શરદી, ઉધરસ, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો જેવી બીમારી માટે રામબાણ ઔષધિ

સ્વાસ્થ્ય સાથે સુંદરતા પણ આ કોનું સપનું નહિ હોય. લગભગ દરેક વ્યક્તિ એવું વિચારતી હશે કે તે હંમેશા યુવાન રહે અને રોગ તેમને નખમાં પણ થાય નહિ. બધા સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે પણ એની માટે જે કેર કરવામાં આવે છે એ કરતા નથી. પણ આજે અમે એક એવી આયુર્વેદિક સામગ્રી તમારી માટે લઈને આવ્યા છીએ જે જાણીને તમે પણ તમારું સ્વાસ્થ્ય ખુબ સારું બનાવી શકશો. આ આયુર્વેદિક ઔષધિનું નામ છે ગિલોય.

તમને કોઈએ કે પછી તમે કોઈને તો સલાહ આપી જ હશે કે ડાયાબિટીસ ઘટાડવો છે તો તું ગિલોયનો રસ પીવાનું શરૂ કર. પણ ઘણીવાર વ્યક્તિ આ સલાહ માનતો નથી પણ જયારે તમે આ સલાહ નથી માનતા ત્યારે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. તમને જાણીને નવાઈ લાગશે પણ ગિલોયની ઉત્પત્તિ એ જયારે દેવતા અને દાનવ વચ્ચે સમુદ્રમંથન થયું હતું અને અમૃત ઉત્પન્ન થયું હતું તેમાંથી અમુક ટીપા જમીન પર પડ્યા હતા એ ટીપાને આજે આપણે ગિલોય કહીને ઓળખીએ છીએ.

ગિલોયના રસના ઉપયોગથી તમે ઘણીબધી બીમારીઓ દૂર કરી શકો છો આવો અમે તમને જણાવી દઈએ વિગતે. પણ સૌથી પહેલા તમને શીખવાડીએ ગિલોયનો રસ બનાવવા માટેની સરળ રીત.

ગિલોયનો રસ બનાવવા માટેની રીત

ગિલોયના વેલમાંથી ડાળીઓ તોડો અને તેને બરાબર સાફ કરી લો. પછી એક વાસણમાં પાણી ઉમેરો અને એ પાણીમાં ગિલોયની ડાળીઓ ઉમેરો. આ પાણી જ્યાં સુધી અડધું ના થઇ જાય ત્યાં સુધી ઉકાળો. હવે આ ઠંડુ થાય પછી તેને દરરોજ પીવાના ઉપયોગમાં લઈ શકો છો. ધ્યાન રાખો આને વધારે પ્રમાણમાં પણ નથી પીવાનું. દિવસ દરમિયાન તમે ત્રણ કે ચાર ચમચી પી શકો છો. આ ગિલોય ઉમેરીને પાણી ઉકાળો ત્યારે તેમાં તમે થોડો અજમો પણ ઉમેરી શકો છો. તેનાથી ટેસ્ટ થોડો વ્યવસ્થિત લાગશે.

હવે તમને જણાવી દઈએ ગિલોય રસ પીવાના ફાયદા.

ડાયાબિટીસ – જે પણ મિત્રોને ડાયાબિટીસ હોય તેમની માટે આ એક બહુ જ ઉપયોગી રસ છે. રોજિંદા જીવનમાં થઇ રહેલ ફેરફારને કારણે શરીરમાં સતત ઘણા બદલાવ થતા રહે છે. ગિલોયનો રસ એ શરીરમાં વધારે ઓછી થતી સુગરને કંટ્રોલમાં રાખે છે. આ રસ એ ડાયાબિટીસ ટાઈપ 2 ના દર્દીઓ માટે બહુ ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટે – જે પણ લોકો વજન ઘટાડવા માટે ટ્રાય કરે છે તેમણે આ રસ જરૂર પીવો જોઈએ. આ રસ એ શરીરમાં રહેલ મેટાબોલિઝમ પર અસર કરે છે. આનાથી તમારું પાચન મજબૂત બને છે અને પાચન મજબૂત હશે તો તેનાથી તમારા કમર અને પેટ પરની ચરબી ઓછી કરવામાં મદદ કરશે. તમે જો વજન ઘટાડવા પ્રયત્ન કરો છો પણ ફરક નથી પડતો તો તમને જણાવી દઈએ કે તણાવને લીધે તમે કરેલ પ્રયત્ન અસર નહિ બતાવે. એટલે આ રસ તમે પીશો તો તે તણાવથી થવાવાળી અસર સામે લડશે અને તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.

શરદી, ઉધરસ,- ગિલોયનો રસ જો તમને શરદી, ઉધરસ થઈ હોય તો તમે આ રસ નો એક ગલાસ સાજે જમી ને પી શકો આનાથી તમને શરદી, ઉધરસ માં ખુબજ રાહત મળ છે. તો આ રસ પીવાનું જરૂર રાખો.

સાંધાનો દુખાવો- આજ કાલ બધા લોકો નો એક જ પ્રોબલમ હોય છે તે સે સાંધાનો દુખાવો. જો તમને સાંધાનો દુખાવો થતો હોય તો તમને ગિલોયનો રસ મદત કર છે એક રસ નો ગલ્લાસ સવારે અને સાજે પીવાનું રાખો આવી રીતે તમને તોડા જ દિવસ માં સાંધાનો દુખાવો માં રાહત મળે છે

ગિલોયનો રસ એ ફક્ત ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં જ મદદ કરે છે એવું નથી ગિલોયના રસથી તમારા વાળ અને તમારા ચહેરાની સુંદરતા વધશે. એટલે હંમેશા ગિલોયના રસનું સેવન કરો.

આજે પરિવારમાં કોઈને અને કોઈને સાંધાનો દુખવો થતો જ હોય છે. ઘરમાં વડીલ લોકોને આ તકલીફ ખાસ જોવા મળે છે એટલે જો તેઓ આ રસનું સેવન કરે છે તો તેઓ કોઈપણ લાકડી કે ટેકા વગર સારી રીતે ચાલી શકશે.

તો હવે ગિલોયનો રસ પણ તમે બનાવતા શીખી ગયા છો અને તમને તેના ફાયદા પણ જાણો જ છો તો બસ બનાવો અને પીવો. 

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment