એક પણ દવા લીધા વગર દાંત અને સડાને દૂર કરશે આ આયુર્વેદિક ઉપચાર

પેલું કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ આ લાસ્ટ ઇમ્પ્રેશન. વાત કાંઈ ખોટી પણ નથી. તમને પણ આ વાતનો અનુભવ થયો જ હશે કોઈ એવું તમને પણ મળ્યું હશે કે જેને પહેલી નજરે જોઈને જ એમ થઇ ગયું હશે કે ના આ વ્યક્તિ બરાબર છે. આ વ્યવસ્થિત છે આ વ્યક્તિ યોગ્ય છે. પછી સામેવાળા વ્યક્તિ સાથે આપણે કામ કોઈપણ હોય પણ એ વ્યક્તિ કેવો હશે તેનો અંદાજો આપણે તેમને જોઈને લગાવી શકીએ છે. પહેલીવાર આપણે કોઈને મળતા હોઈએ તો જનરલી આપણી નજર પહેલા તેમના ચહેરા પર જ જાય. આજે અમે તમને જાણવી શું દાંતમાં સડાને દુર કરવાનો ઉપાય વેશે.

તમારા ચહેરાનો સૌથી મુખ્ય ભાગ કહેવાય તો એ છે તમારું સ્મિત તમારું મોઢું કે જે સ્માઈલ જોઈને કે તમારી બોલવાની છટા પરથી લોકો જાણી લેતા હોય છે કે તમે કેવા વ્યક્તિ છો તે તમારી સાથે કેવીરીતે વર્તન કરશે આ બધું ડીપેન્ડ કરે છે તમારી સ્માઈલ અને બોલવાની સ્ટાઇલ પર. ઘણીવાર ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય પહેલી નોકરી લાગવાની હોય એટલે આપણે નર્વસ તો હોઈએ જ અને એમાં પણ જો તમારા દાંત એ સડેલા અને પીળા હોય તો એ ખરાબ લાગે છે. તમને પોતાને જ ઘણીવાર શરમનો અનુભવ થશે. તો આજે અમે તમારી માટે લાવ્યા છે એવા ઉપાય જેનાથી તમે તમારા દાંતને ચમકાવી શકશો અને દાંતમાં રહેલ સડો દૂર કરી શકશો. તો ચાલો વધારે સમય બરબાદ ના કરતા તમને જાણવી દઈએ આ અસરકારક ઉપાય.

દાંતમાં સડો થાય છે કેમ.

પહેલા તમને જણાવી દઈએ કે દાંતમાં સડો થાય છે કેમ થાય છે અવારનવાર કંઈકને કાંઈક ના કહેવાના સમયે ખાવાથી, સતત ચોકલેટ અને ઠંડુ ખાવા પીવાથી અને એંઠા મોઢે સુઈ જવાથી મોઢામાં કીટાણુ જન્મે છે અને તેઓ આપણા દાંતને નુકશાન કરે છે. શરૂઆતમાં તમને ખબર નહિ પડે પણ પછી જેમ જેમ વખત જશે એટલે તમને એવું લાગશે કે હા હવે આ વધી ગયું છે અને ત્યારે તમે કોઈ ઉપાય કરવા જશો તો તેમાં તમને નુકશાન થશે. પૈસાનો ખર્ચ થશે અને તમારે સહન કરવાનું આવશે એ નફામાં.

દાંતમાં સડાને દુર કરવાનો ઉપાય

બ્રશ કરવાનું રાખો- હંમેશા દાંતને સાફ રાખો. સવારમાં તો તમે બ્રશ કરતા હશો તો હવે રાતે સુતા પહેલા પણ બ્રશ કરવાનું રાખો. જમીને કે નાસ્તો કરીને કે પછી કંઈપણ ખાઈ લો પછી પાણી પીવો અને પછી તરત જ કોગળા કરી લો. આમ કરવાથી મોઢામાં રહી ગયેલ કચરો કે ખોરાકના કોઈ કણ એ પાણી સાથે બહાર આવી જશે અને મોઢું ચોખ્ખું થઇ જશે.

લવિંગ- દાંતના સડાને કારણે જો તમને સતત દુખાવો થઇ રહ્યો છે તો તમારે એક લવિંગ મોઢામાં રાખવાનું છે પછી મોઢામાં ફેરવતા ફેરવતા લવિંગ ઢીલું કરી લો અને પછી તે લવિંગને દાંતની વચ્ચે દબાવો તેમાંથી જે રસ નીકળશે એનાથી દાંતના દુખવામાં તો રાહત રહેશે જ સાથે સાથે દાંતમાં સડો ઉત્પન્ન કરવાવાળા કીટાણુઓનો પણ નાશ કરશે. આમ કરવાથી તમારો એક દાંતનો સડો બીજા દાંતમાં બેસી જશે નહિ.

દાંતમાં સડાને દુર કરવાનો ઉપાય

ફટકડી- મોઢામાંથી સતત આવતી દુર્ગંધ દૂર કરવા અને મોઢામાં જો કોઈ સડો થયો હોય તો તેના કીટાણુને દૂર કરવા માટે આ ઉપાય તમારી ખુબ મદદ કરશે તેની માટે તમારે ફટકડીના પાણીથી કોગળા કરવાના છે. 

લીમડાનું દાંતણ : પહેલાના સમયમાં લીમડાના દાતણનો ખુબ ઉપયોગ થતો હતો આજે પણ અમુક ગામમાં આ દાંતણ વપરાય છે અને હવે તો શહેરમાં પણ દાંતણ વાપરવામાં આવે છે. જો તમારી આસપાસ કોઈ કડવા લીમડાનું ઝાડ છે તો તમારે તેની ડાળખી તોડીને તેમાંથી પાંદડા વાળી નાની ડાળીઓ અલગ કરી લેવાની છે અને પછી તેનાથી દાંતણ કરવાનું છે. આનો ટેસ્ટ કડવો હોય છે અને એટલે જ સડો આગળ વધારનાર કીટાણુઓનો નાશ થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment