સડસડાટ વજન ઉતારવું હોય તો કરો આ ઉપાય

આજના દોડધામભર્યા સમયમાં વજન વધે એ સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ વજન વધી ગયા બાદ વજન ઉતારવું એ દરેક વ્યક્તિ માટે લોઢાના ચણા ચાવવા બરાબર  છે. વજન ઘટાડવા નથી લાગતી પરંતુ ઉતારવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો આ ઉપાય અજમાવશો તો તમારું વજન ફટાફટ ઉતરશે અને કોઈ જીમમાં જવાની જરૂર પણ નહીં પડે.

વજન ઉતારવા માટે નો ઉપાય (weight loss tips )

સૂકા ધાણાનો ઉપયોગ આમ તો ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામા આવે છે. પરંતુ એના પાણીનું સેવન રોજ કરવામાં આવે તો તેનાથી ઘણા બધા લાભ થાય છે.

weight loss tips

ધાણાનું પાણી પીને તમે વજન ઉતારી શકો છો. ધાણા નું પાણી બનાવવા માટે ફક્ત બે મિનિટનો સમય લાગે છે. ધાણાનું પાણી શરીરની ચરબીને ઝડપથી બર્ન કરે છે. અત્યારે દોડતા સમયમાં બોડીનો શેપ જાળવવો એ જાણે સ્પર્ધા થઇ ગઇ છે. અને બોડીને શેપમાં રાખવા માટે મહિલાઓ જાણે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે.

એક્સરસાઇઝ થી લઈને દરરોજ ડાયટનું ધ્યાન પણ રાખે છે.  છતાં પણ વજન ઘટતું નથી, અને આમ પણ વજન ઘટાડવો  એ સરળ વાત નથી. માટે વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ ઉપાય અજમાવો પરંતુ એ રાતોરાત ચમત્કાર ન જ કરી શકે. એ માટે તમારે ધીરજ અને સમર્પણ રાખવું ખુબ જ જરૂરી બને છે.

વજન ઘટાડવામાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે યોગ્ય ડાયટ ફોલો નહીં કરો તો એક્સરસાઇઝ વજન ઘટાડવા માટે તમને કોઈ કામમાં આવતી નથી. ખાસ કરીને તમે ફાસ્ટફૂડને હટાવીને શરીર માં જમા થયેલી વધારાની ચરબીને ઝડપથી દૂર કરી શકો છો. ઝડપથી વજન ઉતારવા માટે તમારા ભોજનમાં જેવા પદાર્થોને પણ સામેલ કરવા જરૂરી છે જે તમારું મેટાબોલિઝમ વધારે અને ફેટ બર્ન (fat burn) કરવામાં મદદ કરે. શક્ય હોય ત્યાં સુધી તળેલી હોય એવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

એમાં એક ઉપાયમાં વજન ઉતારવા માટે ધાણાનું પાણી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી ચરબી બર્ન કરે છે.

ધાણામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે. એનું પાણી બનાવવા માટે, રાત્રે એક ગ્લાસ પાણીમાં આખા ધાણા નાખીને પલાળી દેવા. સવારે ઉઠીને આ પાણીનું સેવન કરવું.  નિયમિત આ ઉપાય અજમાવવાથી તમારું વજન ચોક્કસપણે ઊતરવા લાગશે. એમાં પણ જો ખાલી પેટે ધાણા નું પાણીનું સેવન કરશો તો એ ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

ધાણાનું પાણી

એ સિવાય પણ આ પાણીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ માં પણ  રાહત મળે છે. ધાણાના પાણીનું સેવન કરવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ પાણીનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો પણ ઘટે છે.

ધાણાના પાંદડાઓમાં કવેરસેટીન નામનું તત્વ હોય છે. જેમાં અન્ફલેમેટ્રી અને અને એન્ટિઓક્સિડન્ટ નો પ્રભાવ હોય છે. ધાણાના સેવનને આંખો માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે  ધાણાના  સેવન દ્વારા તમારી ભૂખ પણ ઉઘડે છે, ને પાચનમાં મદદ કરે છે.

એ તો બધા જ જાણે છે કે એક સારી પાચન શક્તિ વજન ઘટાડવામાં મદદ કરે છે. એની પાછળનું કારણ એ છે કે જ્યારે તમારા આંતરડા યોગ્ય રીતે કામ કરતા ન હોય ત્યારે તમારું મેટાબોલિક રેટ ધીમો થઇ શકે છે. જેના કારણે પણ વજન વધવાની સમસ્યા ઉદભવે છે.

ધાણા ના પાણીના અન્ય ફાયદા:-

આ સિવાય ધાણાથી પેટની પીડા દૂર થાય છે અને પેશાબ વધારે લાવે છે. ધાણા પાણીમાં રહેલું ફાઇબર અને એસેન્શીયલ ઓઇલ આપણને લીવર જોડાયેલી બીમારીઓથી દૂર રાખે છે.

ધાણાને પાણીમાં એક વિશેષ તત્ત્વ ડોડનલ રહેલું છે. જે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે છે.

ધાણાના પાણીનું સેવન કરવાથી મોઢામાંથી આવતી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.

ધાણાના પાણીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એસ્કોર્બિક એસિડ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એ કારણથી શરદી અને ઉધરસની સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે. ધાણાના પાણીના સેવનથી ઊંઘ સારી આવે છે.  અને છાતીમાંથી કફ દૂર થાય છે.

જ્યારે ધાણાના પાણીનું સેવન પાચન તંત્ર સ્વસ્થ રહે છે.  અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

તો હવે તમને ખ્યાલ આવી ગયોને કે તમે કઈ રીતે તમારું વજન ફટાફટ ઘટાડી શકશો તો પછી આજે જ શરૂ કરી દો આ ઉપાય અજમાવવાનું. આશા રાખીએ કે અમે આપેલી માહિતી તમને ઉપયોગી નીવડતી હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment