હમણાં જ થોડા દિવસ પહેલા બૉલીવુડમાં એક ખુબ જ લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું હતું. હવે આ વાત પરથી અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે આજના સમયમાં જીવનનો કોઈ જ ભરોસો નથી. તમે તમારું સ્વાસ્થ્ય જેટલું સાચવશો એટલા જ વધારે સ્વસ્થ રહેશો. આજના સમયમાં જેવી રીતે નવી નવી બીમારીઓ અને વાઇરસ ફેલાઈ રહ્યા છે એ પ્રમાણે આપણે આપણું સ્વસ્થ્ય વધારે સાચવવું જોઈએ. આપણે સલામત હઈશું તો આપણે આપણા પ્રિયજન અને પરિવાર સાથે રહી શકશો. તેમની અને તમારી ઈચ્છાઓ પુરી કરી શકશો અને તમે જોયેલા બધા સપના સમયસર પુરા કરી શકશો.
આજે અમે તમને એક ઉપાય જણાવવાના છે જેનાથી તમે ઘણું સ્વસ્થ જીવન જીવી શકશો. ઉંમર વધવાની સાથે તમારી શક્તિઓ ઘટશે નહિ પણ વધતી રહેશે. આની માટે તમારે રસોડામાં રહેલ તજનો ઉપયોગ કરવાનો છે. જો ઘરમાં તજ ના હોય તો તમે બહારથી તજનો પાવડર જે તૈયાર મળે છે એ પણ લાવી શકો છો. જો તમે ઘરમાં રહેલ તજનો ઉપયોગ કરો છો તો તમારે એ તજને બરાબર તાપમાં સુકવી લેવા અને પછી તેનો પાવડર બનાવી લેવો. તમારે એક ગલ્લાસ દૂધ ગરમ કરવાનું છે. હવે ગરમ દૂધમાં બે નાની ચમચી તજ પાવડર ઉમેરો.
હવે આ દૂધને ધીમે ધીમે પી લો. જો તમારા પાસે તજનો પાવડર નથી તો તમારે એક કે બે ઇંચ જેટલો તજનો ટુકડો દૂધ ગરમ થાય એમાં ઉમેરી દેવો. હવે તમને જણાવી દઈએ કે આ દૂધ પીવાથી તમને એવા તો ક્યા ફાયદા થશે. તમને એક ઓપશન કહું જો તમને ભાવે તો તમે તજ પાવડર વાળી ચા કે કોફી પણ પી શકો છો. પણ બને ત્યાં સુધી પ્લાન કરો કે દૂધ સાથે જ લઈ શકો. હવે આપડે જાની લ્યે તજ દૂધ ના ફાયદા વિશે.
તજ પાવડર વાળું દૂધ ના ફાયદા
ખરતા વાળ-તજ પાવડર વાળું દૂધ પીવાથી તમારા ચેહેરાની સ્કિન તો સુંવાળી અને સાથે તે ચમકદાર પણ બનશે. આ સાથે જો કોઈ મહિલાના વાળ ખરી રહ્યા છે તો તેમને આ દૂધ પીવાથી વાળ ધીરે ધીરે ખરતા અટકી જશે અને વાળ ખુબ જ સ્વસ્થ બનશે.
ઊંઘ –આજકાલ કામના તણાવને લીધે ઘણા મિત્રોને રાત્રે ઊંઘ આવતી નથી તો તમે જો સતત એક અઠવાડિયા સુધી આ ઉપાય કરશો તો તમને રાત્રે સારી ઊંઘ લઈ શકશો. આની માટે હંમેશા તજ વાળું દૂધ રાત્રે સુતા પહેલા જ પીવાનું છે.
વજન ઘટાડવું- તજવાળું દૂધ પીવાથી વજન ઘટાડવામાં પણ ઉપયોગી રહે છે. તજએ શરીરમાં ચરબીમાં ભેગી થવા દેતી નથી. જે પણ મિત્રોને જમી લીધા પછી થોડી જ વારમાં ફરીથી ભૂખ લાગે છે તેમની માટે આ દૂધ એ ચમત્કાર સાબિત થશે. આ દૂધ પીવાથી ખોરાકને શરીરમાં બરાબર પચવાનો સમય મળે છે. તમારું પેટ તમને ભરેલું જ લાગશે અને તેના લીધે ભૂખ પણ ઓછી લાગશે. તો વજન ઘટાડવું હોય તો પીવો તજના પાવડરવાળું દૂધ.
કબજિયાત-જે મિત્રને સવારમાં બરાબર પેટ સાફ નથી થતું અને અવારનવાર કબજિયાતની તકલીફ રહે છે તેમણે આ દૂધને સવારમાં પીવાનું રહેશે. આ સાથે આ દૂધ એકદમ ઠંડુ કરીને નથી પીવાનું તેને થોડું હૂંફાળું જ પીવાનું રહેશે.
ડાયાબિટીસ-આજકાલ બહુ નાની ઉંમરે પણ લોકોને ડાયાબિટીસ થાય છે ત્યારે જો તમે આ દૂધનું સેવન કરશો તો તમને સુગરમાં પણ ફાયદો રહેશે. તજને પોતાની પણ થોડી મીઠાસ હોય છે એટલે તમારે દૂધમાં ઓછી ખાંડ કે સાકર વાપરવી પડશે. આ દૂધ પીવાથી જે મિત્રો ટાઈપ 2 ડાયાબિટીસથી હેરાન થઇ રહ્યા છે તેમને ખુબ લાભ થશે.
ખાસ નોંધ – જો તમે આ ઉપાયનું પરફેક્ટ રિઝલ્ટ મેળવવા માંગો છો તો તમારે આ દૂધ સતત ત્રણ મહિના પીવાનું રહેશે.
આ સાથે તમે તજને રોજિંદા ભોજનમાં પણ વાપરી શકો છો. જેમને તજના પાવડર વાળું દૂધ પસંદ નહિ હોય તેઓ માટે રોજ જે જમવાનું બને એમાં ઉમેરીને ખવડાવી શકો છો. અમારી આ ઉપયોગી માહિતી મિત્રો સાથે જરૂર શેર કરજો..
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.