ગમે તેવો ઘૂંટણ નો દુઃખાવો દુર થઇ જશે આ એક આયુર્વેદિક ઉપાયની મદદથી જાણો શું છે ઉપાય

ઘૂંટણમાં દુખાવો થવાના ઘણા બધા કારણ હોય છે. ઘૂંટણની માંસપેશીયો સુધી લોહી બરાબર ના પહોંચતું હોય અને ઘૂંટણની માંસપેશીઓમાં ખેંચ અનુભવાય કે પછી ત્યાં કોઈ મૂઢ માર વાગ્યો હોય તો દુખાવો થતો હોય છે. મોટાભાગના વડીલને ઘૂંટણમાં વધારે દુખાવો થતો હોય છે. આનું કારણ ઘૂંટણના સાંધામાંથી ચિકાસ ઓછી થવી પણ હોઈ શકે. ઘૂંટણમાં જયારે દુખાવો થાય ત્યારે બહુ ખરાબ સ્થિતિ બનતી હોય છે બરાબર ચાલી તો નથી જ શકાતું પણ સાથે સાથે બેસવામાં અને ઉભા થવામાં પણ મુશ્કેલી થાય છે. જો એમાં પણ કોઈ વધારે વજન ધરાવતા વ્યક્તિને આ દુખાવો થાય તો પરિસ્થિતિ વધારે બગડે છે. બાથરૂમમાં બેસવા ઉઠવામાં થતી તકલીફ તેઓને ખુબ હેરાન કરતી હોય છે. આજે અમે તમને જાણવી શું ઘુટણ ના દુખાવા ની દવા વિશે.

હવે તમને જણાવી દઈએ ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટેના સામાન્ય ઉપચાર. આ લેખ અંત સુધી વાંચજો અંતમાં ખાસ લાડુ બનાવવા માટેની રીત આપી છે.

ઘુટણ ના દુખાવા ની દવા

ઘૂંટણ પર વધારે જોર પડે એવું કામ કરવું નહિ. વધારે સમય સુધી એક જ જગ્યાએ પગ વાળીને બેસવું નહિ. તમારા ચપ્પલ અને જૂતા એ આરામદાયક અને સપાટ હોવા જોઈએ. હિલ વાળા ચપ્પલ પહેરવાથી દૂર રહેવું. કઠણ જગ્યા એટલે કે ડાયરેક્ટ જમીન પર વધારે સમય સુધી ઉભા રહેવું નહિ તમે ઈચ્છો તો કોઈ ગાદી કે ગાદલા પર ઉભા રહી શકો. ઘરમાં પણ આરામદાયક ચપ્પલ પહેરો. આ સિવાય તમારે રોજિંદા ભોજનમાં મીઠું ખાવાનું ઓછું કરવાનું છે મીઠું એ હાડકાને નબળા કરી દે છે. તમે પાલકનું સેવન કરવું વધારી શકો છો આ સાથે દૂધ દહીં અને વિટામિન D મળે એવી વસ્તુઓનું સેવન કરો. આ સાથે તમારે દરરોજ 3 થી 4 લીટર પાણી પીવાની આદત પાડવી. આ સાથે પ્રયત્ન કરો કે જો તમારું વજન વધારે હોય તો તેને ઘટાડો.

હવે તમને અમે એવો ઉપાય બતાવી શું જેના થી ઘૂંટણ નો દુઃખાવો દુર થઇ જશે આ માટે તમારે લાડુ બનાંવવા ના છે લાડુ  બનાંવવાની રેસેપી નીચે આપી છે

લાડુ બનાવવા માટેની જરૂરી સામગ્રી 

ગોળ : 750 ગ્રામ 

અખરોટ : 200 ગ્રામ 

શીંગદાણા : 100 ગ્રામ 

તલ : 500 ગ્રામ 

કોપરાનું છીણ : 100 ગ્રામ 

કાજુ : 50 ગ્રામ 

બદામ : 50 ગ્રામ 

સૂંઠ : 30 ગ્રામ (ના પસંદ હોય તો પણ થોડી તો ઉમેરજો.)

જાયફળ : એક ચમચી પાવડર (પાવડર ના હોય તો જાયફળને આદુ છીણવા માટેની છીણીથી છીણી લો.)

લાડુ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી.

1. સૌથી પહેલા આપણે અમુક વસ્તુઓ શેકવાની છે એટલે એક કઢાઈમાં શીંગદાણા પહેલા શેકવા મુકો અને તે થોડા ગરમ થાય એટલે તેમાં તલ ઉમેરો. તલની સાથે જ તમારે કોપરાનું છીણ પણ ઉમેરવાનું છે. આ બધી વસ્તુઓમાં થોડી હવા હોય એ બાળી લેવાની છે. કોપરાના છીણનો રંગ થોડો બદલાય એટલે સમજો કે મિશ્રણ બરાબર શેકાઈ ગયું છે.

ઘુટણ ના દુખાવા ની દવા

2. હવે ગરમ થયેલ વસ્તુઓને એક વાસણમાં ઠંડુ થવા માટે મુકો. ઠંડુ કરવા થાળી કે પછી કોઈ પહોળા વાસણની જરૂર પડશે. હવે એ ઠંડુ થાય છે ત્યાં સુધી એ કઢાઈમાં કાજુ બદામ અખરોટ ઉમેરી લો. આને પણ નવશેકું જ ગરમ કરવાનું છે અને આગળની પ્રોસેસ પહેલા તેને પણ ઠંડુ કરી લો.

3. બધું ઠંડુ થઇ જાય એટલે મીક્ષરના એક કપમાં બધું ક્રશ કરી લો. ખાસ વાત ધ્યાનમાં રાખવી કે અધકચરું એટલે કે કકરું ક્રશ કરવાનું છે એકદમ જીણો લોટ બને એવું કરવાનું નથી.

4. હવે બીજી બાજુ એક કઢાઈમાં ગોળને ગરમ કરવા મુકો. ગોળ થોડો ગરમ થઇ ઓગળે એટલે ગેસ બંધ કરીને તેમાં મિક્ષરમાં ક્રશ કરેલ પાવડરને ઉમેરો. આ સાથે જ તમારે બધું જ બરાબર હલાવી લેવાનું છે , બધું મિક્સ થાય એટલે તેમાં સૂંઠ પાવડર અને જાયફળ પાવડર ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરી લો. 

5. હવે લાડવા હાથથી વાળી શકો એટલું ઠંડુ થાય એટલે તેમાંથી મનગમતા શેપમાં અને સાઈઝમાં લાડુ બનાવી લો. આ લાડુ દરરોજ સવારમાં એક ખાવાનો છે.

તો તમે પણ આ લાડુ બનાવજો અને ઘરમાં જેને પણ આ ઘૂંટણ દુખાવાની સમસ્યા હોય તો તેમેં દરરોજ આ લાડુ ખાવા માટે આપજો. આ વાતને વધુ ને વધુ મિત્રો સુધી મોકલજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

Leave a Comment