Health Tips ઉપયોગી એવી ઘરગથું ટિપ્સ જે તમે કદાચ જાણતા નહિ હોય

Health Tips ઠંડી ઋતુમાં વાતાવરણમાં બદલાવ થવાને કારણે આપણા શરીર પર વિપરીત અસર પડતી હોય છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શરદી હોય ત્યારે નાક બંધ થઇ જતું હોય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે.

બંધ નાક માટે :

એના ઉપચાર માટે દિવેલના ચાર – ચાર ટીપા બંને નાકમાં નાંખવા જોઈએ. ઉપરાંત દિવેલમાં કપૂર નાખી ને એના બે ટીપાં નાકમાં નાખવામાં આવે તો બંધ નાક ખુલી જાય છે. એમજ નીલગીરીના રસનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જાય છે.

સફરજનનો રસ અને કેળાનું સેવન કરવામાં આવે તો અસ્થમા અટકે છે. એ ઉપરાંત છાશમાં એક ચમચી સૂંઠ મિક્સ કરીને પીવામાં આવે ડાયેરિયામાં રાહત મળે છે. બે ચમચી મેંદાને થોડાક દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવીને પીઠ ઉપર લગાવવી. દસ મિનિટ રહેવા દેવું ત્યાર બાદ તેને ધોઈ લેવું. એ રીતે ખભા પર અને પીઠ પર જામેલો મેલ દૂર થઈ જાય છે અને ત્વચા સાફ થાય છે.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે નખમાં દેખાતા સફેદ દાગ એ કેલ્શિયમની નહીં પરંતુ, પ્રોટીનની ઉણપ ની નિશાની છે.

વજન ઘટાડવા માટે 

વિનેગર નો ઉપયોગ થી વજન ઘટે છે પરંતુ, લોહીમાં રહેલી સુગરને પણ ઓછી કરે છે. ઉપરાંત અપચાની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

કફ 

રોજ રાત્રે તાંબાના કળશમાં પાણી ભરીને એમાં તુલસીનાં ચાર-પાંચ પાન તોડીને નાખવા. નરણા કોઠે આ પાણી પીવામાં આવે તો આંખોની તકલીફ, કુષ્ઠરોગ, વાયુ, માથાનો અને કફ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

મેકઅપ કરતાં પહેલાં 

મેકઅપ કરતાં પહેલાં હાથ અને બરાબર ધોઈ લેવા, બીજાનો મેકઅપ ક્યારેય વાપરવો જોઈએ નહીં, ચહેરો સાફ કર્યા બાદ મેકઅપ કરવામાં આવે તો મેકઅપ સારો ઊઘડે છે.

જાવંત્રી નું સેવન કરવાથી પાચન શક્તિમાં વધારો થાય છે, ઉપરાંત મોઢાની દુર્ગંધ દૂર કરીને મોઢાને ખુશ્બુદાર બનાવે છે. જો તેને માથામાં લગાવવામાં આવે તો શરદી મા થતા દુખાવામાંથી છુટકારો મળે છે.

ચહેરા પરના ખીલના ડાઘને દૂર કરવા માટે

ચહેરા પરના ખીલના ડાઘને દૂર કરવા માટે કેરીના ગોટલીના ટુકડા પથ્થર પર ઘસી ને એની પેસ્ટ બનાવીને ચોપડવાથી મોઢા પરના ડાઘ ઓછા થઈ જાય છે.

ઉધરસ

નાના બાળકને જ્યારે ખૂબ જ ઉધરસ આવે ત્યારે અનેક છાતીમાં કફ જામી ગયો હોય ત્યારે નાગરવેલનાં પાનને બાળકની છાતી પર મૂકીને કપડાં થી શેક કરવો. આ ઉપાય કરવાથી છાતી માં જમા થયેલો કફ છૂટો પડી જાય છે, આ ઉપાયથી ઉધરસ પણ બેસી જાય છે. ઉપરાંત ગરમ પાણી પીવું પણ ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે નિયમિત વધુ પડતા હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હો તો ચેતી જવું જરૂરી છે. એનાથી તમારા વાળ ખરાબ થઈ શકે છે.

બદામ પિસ્તા અને અખરોટ ની પેસ્ટમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરવો જોઈએ. આ પેસ્ટ ઉત્તમ સ્ક્રબ છે. એનાથી ચહેરા પરના મૃત કોષો દૂર થાય છે. ગ્લિસરીન માં લીંબુ નીચોવીને ચહેરા પર લગાવવામાં આવે તો જરા નો મેલ દૂર થાય છે અને કુદરતી ચમક બની રહે છે. એના માટે એને ચહેરા પર થોડી વાર લગાવી રાખવું ત્યાર પછી રગડીને કાઢી નાખવું.

છાતીમાં બળતરા થતી હોય તો પા ભાગ પાણીમાં લીંબુ નીચોવીને પીવું જોઈએ. એનાથી તાત્કાલિક રાહત મળે છે.

વાળની સુંદરતા માટે

શિયાળાની ઋતુમાં આમળાં નિયમિત સેવન કરવાથી પેટની અનેક સમસ્યાઓ દૂર થાય છે. સાથે વાળની સુંદરતા માટે પણ આમળા ખૂબ જ ફાયદાકારક છે. આમળાનું નિયમિત સેવન કરવાથી આંખોનું તેજ વધે છે.

કબજિયાત

પપૈયા નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. ઉપરાંત ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એનાથી ત્વચા નિખરી ઉઠે છે. વાળ પણ મજબૂત બને છે. પપૈયુ ખાવાના અને ગણા ફાયદા છે.

શરીર દુર્ગંધ દૂર કરવા માટે

શરીરની દુર્ગંધ દૂર કરવા માટે સ્નાન કરવાના પાણીમાં બે ચમચા વિનેગર અને એક નાની ચમચી લીંબુનો રસ નાંખી દેવો જોઈએ. આ ઉપાય કરવાથી શરીરની દુર્ગંધથી છુટકારો મળે છે. ઉપરાંત ત્વચા મુલાયમ બને છે.

નિયમિત તેલ માલિશ કરવામાં આવે તો મેદસ્વિતાથી છુટકારો મળે છે. જ્યારે દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

નોંધ :મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

આજના લેખ દ્વારા અમે તમારા સુધી ખૂબ જ ઉપયોગી અને જરૂરી એવી માહિતી પહોંચાડી છે. તો અમને આશા છે કે, માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment