ઉપયોગમાં આવે તેવી 100+ હેલ્થ ટિપ્સ

હેલ્ધી રહેલું જેટલું ચેલેન્જિંગ લાગે છે એટલું છે નહીં કારણ કે હેલ્ધી અને ફિટ રહેવા માટે આપણે કંઈક વધારે પડતું જ વિચારીએ છીએ પણ કઈ કરી નથી શકતા. પણ ફિટનેસ અને હેલ્થ માટે કંઈક મોટું કરવાનું નહિ, પણ નાના નાના સ્ટેપ્સ લેવાની જરૂર છે, જેનાથી તમને મોટો ફાયદો થશે.

– સૌથી પહેલા તમારા દિવસની સારી શરૂઆત કરો. પોઝિટિવ માઈન્ડ સાથે ઉઠો અને તમારા રૂટિનને હેલ્ધી રાખો

– સવારે ટાઇમસર ઉઠવાનો નિયમ બનાવો

– સવારે ઉઠતાની સાથે જ એક કે બે ગ્લાસ હુંફાળું પાણી પીવો.

– હળવી એક્સરસાઇઝ, યોગ કે વોકથી કરો હેલ્ધી શરૂઆત. રોજ સમય કાઢીને થોડો ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો.

– રોજ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી ચોક્કસ પીવો

– ચહેરા પર સ્માઈલ રાખો અને પોતાની જાતને મોટીવેટ કરો કે આજનો દિવસ સારો રહેશે અને હું ખુશ રહીશ.

– એ પછી વારો આવે છે હેલ્ધી બ્રેકફાસ્ટનો. પૌષ્ટિક નાસ્તો કરો કારણ કે એનર્જી વધારવા અને નવા દિવસની શરૂઆત માટે સૌથી જરૂરી છે પૌષ્ટિક નાસ્તો.

એ સિવાય બ્રેકફાસ્ટ તમને મેદસ્વી થવાથી બચાવે છે. જે લોકો સવારે નાસ્તો નથી કરતા એમની વેસ્ટ લાઇન નાસ્તો કરનારની સરખામણીમાં વધુ હોય છે.

– ભલે લંચ સરખું ન કરો પણ નાસ્તો હેલ્ધી કરશો તો ફેટથી બચી શકશો.

– બહુ વધારે મીઠું અને સ્વીટ ખાવાથી બચો.

– ચા કે કોફીને બદલે ગ્રીન ટીને તમારા રૂટિનમાં સામેલ કરો

– સીઝનલ ફ્રૂટ્સ અને શાકભાજી ખાઓ

– ખાવાના એક કલાક પહેલાં એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીઓ

– રાત્રે હળદર વાળું દૂધ પીઓ

– પૂરતી ઊંઘ લો કારણ કે ઊંઘ પુરી ન થાય તો તબિયત તો બગડે જ છે પણ વજન પણ વધે છે.

– વાસી ભોજન ન કરો. જેમ બને એમ તાજું જ ભોજન લો

– આખા અઠવાડિયાની ડાયટ પ્લાન કરી તેનો ચાર્ટ બનાવી લો

– સૂપ પીઓ અને સલાડ ખાઓ

– ડ્રાયફ્રુટને પણ તમારા રૂટિનમાં સ્થાન આપો

– રોજ લીંબુનું સેવન કરો. લીંબુ શરબત તરીકે કે પછી ભોજનમાં લીંબુ નીચોવીને પીઓ. એ તમારી પાચનશક્તિને સારી બનાવે છે.

– રોજ સવારે એક ટીસપુન ફિશ ઓઇલ લેવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.

– પનીરનું સેવન કરો કારણ કે એ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

– એ જ રીતે દહીં કે છાશનું પણ નિયમિતપણે સેવન કરો કારણ કે એમાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

– પ્રોટીનથી ભરપૂર હોય તેવું ભોજન લો, એ તમારું મેટાબોલિઝમ વધારે છે.

– ઇટિંગ હેબીટ્સને એકદમ જ બદલવાને બદલે ધીમે ધીમે બદલો

– બહુ સ્ટ્રીકટ ડાયટ ન કરો કારણ કે એને વધુ સમય સુધી ફોલો કરવું ખૂબ જ મુશ્કેલ છે.

– જમ્યા પછી તરત પાણી ન પીઓ

– દિવસમાં બે વાર ભરપેટ ખવાને બદલે 5 6 વાર થોડું થોડું ખાઓ

– જમવાનું ચાવી ચાવીને જ ખાઓ

– ડાયટમાં ફાઇબર સામેલ કરો. ફાઇબર જેટલું વધુ એટલું જ પેટ હેલ્ધી રહેશે કારણ કે કબજિયાતની સમસ્યા નહિ થાય

-અમુક મસાલા બહુ જ હેલ્ધી હોય છે, મરી, તજ, લવિંગ,ઈલાયચી, ધાણા, જીરું, વરિયાળી વગેરેનું સેવન શરૂ કરો

– બહુ વધારે પેઈન કિલર્સ ન લો

– શરદી ખાંસી થાય તો સિંધવ મીઠાને હુંફાળા સરસવના તેલમાં મિક્સ કરીને છાતી પર લગાવો

– ફ્રાઈડ તેમજ પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ

– અઠવાડિયામાં એક કે બે વાર તમને જે ભાવતું હોય એ ખાઓ

– હોલ ગ્રેઇન્સ અને ફાઇબર્સનું ભરપૂર સેવન કરો

– હંમેશા ભૂખ લાગી હોય એનાથી થોડું ઓછું ખાઓ જેથી પાણી માટે જગ્યા રહે

– ખાવાનું બનાવતા અને ખાતા પહેલા સાબુથી હાથ ધુઓ

– હેલ્થ ચેકઅપ પણ નિયમિત રીતે કરાવતા રહો.

– તમારી પસંદનું કામ કરો, તમારા શોખને પુરા કરવા માટે પણ સમય કાઢો, આવું કરવાથી તમે રિફ્રેશ રહેશો

– ડાન્સિંગ અને સ્વિમિંગ કલાસ જોઈન કરો

– રિસર્ચ કહે છે કે વધુ ટીવી જોનારની લાઈફ ઓછી થઈ જાય છે એટલે બહુ ટીવી ન જુઓ

– કોમ્પ્યુટર અને મોબાઇલની સામે વધુ વાર સુધી ન બેસી રહો

– ઘરમાં સારું વેન્ટીલેશન હોવું જોઈએ, દિવસે બારીઓ ખુલ્લી રાખો જેથી તાજી હવાની ઘરમાં અવરજવર રહી શકે

– નાહ્યા પછી થોડું ધ્યાન કરો.

– ખાંસી અને છીંક આવે તો મોઢું અને નાક ઢાંકીને રાખો

– ઓવરઇટિંગથી બચીને જ રહો

– ફોન પર બહુ વાર સુધી વાતો ન કરો એનાથી ઘણા પ્રકારની તકલીફ થઈ શકે છે.

– લાંબા સમય સુધી એક જ જગ્યાએ ન બેસી રહો

– એસીનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરો.

– ઓરલ હેલ્થ અને હાઈજિનનું પણ ખાસ ધ્યાન રાખો.

– તણાવથી બને ત્યાં સુધી દૂર જ રહો કારણ કે સ્ટ્રેસ આખા શરીર તેમજ ખાસ કરીને પાચનતંત્ર પર નકારાત્મક પ્રભાવ પાડે છે.

– ખુશ રહેવાનું અને ખુલીને હસવાનું શીખો. ખુલીને હસવાથી ફેફસા મજબૂત બને છે.

– સમય મળે ત્યારે બોડી તેમજ હેડ મસાજ કરાવો. એનાથી થાક ઉતરી જશે અને બોડી સર્ક્યુલેશન પણ વધશે

– પર્સનલ હાઈજિનનું મહત્વ પણ સમજો અને એના પર પણ ધ્યાન આપો

– શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો.

-કુકિંગ થેરપી ટ્રાય કરો. કહેવાય છે કે જ્યારે તમે જાતે જમવાનું બનાવો છો તો સ્ટ્રેસ ઘટે છે

– રાત્રે સૂતી વખતે કોશિશ કરો કે મોડા સુધી ન જાગો,એનાથી તમારું પાચનતંત્ર પણ ખરાબ થશે.

-પોતાના વિશે સારું વિચારો, આખા દિવસમાં એક એવું કામ કરો જેનાથી બીજાને મદદ થી શકે, એનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે

– ચિટિંગ, જુઠ્ઠું બોલવું કે ઈર્ષ્યા જેવા નકારાત્મક ભાવ મનમાં ન લાવો

આવી બીજી ઘણી આદતો છે જે તમારી લાઇફસ્ટાઇલને હેલ્ધી બનાવી શકે છે તો પછી હવે રાહ કોની જુઓ છો, આજથી જ શરૂ કરી દેજો અમે આપેલી આ ટિપ્સ અપનાવવાની. આશા છે અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment