50 વર્ષની ઉંમરે 25 વર્ષના દેખાવું હોય તો સવારે ઉઠીને કરો આ 3 કામ

ઉંમર વધવાની સાથે કાયમ સુંદર દેખાવાની દરેકની ચાહ હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ ની ઉંમર વધવાની સાથે પણ સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંડે છે પરંતુ આજનું પ્રદૂષિત વાતાવરણ અને ખરાબ જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતો ત્વચાની કુદરતી ચમક દૂર કરી દે છે.

ત્વચા પરની ચમક ઓછી થવાની સાથે જ ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. એનાથી મહિલાઓની સુંદરતામાં ઘટાડો થાય છે પરંતુ મહિલાઓ ત્વચાની ચમક અને સુંદરતા ઓછી ન થાય અને કરચલીઓ થી બચવા માટે ઘણા બધા પ્રકારનાં બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

પરંતુ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટથી ચમક થોડા સમય માટે જળવાઈ રહે છે ત્યાર પછી ત્વચા પહેલા જેવી થઈ જાય છે, ઉપરાંત આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચાને લાંબા સમયે નુકસાન પણ પહોંચે છે. કારણ કે તેમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે પરંતુ જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે સુંદર અને ચમકદાર બનાવવા માંગતા હોય એના માટે તમારે ત્રણ કામ કરવા જોઈએ એ 3 કામ આજે અમે તમને જણાવીશું.

પહેલું કામ – જીવો ત્યાં સુધી યુવાન અને સુંદર ત્વચા રાખવા માટે સૌથી પહેલા સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ. સવારે નવશેકું ગરમ પાણી પીવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. સવારે ઉઠતાની સાથે પાણી પીવાથી ત્વચા પર કુદરતી ચમક જળવાઈ રહે છે સાથે સાથે જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેમના માટે પણ આ ખુબ જ ફાયદાકારક છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગરમ પાણી શરીરમાં શારીરિક કાર્યો સુધારવાની મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત સવારે ગરમ પાણી પીવાથી શરીર સારી રીતે ડિટોકસ થાય છે. જેથી શરીરમાં રહેલા ઝેરી કચરો દૂર થાય છે. જેના કારણે પેટ અને બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે. દરરોજ આ પ્રયોગ કરવાથી સવારે તમારા ચહેરા પર કુદરતી ચમક જળવાઈ રહે છે. વૃદ્ધાવસ્થામાં પણ તમે યુવાન દેખાઈ શકો છો.

બીજું કામ – સવારે ઉઠતાની સાથે પાણી પીધા પછી તમારે બીજું કંઈ કરવાનું છે કે રસોડામાં કામ કરતી વખતે અથવા બીજું કોઈ પણ કામ કરતી વખતે તમારા ચહેરા પર હળદર થી બનેલો ફેસપેક લગાવવો જોઈએ.

એ માટે દરરોજ સવારે સ્નાન કરતા પહેલા 1 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દૂધ અને ચપટી હળદર મિક્ષ કરીને પેસ્ટ બનાવી ને લગાવવી આ પેસ્ટને લગાવીને ઘરનું કામ કરવું અથવા તો અન્ય કામ કરવું જોઈએ એટલે થોડા સમય સુધી આ પેસ્ટને લગાવીને રહેવા દેવી.

જ્યારે આ પેસ્ટ થોડી સૂકાય જાય ત્યાર પછી ધીરે ધીરે માલીશ કરતા કરતા એને દૂર કરવી જોઈએ ત્યારબાદ સ્નાન કરતી વખતે તમારા ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લેવું જોઈએ. દરરોજ આ ઉપાય કરવાથી તમારા ચહેરા પર કુદરતી ચમક જળવાઈ રહે છે, ઉપરાંત તમે પહેલાં કરતાં પણ વધુ સુંદર અને યુવાન દેખાવા લાગો છો.

હળદરમાં એંટી ઓક્સીડેંટ ગુણધર્મ રહેલા છે જે ત્વચામાં ગજબની ચમક લાવે છે, અને દૂધ લેક્ટિક એસિડ ભરપૂર હોય છે. જે ત્વચાને કુદરતી નામ જાળવી રાખે છે.

ત્રીજું કામ – તમારે સ્નાન કરતી વખતે કરવાનું છે આ કામમાં તમારી સ્નાન કરતી વખતે સ્નાનના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી દેવો જોઇએ. એટલે કે ન્હાવા ના પાણીમાં લીંબુનો રસ નાખવો જોઈએ. આ કામ કરવા સવારે કરવાથી ત્વચામાં ચમક તો આવે જ છે પરંતુ આખો દિવસ એનર્જી થી પણ ભરપૂર રહેવાય છે. આ ઉપરાંત ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે. કારણ કે લીંબુમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ રહેલા છે.

લીંબુ પાણી નિયમિત સ્નાન કરવાથી ત્વચાની કરચલીઓ દૂર થવા લાગે છે અને તમારી વધતી ઉંમર પણ દેખાતી નથી. ઉપરાંત લીંબુ રહેલા સાઈટ્રિક એસિડ બ્લીચીંગ એજન્ટ તરીકે કામ કરે છે. આ શરીરમાં રહેલા ડાઘ પણ દૂર કરે છે.

તો આ લેખમાં જણાવેલ ત્રણ સ્ટેપ જો તમે દરરોજ નિયમિત કરશો તો હંમેશા યુવાન અને સુંદર દેખાઈ શકો છો. અમને આશા છે કે, આજના લેખની આ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment