શાહીન વાવાઝોડુ વર્તાવશે કહેર જાણો કયાં જીલ્લા માં કેટલો વરસાદ થશે વાંચો

શાહીન વાવાઝોડુ– હજી રાજ્યમાં અમુક જગ્યાએ ગુલાબ વાવાઝોડાને લીધે આવેલ ભારે વરસાદ અને તોફાન બરાબર થોભ્યું પણ નથી ત્યારે બીજું એક વાવાજોડું કે જેનું નામ ‘શાહીન‘ કહેવામાં આવી રહ્યું છે તે ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એક નવી મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. મોસમ વિભાગની આગાહી મુજબ ‘શાહીન’ તોફાન એ અરબ સમુદ્રમાંથી ઊઠશે અને તેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દેખાશે. તમને જણાવી દઈએ કે આપણા ગુજરાતના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી આપણા ગુજરાતના અમુક જિલ્લામાં રેડ, યલો અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યા હતા અને પહેલા આગાહી કરવામાં આવી હતી કે 29 તારીખ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં અતિ ભારે વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજ્યના બીજા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે જે આગાહી 29 તારીખ સુધી કરી હતી તેને હવે લંબાવી દેવામાં આવી છે.

હવે અરબ સમુદ્રમાં બનેલ દબાણને કારણે હવે શાહીન ચક્રવાત ઉભો થવાની સંભાવના છે. જેની સીધી અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે. મળેલ જાણકારી અનુસાર શાહીન વાવાઝોડાએ ભારતના પશ્ચિમ કિનારેથી ઉઠશે અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે રહેલ જગ્યાએ ભટકાશે. પહ જાણકારી તો એવી પણ મળી રહી છે કે આ શાહીન વાવાજોડું એ 1 તારીખની આસપાસ ઓમાન તરફ આગળ વધી જશે પણ ત્યાં સુધી જતા તેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર થશે. આપણા રાજ્યના સાગર કિનારે આવેલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. એટલે અંદાજો લગાવી શકીએ કે હજી પણ બે દિવસ આપણે ધોધમાર વરસાદ સહન કરવાનો છે.

શાહીન વાવાઝોડુ

ગુલાબ વાવાઝોડાને લીધે દક્ષિણ ગુજરાતમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને હવે શાહીન વાવાઝોડાને લીધે હજી પણ વધુ વરસાદ આવશે જેના પગલે દક્ષિણ ગુજરાતમાં હજી પણ વધુ વરસાદ થશે એટલે ત્યાં રહેતા લોકોએ માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે ગુલાબ વાવાઝોડું કે જે શાંત થઇ ગયું હતું એ હવે શાહીન વાવાઝોડુ સ્વરૂપે ફરી પરત આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ વર્ષ 2018માં 10 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ‘ગાજા’ નામનું વાવાઝોડું આવ્યું હતું જે 15 સપ્ટેમ્બરે તમિલનાડુના સમુદ્ર કિનારે ભટકાયું હતું. પછી તે અરબ સાગર તરફ આગળ વધતા ફરીથી નવું વાવાઝોડું બનીને સામે આવેલ છે. એવું જ આ સમયે થયું છે. ગુલાબ વાવાઝોડું એ હવે શાહીન વાવાઝોડું બનીને સામે આવ્યું છે.

હવે તમને જણાવી ક્યાં જીલ્લા માં કેટલો વરસાદ થશે 

શાહીન વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયાકિનારાના દરેક જિલ્લામાં ધોધમાર વરસાદ થશે. ગુજરાતમાં દ્વારકા, પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, જામનગર, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, આણંદ, નવસારી, ડાંગ, તાપી, સુરત, રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ બધી જગ્યાએ ખુબ ભારે વરસાદ થવાની આગાહી છે. અહીંયા 1 તારીખ સુધી ખુબ જ વરસાદ પડશે.

શાહીન વાવાઝોડુ

‘શાહીન’ને લીધે ગુજરાતના દરેક દરિયા કિનારાના કોસ્ટગાર્ડ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં માછીમારોને હમણાં દરિયામાં ના જવાની સૂચનાઓ આપી છે. આ સાથે પોરબંદર અને ઓખાના દરિયા કિનારે ખુબ જ હાઈ એલર્ટ આપ્યું છે અને અમુક ટિમ તૈયાર રખાઈ છે જેથી કોઈ મુશ્કેલી સર્જાય તો તેની માટે ત્વરિત પગલાં લેવાય. આજ સવારથી જ સુરત અને અમદાવાદ અને ગુજરાતમાં બીજા અનેક સ્થળે વરસાદ સતત વરસી રહ્યો છે એટલે અંદાજો લગાવી શકીએ છીએ કે આ શાહીન વાવાઝોડુંએ કેવો રંગ બતાવશે. તમે ક્યા ગામ અને શહેરમાં રહો છો અને ત્યાં આજે કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. પરિવાર સાથે સેફ રહો અને એકબીજાના સંપર્કમાં રહો.

1 thought on “શાહીન વાવાઝોડુ વર્તાવશે કહેર જાણો કયાં જીલ્લા માં કેટલો વરસાદ થશે વાંચો”

Leave a Comment