તમારા રસોડામાં જ રહેલ છે શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફનો રામબાણ ઈલાજ

આજે કોરોનાકાળમાં જયારે પણ આપણે કોઈની સાથે બેઠા હોઈએ કે કોઈ ગ્રુપમાં વાતો કરતા હોઈએ અને અચાનક આપણને ગળામાં થોડી ખીચખીચ થાય અને આપણે ગળું ખંખેરીયે કે તરત બધા આપણી સૌ એવી રીતે જુએ જાણે આપણે કોઈ ગુનો કર્યો હોય. કેમ જાણે આપણે સાચે કોરોના પોઝિટિવ હોઈશું અને સામેવાળાને પણ ચેપ લગાડીશું.

પણ  નથી આજે બહુ ઓછા લોકો આ હકીકત જાણે છે કે પહેલા જયારે કોરોના નહોતો ત્યારે પણ આપણને તાવ, શરદી, ઉધરસ અને કફ થતો જ હતો પણ હવે એ બીમારીને સીધું કોરોના સાથે સંબંધ છે એમ દરેક લોકો માનતા થયા છે. તમને જણાવી દઈએ કે જેને પણ ઉધરસ, શરદી કે તાવ આવે એમને કોરોના હોય એ સાચી હકીકત નથી. ઘણા લોકોને શરદીનો કોઠો હોય છે એટલે એવા લોકોને કોઈપણ સીઝનમાં ક્યારેય પણ શરદી થઇ જતી હોય છે. તો ઘણીવાર અમુક વસ્તુઓથી એલર્જીના કારણે પણ શરદી કે ઉધરસ થતી હોય છે. 

આજે અમે તમારી માટે એક એવી વસ્તુની માહિતી લાવ્યા છે કે જે વસ્તુ તમારા રસોડામાં જ મળે છે. આ વસ્તુ છે અજમો. હા અજમાના એ જીણા જીણા દાણાના બહુ મોટા મોટા ફાયદા છે. તમને પણ યાદ જ હશે કે જયારે પણ આપણે નાના હતા ત્યારે પેટમાં દુખે કે તરત જ મમ્મી કે બા આપણને મીઠા સાથે અજમો ખાવાનું કહેતા હતા. આ તો અજમાનો બહુ સામાન્ય ફાયદો છે. તો ચાલો તમને જણાવીએ અજમાના અઢળક અને ઉપયોગી ફાયદા.

ઉધરસ-જે પણ મિત્રોને ઉધરસ થયી હોય તેમના માટે તો અજમો ઘણો ચમત્કારિક સાબિત થયો છે. તેના માટે તમારે એક ચમચી અજમાને 10 મિનિટ એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવાનો છે. પછી આ પાણીને બરાબર ઉકાળવાનું છે અને ઠંડુ થાય એટલે કે પીવાઈ જાય એવું ઠંડુ થાય એટલે તે પાણીને ગાળીને પી લો. જો તમે દિવસમાં બે વાર એકવાર સવારે અને એકવાર રાત્રે સુતા પહેલા આ પાણી પીશો તો તમારી ઉધરસમાં તમને રાહત મળશે.

દાંતના દુખાવામાં-દાંતના દુખાવામાં અને પેઢામાં સોજો આવી જવો એવી તકલીફ હોય તો તેવા મિત્રોએ હૂંફાળા પાણીમાં અજમાના તેલના બે થયો ત્રણ ટીપા ઉમેરવા અને પછી બરાબર હલાવીને એ પાણીથી બરાબર કોગળા કરવા. આ ઉપાય તમારે દિવસમાં બે થી ત્રણ વાર કરવાનો છે. આ સિવાય જે પણ મિત્રોને દાંતમાં દુખાવો રહેતો હોય તેમણે અજમાને શેકીને તેનો પાવડર બનાવી લેવો અને એ પાવડરને આપણે  ઘસીએ એવીરીતે ઘસી લેવાનું. અથવા તમે બ્રશથી પણ ઘસી શકો. મોઢામાં થતી કોઈપણ માટે આ એક રામબાણ ઉપાય છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો.

વજન ઘટાડવા-સૌથી મોટો ફાયદો હવે અમે તમને જણાવી રહ્યા છે. વજન ઘટાડવા માટે જે મિત્રો ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે આ ખાસ ઉપાય છે. આની માટે સવારમાં ઉઠીને તરત બ્રશ કર્યા પહેલા આ ઉપાય કરવા સૌથી પહેલા અજમો ઉમેરીને પાણી ઉકાળો અને તે પાણી પીવા જેવું હૂંફાળું થઇ જાય એટલે તેમાં સંચળ ઉમેરો. એક ગ્લાસ પાણી હોય તો તેમાં અડધી ચમચીથી પણ ઓછું સંચળ ઉમેરવું. આ ઉપાય જો તમે દિવસમાં બે વાર સવારે ઉઠીને તરત અને રાત્રે સુતા પહેલા કરશો તો ફક્ત 15 દિવસમાં જ તમારું વજન ઉતરતું તમે જાતે જ જોઈ શકશો.

હવે જો ઘરમાં કોઈપણ વ્યક્તિ અજમો ખાવામાં આનાકાની કરતા હોય તો આ એક સર્વ સામાન્ય રીત છે કોઈને અજમો ખવડાવવા માટેની. વરિયાળી, તલ અને ધાણાદાળ ઉમેરીને મુખવાસ બનાવો ને તેમાં તમે જયારે પણ તલ ઉમેરો ત્યારે તેમાં અજમો પણ ઉમેરો. મુખવાસ તો જમ્યા પછી બધા જ ખુશી ખુશી ખાઈ લેશે. એટલે આ એક સરળ રસ્તો છે અજમો ખાવા અને ખવડાવવા માટેનો.

જયારે પણ કોઈ નાનું બાળક કે અજમો ખાઈ શકતા નથી કે પછી ખાવા માટે આનાકાની કરે છે તેમની માટે તમારે એક ઉપાય કરવાનો છે. કોરી લોઢી કે કઢાઈમાં અજમાને ગેસ પર થોડો શેકી લો. હવે આ શેકેલ અજમો થોડો ઠંડો થાય એટલે કોટનના એક પાતળા કપડામાં એ અજમાને બાંધીને પોટલી જેવું બનાવી દો. હવે આ પોટલી નાના બાળકને બીજા એક કપડાંની દોરી બનાવીને ગળામાં લટકાવી દો. જો બાળક થોડું મોટું છે તો તેના હાથના કાંડા પર રૂમાલમાં આ પોટલી બાંધી દો, સાથે બાળકને જણાવો કે થોડી થોડીવારે આ પોટલી સુંઘતા રહે. આમ અજમો ખાવના અનેક ફાયદા છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

 

Leave a Comment