જો તમે પણ સફેદ વાળ થી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

આજકાલ જે રીતની બધાની જીવનશૈલી થઇ ગઈ છે એ રીતે તો અનેક લોકો તણાવ અનુભવ કરતા હોય છે. વેપારીને તેના વેપારનું ટેંશન, નોકરીવાળાને નોકરીનું ટેંશન તો બીજી તરફ બાળકો પણ આ ટેંશન નામના દુશમનથી દૂર નથી, આજકાલ બાળકોને પણ ઘાણઇ ટેંશન હોય છે. સ્કૂલમાં સતત બીજાની આગળ રહેવાનું ટેંશન અને કોમ્પિટિશનના સમયમાં માતા પિતા દ્વારા બાળકો પર સતત કરવામાં આવતું દબાણનું ટેંશન.આજે અમે તમને જાણવી શું સફેદ વાળને કાળા કરવાના ઉપાય વિશે. 

આજકાલ બહુ નાની ઉંમરે લોકોના વાળ સફેદ થતા જોવા મળે છે, હવે સંફેદ વાળ પાછળ ફક્ત ટેંશન જ જવાબદાર છે એવું નથી. આની પાછળ આજકાલના યુવાની અને  બાળકોની સ્ટાઇલ પણ જવાબદાર છે. એક 15 વર્ષના બાળકના વાળ સતત સફેદ થઇ રહ્યા છે. તેની પાછળ કારણ છે કે તે હંમેશા સોશિયલ મીડિયા પર ફોટો અને વિડિઓ બનાવવા પોતાના વાળને વધુને વધુ સ્ટાઈલિશ દેખાડવા અવનવી વસ્તુઓ અપનાવતા હોય છે. જેલ લગાવશે અને સ્પ્રે કરશે અને અવનવા શેમ્પુ અને કંડીશનર વગેરે જેવી પ્રોડક્ટ્સ કે જે અનેક કેમિકલના મિશ્રણથી બનતી હોય છે એ વસ્તુઓ પણ વાળને સફેદ કરવા માટે પૂરતી છે. 

સફેદ વાળને કાળા કરવાના ઉપાય

આજે અમે તમને ઘરેબેઠા અમુક એવા સરળ અને સસ્તા ઉપાય બતાવીશું કે જેનાથી તમારા વાળ સફેદ પણ નહિ થાય અને સફેદ થયેલ વાળ જલ્દી જ જતા રહેશે. તો ચાલો ફટાફટ તમને જણાવી દઈએ એ સરળ અને સસ્તા રસ્તા. 

પહેલા તો વાળની કેર કરવાનું રાખો. તેને સાફ રાખો જો આ વસ્તુ ધ્યાનમાં નહિ રાખો તો ગમે તેટલા ઉપાય કરશો તેનું પરિણામ શૂન્ય જ આવશે. બહારની બધી પ્રોડક્ટ્સ વાપરવાનું બંધ કરો ખાસ કરીને આ જેલ અને હેરસ્પ્રે.

આંબળા : હાલ આંબળાની સીઝન નથી પણ ઘણી આયુર્વેદિક જડીબુટીની દુકાનમાં તમને આ પાવડર મળી જશે. જો સીઝન હોય ત્યારે તો તમારે નિયમિત આંબળા ખાવાના જ છે સાથે સાથે આંબળાનું તેલ અને આંબળાનું શેમ્પુ પણ વાપરો. જો તમે મહેંદી નાખતા હોય તો મેહનદીના મિશ્રણમાં પણ તમે આંબળા પાવડર ઉમેરી શકો છો. આંબળાથી તમારા વાળ કાળા, ઘાટા અને મજબૂત બનશે.

સફેદ વાળને કાળા કરવાના ઉપાય

મહેંદી : ઘણા લોકો મેંહદી માથામાં નાખતા હોય છે અને મહેંદી નાખવાથી ઘણા લોકોને ફરક પડ્યો પણ છે. પણ હવે જયારે પણ માથામાં નાખવા માટે મહેંદી તૈયાર કરો તો ખાસ ધ્યાન રાખજો મહેંદી પાવડર પલાળો ત્યાર તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો અને બરાબર પલળી જાય પછી જયારે માથામાં મહેંદી નાખવાનો સમય થાય ત્યારે તેમાં અડધું લીંબુ નીચોવી લો. આમ કરવાથી મહેંદીનો રંગ લાંબા સમય સુધી રહેશે અને તમારા સફેદ વાળ જલ્દી કાળા થશે. મહેંદીવાળા વાળને ફક્ત પાણીથી સાફ કરવા અને વાળ કોરા થઇ જાય પછી તેમાં કોઈપણ તેલ નાખવું અને પછી બે ત્રણ દિવસ પછી માથું શેમ્પુથી ધોઈ લેવું. મતલબ મેંહદી નાખીને તરત વાળ ધુઓ તો તે પાણીથી ધોવાના અને પછી ફરીથી વાળ ધોવો તો વાળમાં તેલ નાખેલું હોવું જોઈએ.

સફેદ વાળને કાળા કરવાના ઉપાય

તલનું તેલ: હવે આ જે ઉપાય છે એ તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કરવાનો છે. તેમ તમારે તલનું તેલ અને બદામના તેલને સરખા પ્રમાણમાં લેવાનું છે અને તેને હૂંફાળું ગરમ કરવાનું છે. પછી તેમાં આંગળી નાખી શકીએ એવું ઠંડુ થાય એટલે આંગળીના ટેરવાની મદદથી તે તેલને વાળના મૂળમાં લગાવો. આમ કરવાથી તમારા વાળ કાળા તો થશે જ સાથે સાથે મજબૂત પણ થશે.

ઉપર જાણવેલ નુસ્ખા ખાસ અમારા સાસુજીના છે તો એકવાર તમે પણ અપનાવજો અને હા આમાંથી કોઈપણ ઉપાયની આડઅસર નથી એટલે તમે અપનાવી શકશો. ઉપાય એવા છે જે તમને અસર જરૂર દેખાડશે પણ જે તે ઉપાય તમારે નિયમિત કરવાનો છે. એકાદ મહિના સુધી કરો અને ધાર્યું પરિણામ ના મળે તો એ ઉપાય ચાલુ જ રાખવાનો છે. તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ જાણવ જો અને તમારા મિત્રો ને પણ શેર કરજો….

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment