો હવે ગભરાવાની જરૂર નથી, આજે અમે તમને જણાવીશું અમુક એવા નુસ્ખા વિશે જેને અજમાવીને તમે અનિંદ્રામાંથી છુટકારો મેળવી શકશો
ઊંઘ ના આવતી હોય તો અજમાવો આ ઉપાય
– તમે સુવા જાવ એ પહેલાં હાથ પગ ધોઈ, માથામાં તેલ નાખી લો તો તમને સારી ઊંઘ આવે છે.
– ડુંગળીનું રાયતું બનાવી એનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે
– વરિયાળી, દૂધ અને સાકરનું શરબત બનાવીને પીવાથી ઊંઘ સરસ આવે છે.
– રાત્રે સૂતી વખતે મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે
– રાત્રે સુવાના એકાદ કલાક પહેલાં 2 3 કેળા ખાવાથી ઊંઘ સારી આવી જાય છે
– રાત્રે સૂતા પહેલા જાયફળને દૂધ સાથે લેવાથી અનિંદ્રામાંથી છુટકારો મેળવી શકાય છે.
– આખા શરીરમાં તેલની માલિશ કરવાથી થાક દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે
– રાત્રે સૂતા પહેલા ગંઠોડાની રાબ પીવાથી પણ અનિંદ્રામાં ઘણો ફાયદો થાય છે.
– રાત્રે ભોજનમાં લસણ નાખેલી અડદની દાળ લેવામાં આવે તો એનાથી પણ ઘણા લાભ થાય છે
– પિત્તના કારણે રાત્રે ઊંઘ ન આવતી હોય તો રોજ પગના તળિયે ગાયના ચોખ્ખું ઘીથી માલિશ કરવી, આવું કરવાથી તમને પૂરતી ઊંઘ મળશે
– એરંડિયાના તેલના દિવાની જ્યોતિમાંથી બનાવેલી કાજલને આંખમાં લગાવવામાં આવે તો પણ સરસ ઊંઘ આવે છે
– રાત્રે સૂતા પહેલા ચા કે કોફી જેવા કેફી પદાર્થ ન લેવા, એ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે
– રાત્રે ખીચડી, રોટલી, ભાખરી જેવો ભારે ખોરાક લેવો, જેથી પેટ ભરેલું લાગી, ક્યારેક ખાલી પેટ હોય તો પણ ઊંઘ નથી આવતી
– રાત્રે સૂતા પહેલા શાંત સંગીત સાંભળવું, એ તમારી ઇન્દ્રિયોને શાંત કરવામાં મદદ કરે છે અને તમને સારી ઊંઘ આવી જાય છે.
-રાત્રે મોબાઈલ અને લેપ્ટોપના વધુ પડતા ઉપયોગને ટાળવો, ક્યારેક આ ગેજેટ્સ તમારી ઊંઘ હરામ કરી નાખે છે.
– સુતા પહેલા અડધો કિલોમીટર બને એટલી ઝડપે ચાલવું અને વળતી વખતે બને એટલું ધીમું ચાલવું આમ કરવાથી સારી ઊંઘ આવે છે
– કોકમનું શરબત પીવાથી પણ અનિંદ્રામાંથી રાહત મળે છે અને સારી ઊંઘ આવે છે
– ભેંસના દૂધમાં અશ્વગંધાનું ચૂર્ણ ભેળવીને લેવાથી અનિંદ્રા દૂર થાય છે.
– ખસખસ, સાકર અને મધને બરાબર ભેળવી લો, હવે આ ચૂર્ણ રોજ સુતા પહેલા ચાટવાથી સારી ઊંઘ આવી જાય છે
– અરડૂસીનાં પાનને દૂધમાં ઉકાળીને પીવાથી પણ સારી ઊંઘ મળે છે.
તો હવે જ્યારે પણ તમારે તમારી રાતો જાગતા જ પસાર કરવાનો વારો આવે ત્યારે ઉપરોક્ત ઉપાય જરૂરી અપનાવી જોજો. તમારી સમસ્યાનું ચોક્કસપણે નિરાકરણ આવી જ જશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.