ઝડપથી વજન ઘટાડવા માટેનો અત્યારે સુધીના સૌથી સફળ ઉપાય

વજન ઘટાડવા આજના સમયમાં મોટાપો સામાન્ય સમસ્યા બની ગઈ છે. માટે વજન વધવાને કારણે શરીરમાં નાની-મોટી બીમારીઓ થવાનો ભય વધુ રહેતો હોય છે. મોટાપાને ઘટાડવા માટે લોકો જુદા જુદા પ્રયોગો અજમાવતા હોય છે.

મોટાભાગે ઘણા લોકો બધા જ પ્રયત્ન કરી ચુક્યા હોય છે પરંતુ કોઈ રિઝલ્ટ મળતું નથી. જેના કારણે તેઓ થાકીને પોતાના શરીર પર ધ્યાન આપવાનું બંધ કરી દેતા હોય છે. પરંતુ જો વજન ઘટાડવું હોય તો મન મક્કમ રાખવું અને ધીરજ રાખવી એ ખૂબ જરૂરી છે. આપણે આપણી આસપાસ એવા ઘણા બધા લોકો એવા હોય છે, જે વજન ઘટાડવા માટે થોડા દિવસો સુધી ખૂબ મહેનત કરતા હોય છે. ત્યારબાદ હિંમત હારીને પડતું મુકી દેતા હોય છે. જેના કારણે તેમનું વજન પહેલાં કરતાં બમણું થઇ જાય છે. માટે આજે આપણે એવી વજન ઘટાડવા માટેની અસરકારક કેટલીક ટિપ્સ વિશે જાણીશું.

– બને એટલું દિવસ દરમિયાન વધુ માત્રામાં પાણી પીવું. બની શકે તો દિવસમાં ઓછામાં ઓછું 4 વાર હુંફાળું પાણી પીવું જોઈએ. જો એ પણ શક્ય હોય તો સવારે નરણા કોઠે મધ અને લીંબુ ના મિશ્રણ વાળુ પાણી પીવું જોઈએ.

weight-loss

– સવારમાં કારેલા ગાજર, દુધીનું જ્યુસ લેવુ આ બધું જ્યૂસ મિકસ કરીને પણ તમે લઇ શકો છો. અથવા તો રોજ અલગ-અલગ આ રીતે પણ આ જ્યુસ લઈ શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે દૂધી કડવી હોય તો એનું દૂધ ક્યારે પીવું જોઈએ નહી.

– કોઈપણ ફ્રૂટ નું જ્યુસ પીવાના બદલે આખું ફ્રૂટ ખાવું જોઈએ. કારણ કે આખું ખાવાથી તેના બધાં જ પોષક તત્વો પ્રાપ્ત થાય છે.

– રોજ નિયમિત રીતે 30થી 40 મિનિટ ઝડપથી ચાલવું અથવા દોડવું. નિયમિત યોગાસન, હળવી કસરત, પ્રાણાયામ કરવા જોઈએ.

– ભોજનમાં બને એટલું વધું સલાડનો ઉપયોગ કરવો જોઈએ. સલાડમાં તમે કોબીજ, બીટ, ગાજર, કાકડી ટામેટા, ફણગાવેલા કઠોળ, બાફેલી મકાઈ લઈ શકો છો. ઉપરાંત તમે કારેલાના રસ લઈ શકો છો. તે કેલરીના લેવલને નીચું કરે છે, સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

– વજન ઘટાડવા માટે આથાવાળી વસ્તુઓ અને મસાલા વાળી વસ્તુઓ, ઉપરાંત ફાસ્ટ ફૂડ મેંદાની બનેલી વસ્તુઓ વગેરે ખુબ જ નહિવત પ્રમાણમાં ખાવુ જોઈએ.

– આહાર ની વસ્તુઓ અને ભોજનમાં બને એટલું મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. નોર્મલ મીઠા ની જગ્યાએ સંચળ અથવા તો રોક સોલ્ટ કે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો. કારણ કે મોટાભાગના કારણે હૃદયની કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે જેના કારણે બ્લડપ્રેશર વધવાની શક્યતાઓ વધી જાય છે. આ તો કેતા ઓછી કરવા માટે મીઠાનું પ્રમાણ ઓછું કરવું અથવા મીઠાના ઉપયોગ માં ફેરફાર કરવો. ખાંડનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં, એની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો.

– વ્રત – ઉપવાસ ઓછા કરવા જોઈએ. કારણ કે ભારતમાં લોકો પાચનતંત્રને આરામ આપવાને બદલે વેફર, શિરો, તળેલી વસ્તુઓ, બટાકા વધુ પ્રમાણમાં ખાતા હોય છે. જેના કારણે પાચન તંત્રનો લોડ વધે છે. જો વ્રત કે ઉપવાસ કરવા હોય તો, ફ્રૂટ, દૂધ અને સંચળ નાખીને છાશ પીવી જોઈએ.

– જો દિવસમાં ત્રણથી ચાર વખત જો ચા કે કોફી પીતા હોવ તો, એની જગ્યાએ ફક્ત એક જ વાર ચા કે કોફી પીવી જોઈએ અને બની શકે તો ગ્રીન ટી પિવી.

– દરરોજ અરીસામાં જોઈને બોલવું જોઈએ કે, ‘ હું પાતળો કે પાતળી થઈ રહી છું. ‘ તમે જ્યારે વજન ઉતારવા માટે આ બધી ટિપ્સ અજમાવો ત્યારે પોઝિટિવ થિંકિંગ હોવું ખૂબ જ જરૂરી છે.

– તમે નાસ્તા માં ફાડા લઈ શકો છો. એમાં પ્રોટીન ભરપૂર હોય છે. તે ખાવામાં હળવું હોય છે અને તેનાથી વજન ઘટે છે. તમે નાસ્તામાં ઈડલીનું ખાઈ શકો છો. તેમાં પ્રોટીન ભરપૂર હોય છે. વજન ઘટાડવા માટે તે મદદરૂપ થઈ શકે છે.

– ફ્રુટ માં સફરજન વધુ ખાવું જોઈએ. તેમાં અનેક ઓક્સીડન્ટ્સ હોય છે. જે વજન ઘટાડવાની સાથે તમને હેલ્ધી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં વજન ઘટાડવા માટે જણાવેલી ટિપ્સ તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment