એસિડિટી ,લોહીની ઉણપ હાડકામાં મજબૂતી અનેક રોગોમાં અસરકારક છે આનું સેવન

આજના લેખમાં આપણે વાત કરવાના છીએ સૂકી દ્રાક્ષની. તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી વિશેષ આયુર્વેદિક ફાયદા મળે છે. આયુર્વેદમાં પણ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને એનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણવામાં આવ્યું છે. સૂકી દ્રાક્ષ અને તેનું પાણી પણ આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરવાથી તેમાં રહેલા શુગરનું પ્રમાણ ઓછું થાય છે, માટે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે.

સૂકી દ્રાક્ષ માં રહેલા પોષક તત્વોની વાત કરવામાં આવે તો, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને વિટામિન સી જેવા મહત્વના તત્વો રહેલા છે. અનુકૂળતા પ્રમાણે તમે સુકી લાલ કે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો. જે લોકોને શરીરમાં નબળાઈ રહેતી હોય તેવા લોકોએ સૂકી દ્રાક્ષ નું પાણી પીવું જોઈએ. એનાથી ફાયદો મળે છે. તો ચાલો સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવાના વિશેષ ફાયદા વિશે જાણીએ.

લોહીની ઉણપ દૂર કરે છે 

શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોએ નિયમિત એક ગ્લાસ દ્રાક્ષના પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત એક અઠવાડિયા સુધી આ પાણી પીવાથી લોહીની ઊણપ દૂર થાય છે, અને એનીમિયા ની સમસ્યાથી પણ છુટકારો મળે છે. સૂકી દ્રાક્ષના પાણીમાં રહેલ વિટામિન્સ અને વિશેષ તત્ત્વ શરીરમાં લાલ રક્ત કોશિકાઓનો વધારો કરે છે, અને શરીરમાં રહેલી લોહીની ઉણપને દૂર કરે છે.

હ્રદયને સ્વસ્થ રાખે છે 

હૃદયને નીરોગી અને સ્વસ્થ રાખવા માટે દ્રાક્ષનું પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ પાણી કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખવાની સાથે બ્લડ પ્રેશર અને હ્રદયરોગ સામે પણ રક્ષણ આપે છે. સૂકી દ્રાક્ષના આ પાણીનું સેવન કરવાથી શરીરને આખો દિવસ ઊર્જા મળી રહે છે. કારણ કે, તેમાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝનું પ્રમાણ ખૂબ સારી માત્રામાં રહેલું હોય છે.

આંખોની રોશની વધારે છે 

આંખોની દૃષ્ટિ જાળવી રાખવા માટે સૂકી દ્રાક્ષ નું પાણી ફાયદાકારક છે. નિયમિત દ્રાક્ષ ના પાણીનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સારી બને છે, અને જો તમને આંખો નંબર વધારે હોય તો તેમાં પણ ઘટાડો થાય છે. સૂકી દ્રાક્ષ ના પાણીનું સેવન કરવાથી શરીરનું વજન ઘટે છે. માટે વજન ઘટાડવામાં પણ તે સહાયક બને છે.

હાડકા મજબૂત બનાવે છે 

સૂકી દ્રાક્ષ નું પાણી પીવાથી હાડકાં મજબૂત બને છે. દ્રાક્ષમાં કેલ્શિયમનું પ્રમાણ સારી માત્રામાં રહેલું હોવાથી હાડકા મજબૂત બનાવવાની સાથે દાંતને પણ તંદુરસ્ત રાખે છે.

એસિડિટીને દૂર કરે છે

એસીડીટીની સમસ્યા હોય તો સૂકી દ્રાક્ષનું પાણીનું સેવન કરવાથી ફાયદો મળે છે. આ પાણી પીવાથી એસીડીટીની સમસ્યાથી છુટકારો મળે છે, સાથે ગેસની સમસ્યા પણ દૂર થાય છે અને આ પાણી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ બને છે.

લીવરને સ્વસ્થ રાખે છે 

લિવરને સ્વસ્થ રાખવા સૂકી દ્રાક્ષ નું પાણી અસરકારક સાબિત થાય છે. આ પાણીનું નિયમિત સેવન કરવાથી લોહીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત લિવર સંબંધીત સમસ્યાઓથી બીમારી દૂર થાય છે. જે લોકોનું લીવર યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ હોતું નથી તેવા લોકોએ દ્રાક્ષના પાણીનું સેવન કરવું જોઈએ. જો તમને લીવર સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો, ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

લોહી શુદ્ધ કરે છે 

લોહી શુદ્ધ કરવા માટે પણ દ્રાક્ષનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. આ પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે અને ત્વચાના રોગોથી છુટકારો મળે છે. સૂકી દ્રાક્ષ ના પાણી માં પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું હોવાથી તે પાણી પીવાથી શરીરના ટોક્સીક પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે. તેનાથી કિડની સ્વસ્થ રહે છે. સૂકી દ્રાક્ષમાં રહેલા ફાઈબર તત્વો પેટની સફાઈ કરે છે અને ગેસ જેવી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.

દ્રાક્ષ નું પાણી બનાવવાની રીત 

દ્રાક્ષ નું પાણી બનાવવા માટે થોડી સુકી લાલ અથવા કાળી દ્રાક્ષને સાફ કરવી લેવી. ત્યારબાદ એક ગ્લાસ હૂંફાળું પાણી લઈને દ્રાક્ષ ને રાત્રે પલાળી દેવી. સવારે ઊઠીને તેને ગાળી લેવું. આ પાણીને નવશેકુ ગરમ કરવું. ત્યાર બાદ આ દ્રાક્ષ અને સવારે ખાલી પેટે ખાવી અને પાણીને પી જવું. જો સુકી કાળી દ્રાક્ષ લેવામાં આવે તો વધુ ગુણકારી નીવડે છે.

આ રીતે નિયમિત સૂકી દ્રાક્ષ ના પાણીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment