વૃદ્ધાવસ્થા દરમિયાન પણ જો તમે સ્વસ્થ અને નિરોગી રહેવા માંગો છો તો અપનાવો આ 5 ખાસ બાબત

વૃદ્ધાવસ્થા

આજે કોણ એવું હશે જે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા નહીં માંગતા હોય. કોરોનાકાળમાં આજે બધા વધુને વધુ પોતાનું ધ્યાન રાખતા થયા છે. પણ આજે બદલાતી જતી જીવનશૈલીને લીધે ઘણીવાર આપણી ઈચ્છા ના હોવા છતાં આપણાથી અમુક વાર પોતાનું ધ્યાન રાખવામાં ચૂક થઈ જતી હોય છે. 

જ્યારથી કોરોનાને કારણે ઘરે બેસીને કામ કરો એ સિસ્ટમ આવી છે ત્યારથી મોટાભાગના બધાની આખા દિવસની જે સ્થિતિ પહેલા હતી એમાં ઘણો બદલાવ આવી ગયો છે. કોઈપણ સમયે કાંઈ પણ વસ્તુ ખાઈ લેવી. કસરત કે પછી ચાલવા જવાની તો ટેવ જ ઘણા ભૂલી ગયા હશે. તો આજે અમે એવી કેટલીક માહિતી તમારા માટે લાવ્યા છે જે તમારે આજથી જ ફોલો કરવાની છે તો અને તો જ તમે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ અને મસ્ત રહી શકશો. 

1. સૌથી પહેલા તો આ લોકડાઉન અને ઘરે બેસીને કામ કરવાની આદતના લીધે જે રાત્રે મોડે સુધી જાગવાનું અને સવારે 10 વાગ્યા સુધી પડ્યું રહેવાનું એ ટેવ છે ને એ બદલવી પડશે. એકાદ દિવસ તમને તકલીફ પડશે વહેલા ઉઠવાથી પણ જો તમે એક દિવસ કાંઈ પણ કરીને વહેલા ઉઠી જજો અને રાત્રે વહેલા ઊંઘી જજો. બે થી ત્રણ દિવસ આ રીત ફોલો કરશો તો તમને પછી આદત પડી જશે. 

2. હવે વહેલા ઉઠવાની આદત તો પડી જશે હવે વહેલા ઉઠીને અને રાત્રે સૂતા પહેલા એક કામ કરવાનું છે. આ કામ હંમેશા સવારે ઉઠીને તરત કરવાનું છે બ્રશ કર્યા પહેલા અને રાત્રે ઊંઘવા જતા પહેલા. રાત્રે આ કામ કરીને ક્યારેય કશું ખાવાનું કે પીવાનું નથી, હા રાત્રે ઉઠો અને પાણી પીવું પડે એ અલગ વાત છે. આની માટે તમારે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવાનું અને એ પી શકીએ એવું ઠંડુ થઈ જાય એટલે પી જવાનું. બસ આટલું જ કરશોને એટલે તમારા શરીરમાં રહેલ મોટાભાગની બીમારીઓ દૂર થઈ જશે. સાથે સાથે પેટ પણ સાફ થઈ જશે એટલે આખો દિવસ તમે ફ્રેશ ફિલ કરશો. આમ જો તમારું પેટ ખુશ હશે તો તમે પણ તમારી સ્કિનને ખુશ રાખી શકશો. બાકી કબજિયાતની તકલીફ કેટલી કસ્ટદાયી હોય છે એ તો જેને કબજિયાત થઈ હોય એ જ સમજી શકે. 

3. હવે એક ખાસ વાત તમારે દરરોજ દિવસમાં ઓછામાં ઓછા એકવાર તો એક ફ્રુટ ખાવાનું જ છે. જો તમે સવારમાં ઉઠીને કોઈ ફ્રુટ ખાવું પસંદ કરો છો તો તમારે એક પાકું કેળું ખાવું જોઈએ. પણ એ પાકું કેળું તમારે 9 વાગ્યા પહેલા જ ખાઈ લેવાનું છે. જો 9 વાગ્યા પછી તમે કોઈ ફ્રુટ ખાઈ રહ્યા છો તો તમારે કોઈ ખાતું અને રસદાર ફ્રુટ ખાવાનું રહેશે. જેમ કે નારંગી, મોસંબી, દ્રાક્ષ કે પછી કોઈપણ જે તમને પસંદ હોય. મુદ્દે કોઈપણ એક પાકું ફ્રૂટ ખાવાનું છે. ફ્રૂટ ખાવાથી તમારા શરીરને ખૂટતા  બધા જ વિટામિન અને બીજા પોષકતત્વો મળશે.

4. ઘણાને આદત હોય છે કે એકની એક વર્ષો જૂની અને હંમેશા દુઃખ આપે એવી વાતો યાદ રાખીને બેસી રહે જયારે પણ કામ વગર બેસે કે તેમને એ એક જ વાત યાદ આવે. પણ આવું નથી કરવાનું તમારે તમારું મન હંમેશા તમને મનગમતા કામમાં લગાવો અને મનગમતા લોકો સાથે સમય પસાર કરો. તમારું મન ખુશ હશે તો તમારું હૃદય પણ સ્વસ્થ રહેશે.

5. તમારે તમારા રોજિંદા ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. શરીરનું બીમાર થવું એની પાછળ સૌથી મોટું કારણ છે ખાવા પીવામાં બેધ્યાન બનવું. કોઈપણ સમયે કોઈપણ વસ્તુ ખાવી એ સારી વાત નથી. આમાં ફક્ત બહારનું ખાવાનું જ નથી આવતું પણ સમય વગર જો તમે બપોરનું જમવાનું રાત્રે કે સાંજના સમયે ક્યારેય ખાવું જોઈએ નહિ. વારંવાર ગરમ કરીને ખાવામાં આવતું ભોજન એ શરીર માટે હાનિકારક છે. તમારે બહારનું ભોજન પણ ધીરે ધીરે અવગણવાનું છે. જાણીએ છીએ બહુ સરળ નથી પણ એવું કશું જ નથી જે ના થઇ શકે તો ધીરે ધીરે પ્રયત્ન કરજો એકદિવસ તમને સફળતા જરૂર મળશે.

જો તમે આ 5 બાબતનું ધ્યાન રાખશો તો વધતી જતી ઉંમર સાથે તમારું હૃદય, શરીર અને મન તો યુવાન જ રહેશે. બીમારી ઓછી આવશે અને તમે ખુશી ખુશી જીવન વિતાવી શકશો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment