બ્રશમાં ફક્ત આ એક વસ્તુ લગાવીને બ્રશ કરવાથી દાંત થઈ જશે દૂધ જેવા સફેદ

આજના સમયમાં મોટાભાગે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એમાં મોટા ભાગના લોકોને દાંતની સમસ્યા હોય છે.ચોખ્ખા દાંત એ સારી પર્સનાલિટીની નિશાની છે. પરંતુ ઘણા લોકોને દાંત પીળા પડી જવાની સમસ્યા રહેતી હોય છે. કોઈ વ્યસન જેવા કે તમાકુ, બીડી, સિગારેટ, સોપારીના કારણે દાંત પીળા થઇ જાય છે તો કેટલાક લોકોને વધુ પડતી ચોકલેટ ખાવાથી પણ આ સમસ્યા ઉદભવે છે. ઘણા લોકોનું શરીર એવું હોય છે કે એમને કોઈપણ વ્યસન ના હોવા છતાં પણ દાંતમાં પીળાશ આવવાની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે સૌથી વધુ લોકો પરેશાન રહે છે. આ માટે દરરોજ હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહે છે, પરંતુ એનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. આજે અમે તમને એના વિશેની ખાસ કેટલીક માહિતી આપીશું.

હકીકતમાં એમાં કોઈ શંકા નથી ચહેરાની સુંદરતા માટે આપણે ઘણી બધી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને ઘણા ઉપચાર કરીએ છે પરંતુ કદાચ એ લોકો જાણતા નથી કે, તેની સુંદરતાની સાથે સાથે દાંત પણ સ્વચ્છ અને સફેદ હોય તે જરૂરી છે. કારણ કે વાત કરતી વખતે હસતી વખતે આપણા દાંત સૌથી પહેલા દેખાય છે.

એ સમયે જો દાંત પીળા અને ગંદા દેખાય તો બીજા લોકોની સામે આપણે શરમાવું પડે છે. એમ જ કેટલાક લોકો જેમ ગુટકા અને તમાકુ વગેરે નું સેવન કરતા હોય છે. જે શરીરની સાથે-સાથે દાંત માટે પણ ખૂબ જ ખતરનાક છે. આ કારણે પણ દાંત પીળા પડી જાય છે. એના માટે આજે અમે એક ઘરેલું, રામબાણ ઉપાય જણાવીશું.

દાંતની પીળાશ

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અને ઘરેલૂ નુસખા છે. આપણાં રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોય છે. તેમાંથી લીંબુ અને ખાવાનો સોડા પણ આ ઉપચારમાં કામ લાગે છે. જેનો ઉપયોગ કરીને આપણે આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.

ઉપયોગ કરવાની રીત 

દાંત સાફ કરતી વખતે થોડા ખાવાના સોડા માં પાંચથી છ ટીપાં લીંબુનો રસ મિક્સ કરવો. ત્યારબાદ આ પેસ્ટને કોલગેટ સાથે બ્રશ કરવું. સતત પાંચ દિવસ આ ઉપાય કરવાથી દાંત દૂધની જેમ ચમકવા લાગશે.

આ સિવાયના દાંતની પીળાશ દૂર કરવાના કેટલાક અન્ય અસરકાર ઉપાય વિશે જાણીએ.

દાંતની પીળાશ દૂર કરવા માટે 

લીંબુ અને સિંધવ મીઠું 

લીંબુના છોતરામાં સિંધવ મીઠું મિક્સ કરીને દાંત ઉપર ઘસવામાં આવે તો દાંત સફેદ બને છે. દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે, કારણ કે લીંબુની અંદર વિટામિન સી રહેલું છે અને મીઠું ગંદકી સાફ કરે છે. જેના કારણે થોડા જ દિવસમાં તમને ફરક જોવા મળશે.

હળદર 

અડધી ચમચી હળદરમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવીને, બ્રશ દ્વારા કે આંગળીથી તે દાંત ઉપર ઘસવામાં આવે તો દાંતમાં રહેલી પીળાશ દૂર થાય છે.

કેળું 

દાંતને સફેદ કરવા માટે કેળું પણ ખુબ જ ઉપયોગી છે. કારણ કે કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગઝીન વધારે પ્રમાણમાં હોય છે. જે દાંતને સફેદ બનાવવાની સાથે મજબૂત પણ બનાવે છે. તમારે માત્ર પાકા કેળાની છાલનો અંદરનો ભાગ લઈ બે કે ત્રણ મિનિટ સુધી પોતાના દાંત ઉપર ઘસવાનો છે. થોડા દિવસમાં જ ફરક દેખાઈ આવશે.

નારિયેળનું તેલ 

નારિયેળ તેલના ઘણા ફાયદા છે. નારિયેળમાં રહેલું લોરિક એસિડ દાંત ઉપર જામી ગયેલા ક્ષારને દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળના એક ચમચી તેલને મોઢામાં 1-2 મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો, પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.

ખાવાનો સોડા અને મીઠું 

ખાવાનો સોડા એક ચમચી લઇ તેમાં થોડું મીઠું ઉમેરી પાણી નાખી અને પેસ્ટ બાનવી દાંત ઉપર લગાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે. આ પેસ્ટને 1 થી 2 મિનિટ સુધી દાંત ઉપર લગાવવાથી દાંત ઉપર રહેલી પીળાશ તેમજ દાગ, ધબ્બા દૂર થાય છે.

લાકડાનો કોલસો 

અત્યારે બજારમાં કોલસા વાળી ટૂથપેસ્ટ પણ મળે છે. જે દાંતને ચમકાવવાનું કામ કરે છે પરંતુ તમે પણ ઘરે ચુલ્હામાં રહેલા કોલસાને દાંત ઉપર લગાવશો તો દાંત મોતીઓની જેમ થોડા જ સમયમાં ચમકવા લાગશે. કોલસાનો ઝીણો ભુક્કો કરી આંગળીની મદદથી હળવા હાથે 1 કે 2 મિનિટ સુધી ઘસવું. રોજ આ ઉપાય તમારા દાંતને સ્વચ્છ અને સાફ રાખે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આ લેખની માતા પણ માહિતી તમે જરુર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment