કબજિયાત
તમને ખ્યાલ હશે જ કે જેને પણ કબજિયાત ની સમસ્યા હોય તેને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અત્યારે કબજીયાતથી મોટી ઉંમરના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે.
કબજિયાતવાળા લોકો હમેશા અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે. કબજિયાત થવા પાછળનું મુખ્ય કારણ જોઈએ તો, આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા શરીરમાં મુખ્ય પાંચ પ્રકારના વાયુ હોય છે. તેમાંનો એક ‘અપાન’ નામનો વાયુ હોય છે. અપાનવાયુ પોતાનું બેલેન્સ ગુમાવી દે અથવા તો અપાનવાયુ એ કુપિત થાય છે, ત્યારે કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. આપણા શરીરના નાના અને મોટા આંતરડામાં અપાનવાયુ મોટો ભાગ ભજવે છે. તથા કબજિયાત જેવી બીમારી પણ તેના કારણે થાય છે.
મોટાભાગે ડોક્ટરો આ સમસ્યાને મટાડવા માટે અલગ અલગ પ્રકારની દવાઓ આપતા હોય છે અને ઘણા બધા લોકોએ દવાઓ લેતા પણ હોય છે. આ દવાઓને કારણે અમુક સમયે આપણા શરીરમાં આંતરડામાં સોજો આવવાની શક્યતા ઊભી થતી હોય છે. તમે એ કબજિયાતને દૂર કરો ત્યારે બીજી અમુક સમસ્યા ઊભી થતી હોય છે.
આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, વાયુને દૂર કરવા માટે ફક્ત બે જ વસ્તુ નો ઉપયોગ કરવામાં આવે તો વાયુ ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ સહેલાઈથી મટાડી શકાય છે. 1. હરડે, 2. એરંડીયા નુ તેલ. જ્યારે તમે રોટલી બનાવો છો, ત્યારે તેમાં એરંડિયું તેલ નાખવું જોઈએ એનાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે તમને જો કબજિયાત જેવી સમસ્યાઓ થાય તો, તેને મટાડવા માટે દરરોજ સવારે અને સાંજે ભોજનમાં રોટલી નો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમાં બીજા કોઈનો નહીં પરંતુ એરંડીયા તેલનો ઉપયોગ કરવો જોઈએ. એરંડીયા તેલ ની રોટલી ખાધા બાદ તમારે એક નાની હરડે મોઢામાં ચૂસવી. એકાદ કલાક સુધી મોંઢા માં હરડે રાખવી જોઈને. આ પ્રયોગ પાંચથી છ મહિના સુધી નિયમિત કરવાથી કોઇપણ પ્રકારની ગેસ, વાયુ અને કબજિયાતની સમસ્યા હોય તો એ પૂરેપૂરી રીતે છૂટકારો મળે છે.
આ સિવાય એરંડાના બીજા ઉપાય તરીકે છે. 2 ચમચી દીવેલ 1 કપ નવશેકા દૂધમાં મિક્સ કરી રોજ રાતે સૂતી વખતે પીવું જોઈએ.
એરંડીયાના તેલના ઉપાય કબજિયાતની સમસ્યામાંથી છુટકારો અપાવે છે, પરંતુ આ ઉપાય સિવાય પણ કબજિયાતથી છુટકારો મેળવવા માટેના અન્ય અસરકારક ઉપાય પણ છે. જે નીચે પ્રમાણે છે.
મેથીદાણા પણ કબજિયાતની સમસ્યા માટે શ્રેષ્ઠ મનાય છે. દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીદાણાનું ચૂરણ પાણીમાં મેળવીને પીવું જોઇએ. મેથી સવારે તમારા પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે. આ સિવાય રોજ રાતે 1 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી સવારે તેણે ઉકાળી નવશેકું રહે એટલે નરણાં કોઠે પીવાથી પણ પેટની સમસ્યાઓ ખતમ થાય છે. એસિડિટી, પેટનો દુખાવો, આફરો, બેચેની જેવી સમસ્યામાં મેથી દાણાનું સેવન શ્રેષ્ઠ છે.
વરિયાળી કબજિયાતની સમસ્યા દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લેવી. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લેવી.રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લેવો. તેનાથી ગેસ, કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
દરરોજ દહીં ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે. અજમો એક ખુબ સારી દવા છે. રાત્રે સૂતી વખતે અજમો અને ગોળ બન્ને ભેળવી ને ચાવીને ખાઈ ને પાણી પીવું. જેનાથી સવારે પેટ સાફ થઈ જાય છે. દાડમ નું જ્યુસ પણ પેટ સાફ કરે છે. દાડમ ના દાણા જો ચાવીને ખાવામાં આવે તો તે પેટ સાફ કરે છે. જામફળ પણ પેટ સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. તે ખાવાથી પેટ સાફ થઇ જાય છે. કાકડી અને ટમેટા સહેલાઈથી મળી જાય છે, તે ખાવાથી પણ પેટ સાફ થાય છે. રાત્રે દુધમાં ઘી ભેળવીને પીવાથી તેનાથી સવારે પેટ બિલકુલ સાફ થઇ જાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાચો :- સફેદ વાળને ડામર જેવા કાળા કરવા માટે કરો આ ઉપાય
અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.