તુલસીના પાન તોડતા અને સ્પર્શ કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો નહિ તો.

ધાર્મિક ગ્રંથો પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની કોઈપણ પૂજા કે ભોગ તુલસીના પાન વગર અધૂરી ગણાય છે. તમને જાણીને નવાઈ લાગશે  હનુમાનજીના કોઈપણ પ્રસાદમાં તુલસીના પાન મુકશો તો હનુમાનજી તમારા પરિવારની રક્ષા કરશે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સ્વર્ગ જેવી શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તમે પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના મોઢામાં તુલસીનું પાન મુકવામાં આવે છે. આમ અંદાજો લગાવી શકીએ છીએ કે તુલસી કેટલી પવિત્ર છે. તુલસીનું પાન મૃત્યુ પામેલ વ્યક્તિના મુખમાં મુકવાથી જે તે વ્યક્તિને મુક્તિ મળે છે. આજે અમે તમને તુલસી સાથે જોડાયેલ એવી કામની વાતો જણાવીશું જે તમને ખુબ જ મદદ કરશે.

1. જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો તેમાં ખાદ્ય આપો અને નિયમિત તેનું ધ્યાન રાખો સાંજે તુલસી છોડ પાસે દીવો કરો અને હાથ જોડી નમન કરો. આમ કરવા છતાં પણ જો છોડ બરાબર થતો નથી અને સંપૂર્ણ સુકાઈ જાય છે તેમાં એક પણ નવું પાન નથી આવતું તો તમારે એ છોડને કોઈ શુદ્ધ પાણીમાં વિસર્જિત કરવાનું રહેશે. સુકાઈ ગયેલ તુલસીના છોડને ક્યારેય ઘરમાં રાખવું જોઈએ નહિ.

2. જો તમે તુલસીજી પાસેથી તમારી મનોકામના પુરી કરાવવા માંગો છો તો તમારે અમુક ખાસ વાતોનું ધ્યાન પડશે. તમારે અમુક ખાસ દિવસે તુલસીના પાનને તોડવા ના નથી તમારે રવિવાર, અગિયારસ, અમાસ, ચોથ આ દિવસોએ તુલસીના પાન તોડવા જોઈએ નહિ તમને જરૂર જણાય તો તમે આગલા દિવસે પાન તોડીને ફ્રીઝમાં રાખી શકો છો. આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખજો કાંઈ પણ થઇ જાય તમારે સાંજે સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા નહિ. આમ કરવું એ અશુભ બની શકે છે.

તુલસી

3. તુલસીજીના આશીર્વાદ મેળવવા હવે જયારે પણ તમે તુલસીના પાન તોડો તો આ વાત ખાસ ધ્યાન રાખજો. તુલસીના પાનને ક્યારેય નખથી તોડતા નહિ. પહેલા તો તુલસી છોડની નીચે જો કોઈ પાન ખરીને પડી ગયા હોય ર જ ઉપયોગમાં લઇ લો પણ જો તે નથી તો તમે આંગળીના ટેરવાની મદદથી તુલસી પાન તોડો.

4. જો તમારા ઘરમાં તુલસીનો છોડ બરાબર વિકસતો નથી તો તેના માટે તમારે એક કુંડાનો ઉપયોગ કરવો અને તેમાં નીચે તળિયા પર બે કાણાં કરાવી લેવા. પછી ઉપર એક કાગળ મુકો અને પછી 70 ટકા માટી અને 30 ટકા રેતી એવું મિશ્રણ બનાવો અને પછી તેમાં તુલસીના છોડને રોપો. વધારે પાણી આપવાથી ઘણીવાર તુલસીના મૂળમાં ફૂગ હોય છે જેના લીધે છોડ બરાબર વિકસિત થતો નથી. તો આ ઉપાય અપનાવશો તો તમારો તુલસીનો છોડ ખુબ જ લીલો અને ઘણી બધી પાંદડીઓ વાળો થશે.

5. તુલસીના છોડને નિયમિત પાણી આપો આમ કરવાથી તે સારો ખીલેલો રહેશે. જો તમે ક્યાંય બહાર જવાના છો તો એવી વ્યવસ્થા કરીને જાવ કે જેથી છોડને પાણી મળતું રહે. તુલસીનો છોડ મુરઝાઈ જાય અથવા સુકાઈ જાય તો તેનાથી પરિવાર પર મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે તુલસીજીને ક્યારેય સુકાઈ જવા દેશો નહિ. નિયમિત પાણી ખાદ્ય વગેરેથી તે છોડ લીલો છમ રહેશે.

 

તુલસી

તુલસીના ફાયદાઓ

1.તુલસીથી શ્વાસમાં રહલી દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ખૂબ ફાયદાકારક હોય છે તેનો કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ
2.ત્વચાના રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર પણ આવે છે.
3. તુલસીની માળા પહેરવાથી જીવનમાં મળે છે બળ અને શક્તિ
4. તુલસીના પાન રોજ સવારે ખાવા જોઈએ આવું કરવાથી સરદી ઉધરસ માં રાહત મળે છે આ શિવાઇ તાવ, હદય સાથે જોડાયેલી બીમારીઓ, પેટ દર્દ, મલેરિયા અને સંક્રમણ વગેરેમાં ખૂબ ફાયદાકારક છે.
5. માથાના દુખાવામા પણ તુલસી રાહત આપે છે:

આપડે બધા જાણએ છીએ કે તુલસી એ એક  ખુબ જ પવિત્ર સોડ છે માટે આપડે તેનું ખાસ થયાંન રાખવું જોઈએ.

Leave a Comment