ઘુટણ ની સમસ્યાઓને દૂર કરવા માટે અપનાવો આ ઉપાય

ઘૂંટણ ની સમસ્યા થી ઘણા લોકો પીડાતા હોય છે. ગોઠણ ની સમસ્યા અમુક ઉંમર પછી સામે આવે છે. પરંતુ એ યોગ્ય રહે છે કે તમે વેળાસર સચેત બનીને એના માટે ઉપાય અજમાવો. ગઢડા લોકો ની તકલીફ થવાથી આખી દિનચર્યાઅને લાઇફસ્ટાઇલ બગડી જાય છે. જો તમે પણ ઇચ્છો છો કે તમે પણ આ સમસ્યાથી દૂર રહો અથવા આ સમસ્યામાં રાહત મેળવી શકો તો આજે એના માટેના કેટલાક ઉપચાર અમે જણાવીશું. જેના દ્વારા ગોઠણ ના દુખાવા માટે છુટકારો મેળવી શકાય છે તો ચાલો જાણીએ વિશે.

ઘુટણ ની સમસ્યા થી ઘણા લોકો પીડાતા હોય છે. જેના માટે ઘણા પ્રકારની દવાઓનો અને ગોળીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એ સિવાય તમે ઘણા ઘરેલુ ઉપચાર અપનાવીને પણ એમાંથી રાહત મેળવી શકો છો.

ઘુટણ ના દુખાવા નો ઈલાજ

ઘુટણ ના દુખાવા નો ઈલાજ :-

ગરમ અને ઠંડા પદાર્થ નુ દબાણ : 

ગરમ અને ઠંડા બંને પ્રકારના દબાણ એન્ટી એંફ્લેમેટ્રી ના રૂપમાં કામ કરે છે. ગરમીએ માંસપેશીઓને આરામ આપે છે. અને વધુ સારા પરિણામ મેળવવા માટે ગરમ પાણીની બોટલ અથવા ગરમ પાણીના પેડ નો ઉપયોગ કરી શકાય છે.

એ સિવાય ઘૂંટણના સોજા ને ઉતારવા માટે તમે બરફ નો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે તમે આઇસ ક્યુબની કપડામાં લપેટીને પ્રભાવિત ભાગ પર લગાવી શકો છો. આવું કરવાથી તમને ઘુટણ ની સમસ્યાઓ માં રાહત મળે છે.

તુલસી : 

તુલસી ને પણ અર્થરાઈટિસમાં ફાયદાકારક માનવામાં આવે છે. જેમાં એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટી સ્પામોડિક ગુણો રહેલા છે. તુલસી ઘૂંટણ ના દર્દ અને ગઠીયા ની સમસ્યામાં રાહત અપાવે છે. એના માટે તમે દિવસમાં ત્રણથી ચાર વાર તુલસીની ચા પી શકો છો.

હળદળ : 

હળદરની જાદુઈ મસાલો માનવામાં આવે છે. એના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. હળદરમાં એંટી ઓક્સીડેંટ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે. એમાં કરક્યુમિન પણ રહેલું છે. જે અર્થરાઈટીસ દૂર કરવામાં મદદ કરે છે. આ ઘૂંટણ ના દર્દ ના કારણો માંનું એક છે. એમાં રાહત મેળવવા માટે અડધી ચમચી પીસેલું આદુ અને હળદરને એક કપ પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ ગાળી લેવું એમાં સ્વાદ પ્રમાણે મધ મિક્ષ કરવું. આને તમે દિવસમાં બે વાર પી શકો છો.

આદુ : 

આદુ માં એન્ટી ઇનફલેમેટરી કમ્પાઉન્ડ રહેલું છે. જે ઘૂંટણના સોજા ને ઉતારવામાં મદદ કરે છે. એના માટે આદુના તેનો ઉપયોગ કરી શકાય છે. એ સિવાય આદુની ચા પણ પી શકાય છે. બીજા પ્રયોગમાં તમે ગરમ પાણીમાં આદુ, મધ અને લીંબુ ભેળવીને પી શકો છો. દુખાવો ઓછો થાય ત્યાં સુધી દિવસમાં બેથી ત્રણ વાર આ પાણી પી શકો છો.

લસણનું સેવન : 

વિશેષજ્ઞનો પણ માને છે કે લસણ અને ડુંગળી માં એવા તત્વો રહેલા છે જે ઘુટણ ના દુખાવાને ઓછો કરે છે. આ બન્ને વસ્તુઓ નિયમિત સેવન કરવાથી ઘુંટણના દુખાવાની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.

વિટામિન E : 

વિટામિન E ઘુટણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને બદામમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ ઘુટણ ના દુખાવાની અને ગઠિયાની સમસ્યામાં મદદગાર સાબિત થાય છે. બદામ સિવાય માછલી અને મગફળીમાં પણ પર્યાપ્ત માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું છે.

પપૈયું : 

પપૈયામાં વિશાળ માત્રામાં વિટામિન C રહેલું છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને તો વધારે જ છે પરંતુ એની સાથે ઘૂંટણના દુખાવામાં પણ ઘણી રાહત અપાવે છે.

એસેન્શિયલ ઓઈલ : 

એસેન્શિયલ માલિશ કરવાથી પણ ઘુટણ ના દુખાવા માં રાહત મળે છે. ઘણા અધ્યયન અનુસાર આદુ અને સંતરાના ઍસેન્સિયલ ઓઇલ ઘુટણ ના દુખાવામાં છુટકારો અપાવવામાં ઘણા ફાયદાકારક સાબિત થાય છે.

એપલ સાઇડર વિનેગર : 

એક ગ્લાસ પાણીમાં ઍપલ સાઇડર વિનેગર નાખીને પીવાથી પણ ના દુખાવામાં રાહત મળે છે. આ સિવાય બ્રોકલી ખાવાથી પણ ગઠીયા માં રાહત મેળવી શકાય છે. બ્રોકલીમાં પરિવાર તત્વો રહેલા છે લાંબા સમય સુધી ઘૂંટણ જાળવી રાખે છે.

તો આ બધા ઉપચારોનો ઉપયોગ કરીને તમે ઘૂંટણના દુખાવામાં અને ગઠીયા માં રાહત મેળવી શકો છો અમને આશા છે કે આજના ઘરેલુ ઉપાય આપને જરુર થી પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment