મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટીપ્સ

કેમ છો મિત્રો આજ કાલ બધી બેહનોને રસોઇ કરવામાં અનેક મુસકલી આવતી હોય છે કયારેક રોટલી બનાવવામાં  તો કયારેક ભાત બનાવવામાં.અને રસોઇ સારી ના બને તો ઘરેના લોકો બહેનો પર બધો વાક કઠતા હોય છે તો આવી મુસકલી બહેનો ને રસોઇમાં ના પડે તે માટે આજે એમે તમારી માટે લાવ્યા છીએ 10 એવી રસોઇ ટીપ્સ જે તમને ખૂબજ ઉપયોગી થશે. તો ચાલો જોઈ લ્યે આ ટીપ્સ કઇ કઇ છે.

1. આજકાલ પરાઠા બધાને ઘરે બનાવવા અને ખાવા ગમે છે પણ અમુક ભૂલને કારણે તે પરફેક્ટ બનતા નથી તો હવે તમે જયારે પણ પરાઠા બનવવા લોટ બાંધો તો તેમાં એક નાનું બાફેલું બટાકુ મેસ કરીને ઉમેરો અને હા ખાસ વાત પરાઠાને તેલમાં નહિ પણ ઘી અથવા બટરમાં શેકો. આમ કરશો તો તમારા બનાવેલ પરાઠા ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે.

મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટીપ્સ

2. જો તમે ભાત બનાવો છો અને તમને છૂટો છૂટો ભાત પસંદ છે તો તેમાં પાણી ઉકેલી એટલે ત્રણ ટીપા લીંબુ ઉમેરી દો અને ખાસ વાત એ ધ્યાનમાં રાખો કે કદાચ તમે ભાત મૂકીને ગયા અને તે બળી ગયો છે તો તમારે બીજો ભાત બનાવવાની જરૂરત નથી. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. નીચેના બળી ગયેલ કે ચોંટી ગયેલ ભાત સિવાય ઉપર ઉપરથી ભાત કાઢીને બીજા વાસણમાં લઇ લો. અને તે વાસણને હવા ઉજાસ વાળી જગ્યા પર મૂકી દો આમ કરવાથી બળેલ ભાતની વાસ જતી રહેશે. એક ખાસ વાત જો તમે કૂકરમાં ભાત બનાવો છો તો હવે તપેલીમાં છૂટો ભાત બનાવજો અને પાણી બળી જાય પછી તે તપેલીને વધારાની લોઢી ગેસ પર મુકો અને પછી એ તપેલીને લોઢીમાં મૂકી ઢાંકી દો, આમ કરશો તો ભાત એકદમ છૂટો છૂટો થશે. બનેલ ભાત પર એક ચમચી ઘી પણ ઉમેરો.

ભાત

3. ઠંડકને કારણે ઈડલીના ખીરામાં આથો આવતો નથી? તો હવે જયારે પણ ઇડલીનું ખીરું ક્રશ કરીને તૈયાર કરો પછી મિક્ષરના એક કપમાં બે બ્રેડ, એક કપ નારિયળ પાણી અને એક ચમચી ખાંડ ઉમેરી ક્રશ કરી દો. જે તૈયાર થયું તેને બનાવેલ ઈડલીના ખીરામાં ઉમેરી દો. આમ કરવાથી જોઈએ એવો આથો તમે લાવી સહકશો.

4. પનીર ખુબ કડક છે અને તમારે સોફ્ટ સ્ટાર્ટર બનાવવું છે તો તમારે પનીરને મીઠાવાળા હૂંફાળા પાણીમાં પનીર ડુબાડી રાખવું જોઈએ. થોડી જ મિનિટોમાં પનીર નરમ થઇ જશે.

પનીર

5. બહાર જેવી જ તંદુરી રોટી ઘરે બનાવવી છે તો તેનો લોટ બાંધવામાં દહીં અને હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. લોટ એકદમ સોફ્ટ બંધાશે અને જે તંદુરી રોટલી બનશે તે ખુબ જ સોફ્ટ અને એકદમ નરમ બનશે. ચોવડ અને કોરી કોરી બનશે નહિ. ગરમ ગરમ ઉતરે એટલે ચમચી કે પીંછીની મદદથી બટર લગાવો.

6. બિરિયાની કે પછી બીજી વાનગી માટે જો તમે ડુંગળીને તળીને બ્રાઉન કરવા માંગો છો તો ડુંગળી તળો ત્યારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો. આમ કરવાથી ડુંગળી જલ્દી બ્રાઉન થઇ જશે.

7. તમે જોયું હશે કે અમુક લોકોની રોટલી ખુબ જ પાતળી અને સોફ્ટ બને છે એવી કે મોઢામાં મુકતા જ ઓગળી જાય. તો એવી રોટલી બનાવતા તમારે લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચી મલાઈ કે પછી ત્રણ ચાર ચમચી દૂધ ઉમેરી દો. આમ કરવાથી લોટ મુલાયમ બંધાશે અને તેનાથી જે રોટલી તૈયાર થશે એ સુપર સોફ્ટ હશે.

8. તમારી બનાવેલ લોચા પૂરીઓ ફુલતી નથી અને કડક થઇ જાય છે. તો પુરીનો લોટ બાંધો ત્યારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો પછી લોટ બાંધીને 5 મિનિટ ઢાંકીને મૂકી રાખો પછી જે પૂરીઓ બનશે તે એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે.

9.બાળકોના મનપસંદ નુડલ્સ વઘારતા પહેલા જ એકબીજા સાથે ચોંટી જાય છે તો નુડલ્સ બાફતા સમયે તે પાણીમાં થોડું મીઠું અને એક બે ચમચી તેલ ઉમેરી દો. આમ કરશો તો નુડલ્સ એકદમ છુટા છુટા રહેશે.

nuddles

10. સફરજન ખાવા માટે કાપ્યું છે પણ અડધું સફરજન પડી રહે એમ છે તો સફરજનની ખુલ્લી બાજુએ લીંબુનો રસ લગાવો અને પછી તેને ફ્રીઝમાં મુકો. આમ કરવાથી સફરજન લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

1 thought on “મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટીપ્સ”

Leave a Comment