યાદશક્તિ વધારવા કરો આ 4 વસ્તુઓનું સેવન મગજ કોમ્પ્યુટર જેવું થશે તેજ જાણો

તમે ઘણીવાર ઘણાના મોઢે સાંભળ્યું હશે કે યાદ ના રહેતું હોય તો બદામ ખાવ, બદામ ખાવાથી યાદશક્તિ વધે. ભણતા બાળકો માટે આજકાલ તો યાદશક્તિ માટે ઘણા બધા પ્રકારના ડ્રિન્ક અને પાવડર માર્કેટ માં આવતા હોય છે. હવે એ ડ્રિન્ક અને પાવડર દૂધમાં ઉમેરીને પીવાથી કેટલો ફાયદો થાય એ તો અમને ખબર નથી, પણ આજે અમે તમારી માટે અમુક એવા ખોરાક વિશેની માહિતી લાવ્યા છે કે જો એ તમે  તો પણ તમારી યાદશક્તિ મજબૂત થશે અને એક ખાસ વાત તમને જણાવી દઈએ કે એકલી બદામ ખાવાથી યાદશક્તિ વધે એવું નથી હોઇ મગજશક્તિ વધારવા માટે નિયમિત ભોજનમાં અમુક પોષકતત્વો મળી રહે આવા ખાદ્યપદાર્થ આપણે ભોજનમાં સામેલ કરવા જોઈએ. ચાલો જાણી લઈએ રોજિંદા ખોરાકમાં કઈ વસ્તુઓ સામેલ કરશો જેનાતી થશે તમારી મગજશક્તિનો વિકાસ.

યાદશક્તિ વધારવા માટે 

અખરોટ : ડ્રાયફ્રુટ તો શરીર માટે ખાવા ખુબ જરૂરી છે તેમાંથી ઘણા બધા પોષકતત્વો હોય છે જે કોઈને કોઈ રીતે શરીરને ફાયદો આપે જ છે. એટલે જો તમને પણ એવું હોય કે બદામ ખાવાથી  મગજ તેજ થશે તો એવું નથી તમારે સાથે અખરોટ પણ ખાવાની છે. અખરોટમાં રહેલ પોષકતત્વો  શક્તિ વધારવા માટે મદદ કરે છે. અખરોટમાં વિટામિન ઈ, કોપર, મેગ્નીજ હોય છે જે બ્રેઈન પવારને વધારે છે.

સ્ટ્રોબેરી : વૈજ્ઞાનિકોએ કરેલ રિસર્ચ પ્રમાણે જોવા મળ્યું છે કે સ્ટ્રોબેરી, બ્લ્યુબેરી જેવા ફળો મગજને ઓક્સિડેટીવ સ્ટ્ર્સથી દૂર રાખવામાં સક્ષમ બનાવે છે. આ ફ્રૂટ નિયમિત આરોગવાથી વધતી ઉમર સાથે થવાવાળો રોગ અલ્જાઈમર જેમાં વ્યક્તિ ધીરે ધીરે બધું ભૂલવા લાગે છે એ બીમારી થવાના ચાન્સ ઘટી જાય છે. તો નાના મોટા દરેકે દરરોજ કોઈને કોઈ બેરી મતલબ કે ઉપર જણાવેલ ફ્રૂટ ખાવું જોઈએ.

યાદશક્તિ વધારવા

ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટમાં કોકો સારા પ્રમાણમાં હોય છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મગજના સ્વાથ્ય માટે ખુબ જરૂરી છે. તણાવ જેવું કે ટેંશન જેવું તમને લાગે તો તમે ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. ડાર્ક ચોકલેટથી તમારો મૂળ તો સારો થઇ જ જશે સાથે તમારી યાદ શક્તિ મજબૂત કરવા અને મગજની બીમારીથી દૂર રહેવા આ ડાર્ક ચોકલેટ તમને મદદ કરશે. એટલે જો હવે બાળકો ચોકલેટ ખાવાની જીદ્દ કરે કે પછી તમને ચોકલેટ ખાવાનું મન થાય તો ડાર્ક ચોકલેટ જ ખાજો.

યાદશક્તિ વધારવા

અળસી : અળસી જો તમને પસંદ ના હોય તો તમે તેને તલ, વરિયાળી અને ધાણાદાળના મુખવાસમાં મિક્સ કરીને ખાઈ શકો છો. અળસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જે આપણા મગજને મજબૂત અને યાદશક્તિને તેજ બનાવે છે. એટલે અળસી ભાવે કે ના ભાવે તેનું સેવન જરૂર કરો. અળસીના બીજને તમે દહીંમાં ઉમેરીને લેશો તો પણ ઘણો ફાયદો થશે.

કેળા : સવારમાં ઉઠીને એક કેળું તો ખાવું જ જોઈએ. કેળાથી પાચનશક્તિ તો મજબૂત થાય જ છે સાથે સાથે કેળા ખાવાથી તમારા મગજનો વિકાસ પણ થાય છે. કેળામાં ભરપૂર વિટામિન બી કોમ્પ્લેક્સ, b6 અને મેગ્નેશિયમ હોય છે જે નર્વસ સિસ્ટમને શાંત કરવાનું કામ કરે છે. કેળામાં વધારે પ્રમાણમાં ટ્રીપ્ટોફેન પણ હોય છે જે સેરોટોનિનમાં પરિવર્તિત થઇ જાય છે જેનાથી તમારો મૂડ સારો થઇ જશે.

યાદશક્તિ વધારવી

આ સાથે જો બાળકોને તમે પીવડાવવા માંગતા હોય તો આપણા જમાનાનું ડ્રિન્ક શંખપુષ્પી પીવડાવી શકો છો. હવે એક મસ્તીની વાત મેં શંખપુષ્પીની ત્રણ ચાર બોટલ ખાલી કરી પણ મને તોય કશું યાદ રહ્યું નહિ અને પછી પરીક્ષામાં…

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન અવશ્ય લો.

Leave a Comment