ખરતા વાળને અટકાવવા માટે અજમાવો આ ઉપાય

આજકાલ આપણે જોઈએ છીએ કે વાળની સમસ્યાથી લોકો હેરાન છે બદલાતી લાઇફસ્ટાઇલ વધતા પ્રદુષણ અને જાતજાતની ટ્રીટમેન્ટથી વાળની સમસ્યા વધુ ગંભીર થઈ જાય છે. વાળ આપણી સુંદરતાનો મહત્વનો ભાગ છે જો એ સમય કરતાં પહેલા ખરવા લાગે તો આપણી સુંદરતા પર અસર પડે છે. ફકત એટલું જ નહીં વાળનું સફેદ થવું અને વાળ રુસ્ક થઈ જવાથી પણ તમારી સુંદરતા ઓછી થઈ જાય છે. એવામાં વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા બધા પૈસા ખર્ચી જાતજાતના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પણ એ તમારા વાળને વધુ નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ  વસ્તુનો ઉપયોગ કરીને તમે વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

ખરતા વાળને અટકાવવા માટે

ખરતા વાળને અટકાવવા માટે નો ઉપાય :

આમળા : 

સૌથી પહેલા બે ચમચી આમળા પાઉડરમાં લીંબુના 5-6 ટીપાં નાખીને પેસ્ટ બનાવો.

તમે આ પેસ્ટને તમારા સ્કાલ્પ અને વાળમાં સારી રીતે લગાવી દો.

આ પેસ્ટને લગાવીને લગભગ 25 થી 30 મિનિટ એને એમ ન રાખો જેથી પેસ્ટ વાળમાં સારી રીતે સુકાઈ જાય.

અડધા કલાક પછી એને શેમ્પૂથી ધોઈ લો, ધ્યાન રાખો કે આ પેસ્ટ વાળમાં રહી ન જાય.

ફાયદા :

આમળામાં રહેલા તત્વો તમાંરા સ્કાલ્પના છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે અને વાળને ખરતા રોકે છે. એ સિવાય લીંબુમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે તમારા વાળને બેક્ટેરિયા અને ધૂળના કણોથી બચાવશે એ સિવાય એમાં વિટામિન સી, કેરોટીન, એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે જે તમારી સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને વધારવા અને વાળના ગ્રોથમાં મદદ કરશે. ખરતા વાળને અટકાવવા માટે આમળા ખુબ જ ઉપયોગી છે.

નારિયેળ :

આના માટે સૌપ્રથમ નારિયેળને સારી રીતે પીસી લો.

પીસેલા નારિયેળને એક વાસણમાં નાખીને ઉકાળો.

ઊકળી ગયા પછી એને ઠંડુ થવા માટે રાખો પછી એમાં મરી અને મેથી નાખીને મિક્સ કરો.

આ મિશ્રણને તમારા વાળમાં અને સ્કાલ્પમાં લગાવીને લગભગ 30 મિનિટ રાખો.

30 મિનિટ રાખ્યા પછી એને શેમ્પૂથી ધોઈ લો.

ફાયદા :

એ તો તમે બધા જાણતા હશો કે નારિયેળ વાળ માટે કેટલું ફાયદાકારક હોય છે. એમાં મળી આવતા એન્ટી ફંગલ, ફેટી એસિડ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો તમારા વાળના ગ્રોથમાં આવતા અવરોધને દૂર કરશે અને સફેદ વાળથી પણ છુટકારો અપાવશે. તમે એમાં દૂધ અને એગ વ્હાઇટ નાખીને પણ તમારા વાળમાં લગાવી શકો છો.

ભૃંગરાજના છે ફાયદાકારક

bhringraj benefits

ભૃંગરાજ તેલનો ઉપયોગ ઘણીવાર હેર ગ્રોથ માટે કરવામાં આવે છે. એવું એમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ્સ અને એન્ટી માઈક્રોબિયલ ગુણોના કારણે થાય છે. એમાં વાળ અને સકલ્પને હેલ્ધી બનાવી રાખવો ગુણ મળી આવે છે.

ભૃંગરાજના તેલને 30 સેકંડ સુધી ગરમ કરો.

આ હુંફાળા તેલને સ્કાલ્પમાં સારી રીતે લગાવી દો.

15 મિનિટ સુધી માથામાં સારી રીતે મસાજ કરો.

તેલને વાળમાં લગભગ 30 મિનિટ સુધી રહેવા દો.

એ પછી માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ નાખો.

આ સિવાય બીજી પણ કેટલીક ટિપ્સ છે જેના થકી તમે તમારા વાળની માવજત કરી શકો છો

લાંબા વાળ કરવા માટે :

જો તમે લાંબા વાળ ઈચ્છો છો તો ઓછામાં ઓછા 8 થી 10 અઠવાડિયા પછી ટ્રીમિંગ જરૂર કરાવો. ટ્રીમિંગ કરાવવાથી વાળ જલ્દી વધે છે. પ્રદુષણ અને સૂર્યકિરણોથી વાળ ડેમેજ થઈ જાય છે, જેનાથી સ્પ્લિટ એન્ડ્સ થઈ જાય છે.આ સપ્લીટ એન્ડ્સ વાળને વધતા રોકે છે એટલે ટ્રીમિંગ કરાવતા રહેવું જોઈએ. ટ્રિમ કરાવવાથી સ્પ્લિટ એન્ડ્સ કપાઈ જાય છે અને વાળ વધવા લાગે છે.

લાંબા વાળ કરવા માટે

કન્ડિશનિંગ :

તમે ઘણીવાર જોયું હશે કે વાળના મૂળની સરખામણીએ નીચેના વાળ વધારે રુસ્ક અને બેજાન હોય છે..એનું મુખ્ય કારણ એ છે કે વાળના નીચેના ભાગને સારી રીતે પોષણ નથી મળતું. એટલે વાળને કન્ડિશન કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે એનાથી વાળ ડેમેજ થતા બચી જાય છે.

વાળમાં કાંસકો ફેરવો 

વાળમાં કાંસકો ફેરવો એટલુ જ જરૂરી છે જેટલું વાળમાં તેલ નાખવું. પણ એ માટે યોગ્ય કાંસકાનો ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે. કાંસકો ફેરવવાથી સકલ્પમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. સુતા પહેલા કાંસકો જરૂર ફેરવો. એનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળ પણ જલ્દી લાંબા થાય છે.

તો આજે તમે જોયું ને કે કઈ રીતે તમે તમારા વાળની માવજત રાખીને તમારા લાંબા વાળનું સપનું પૂરું કરી શકો છો, તો હવે સહેજ પણ સમય બગડ્યા વગર આજથી જ શરૂ કરી દો આ ટિપ્સ ફોલો કરવાનું. આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થઈ હશે

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment