આયુર્વેદનો બેસ્ટ ઈલાજ જરૂર જાણો શેર કરી દરેક ને જરૂર જણાવો

સતત દોડતી આ દુનિયામાં અમુક વસ્તુ ભૂલી જવી એ સામાન્ય વાય છે. હાલમાં જ મળેલા કોઈ વ્યક્તિનું નામ ભુલી જવું, વસ્તુઓ ક્યાંક મૂકીને પછી એ સરળતાથી ન મળવી આ રીતની સમસ્યાઓનો સામનો આપણે બધા જ કરતા હોઈએ છીએ પણ જો આ સમસ્યા દિવસમાં ઘણીવાર થવા લાગે તો એને સામાન્ય ન ગણી શકાય. યાદશક્તિ નબળી થવાના કારણે જો તમારી રોજબરોજની જિંદગી પર અસર થવા લાગે તો આ પ્રકારની સમસ્યાને અવગણવી ન જોઈએ

તમને જણાવી દઈએ કે નબળી યાદશક્તિની સમસ્યાના ઘણા કારણ હોઈ શકે છે. ખાણીપીણીમાં ઉણપ, ખરાબ લાઇફસ્ટાઇલ અને મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી તકલીફોમાં લોકોની યાદશક્તિ નબળી થઈ શકે છે. જો લાઇફસ્ટાઇલમાં અમુક આદતો સુધારી કહેવામાં આવે તો આ તકલીફને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે

જો કે યાદશક્તિ નબળી થઈ જાય એમાં કઈ ગભરાવા જેવું નથી પરંતુ જો વારંવાર એવું થવા લાગે તો તમારે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એકસપર્ટના જણાવ્યા પ્રમાણે અમુક એક્ટિવિટી કરવાથી તમારું મગજ સ્વસ્થ રહે છે ને સાથે યાદશક્તિ પણ તેજ બને છે

વિટામિન બીનું ધ્યાન રાખો

જો તમારી યાદશક્તિ પણ નબળી થઈ રહી છે તો વિટામિન બીનું ખાસ ધ્યાન રાખો. તમારા ભોજનમાં વિટામિન બી12 અને બી9થી ભરપૂર આહારનો સમાવેશ કરો જે તમારા શરીરને એનર્જી મળશે અને તમે સ્પીડમાં કામ કરી શકશો. સાથે જ તમારું મગજ પણ એકદમ તેજ થઈ જશે

પોલીફીનોલનું ધ્યાન રાખો

પોલીફીનોલ બ્લુ બેરી, કોકો પાઉડર, બ્લેક બેરી, ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી અને જાંબુમાંથી મળી આવે છે. જે તમારા મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આ તત્વ મગજને તેજ બનાવી શકે છે..

ઑમેગા 3

ઓમેગા 3 પણ મગજને તેજ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. પોલીફીનોલની જેમ એ પણ તમારા મગજને તેજ બનાવી શકે છે. આ બધા તત્વો ભેગા મળીને તમારી ન્યુરોઈન્ફ્લેમેશનને મેનેજ કરે છે, જેના કારણે તમારી યાદશક્તિમાં સારી બને છે

મેગ્નેશિયમ તેજ બનાવશે યાદશક્તિ

જો તમે તમારા આહારમાં મેગ્નેશિયમ યુકત આહારનો સમાવેશ કરો છો તો તમારું મગજ એકદમ તેજ બની શકે છે. તમને જણાવી દઈએ કે એમાં એન્ટી સ્ટ્રેસ મિનરલ છે જે યાદશક્તિને સુધારે છે. મેગ્નેશિયમ તમને લીલા પાંદડાવાળા શાકભાજી, આખા અનાજ, સોયાબિન, દૂધ અને બદામમાંથી મળી આવે છે…

મગજની એક્સરસાઇઝ કરો

જેમ શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે એક્સરસાઇઝ જરૂરી છે તેમ મગજને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે એક્સરસાઇઝ જરૂરી હોય છે. મગજની કસરત માટે તમે કોયડા, પઝલ્સ, ચેસ અને એવી જ અન્ય બોર્ડ ગેમ્સ રમી શકો છો

એસિટીલ એલ કાર્નેટીનનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે એસિટિલ એલ-કાર્નેટીન એ શરીરના કોષમાં જોવા મળતા એમિનો એસિડનો એક પ્રકાર છે. એ એનર્જી માટે ખૂબ જ સારું હોય છે. પણ એના સેવન પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે

એક્સરસાઇઝ છે ખૂબ જ જરૂરી

શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે માનસિક સ્વાસ્થ્ય માટે તમારે નિયમિત રીતે મેડિટેશન કરવું જોઈએ, એ તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે
સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી

યાદશક્તિ નબળી થઈ હોય તો સારી ઊંઘ તમને એ તકલીફમાંથી છુટકારો અપાવી શકે છે. જે લોકોને બધુ ભૂલી જવાની સમસ્યા રહેતી હોય એમને પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. માણસે રાત્રે સાત થી નવ કલાકની ઊંઘ લેવી જ જોઈએ. જો કે ધ્યાન રાખો કે જો ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ઊંઘ આવી જાય એ માટે દવાનો સહારો ન લો. એ વધુ નુકસાનકારક બની શકે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

તો હવે જો તમારી પણ યાદશક્તિ નબળી થઈ ગઈ હોય તો તમે અમે જણાવેલ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment