તમારે ખુબજ ઝડપથી લોહી બનાવવું છે? તો કરો આ ઉપચાર

આજકાલ વાતાવરણને લીધે નવા નવા રોગ અનેક બીમારીઓ ફેલાતી રહે છે જયારે પણ આપણા શરીરમાં કોઈ બીમારીના જીવાણું ફેલાય છે ત્યારે એ એ બીમારી સામે રક્ષણ કરે છે એ આપણી રોગપ્રતિકારક શક્તિ. જે પણ મિત્ર અવારનવાર બીમાર પડે છે તો તેની પાછળ એક જ કારણ હોય છે કે જે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તેમને જલ્દી કોઈપણ બીમારીનો ચેપ લાગતો નથી. ઇન્ફેક્શનથી બચવા માટે પણ ઇમ્યુનીટી પાવર મજબૂત હોય એ ખુબ જરૂરી છે.

આજે અમે તમારી માટે એક એવી ચમત્કારિક વસ્તુ લાવ્યા છે જે તમારે એકસાથે ખાવાની રહેશે. જો તમે આ બંને વસ્તુ એકસાથે ખાશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ તો વધશે જ સાથે સાથે તમારું લોહી શુદ્ધ પણ થશે અને  લોહી પણ વધ છે જો તમને ડોકટરે લોહી વધારવા માટેનો ખોરાક લેવાનું કીધું હોય તો આ બંને વસ્તુ જો તમે સાથે ખાશો તો તમને ફાયદો જરૂર થશે.

આ બંને વસ્તુઓ તમારા રસોડામાં જ રહેલ છે. એક છે આપણા બધાનો પ્રિય દેશી ગોળ અને બીજી વસ્તુ છે ચણા. આ શેકેલા ચણા આપણે શીંગ સાથે તો ખાતા જ હોઈએ છે પણ હવે આ ચણા તમારે ગોળ સાથે ખાવાના છે. હા આ બંને વસ્તુઓ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે અને તેઓ ખુશી ખુશી ખાઈ પણ લેશે. તો ગોળ અને ચણા સાથે ખાવાથી ઇમ્યુનીટી પાવર વધશે અને તમારા શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારશે. આ તો તમને ખબર પડી ગઈ પણ તમે આ ગોળ અને ચણાના બીજા ફાયદા જાણશો તો તમે દરરોજ ભૂલ્યા વગર ખાશો ચણા અને ગોળ. ગોળ અને ચણાનું સેવન ક્યારે કરવું એ તમને આગળ જણાવીશું.

ગોળ અને ચણામાં રહેલ પોષકતત્વો એ ખોરાકને પચવામાં ખુબ મદદ કરે છે. એટલે જે પણ મિત્રોને સતત કબજિયાતની તકલીફ હોય તેમણે નિયમિત શેકેલા ચણાને ગોળ સાથે ખાવા જોઈએ.

જે પણ મિત્રો ઓછી મહેનતે વજન ઘટાડવા માંગે છે તેમણે ચણા અને ગોળનું સેવન કરવું જોઈએ. ચાના અને ગોળમાં રહેલ ફાઈબર એ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે અને તેનાથી તમને ભૂખ ઓછી લાગશે.

ગોળ અને ચણા

ચાના અને ગોળને સાથે ખાવાથી સૌથી વધુ ફાયદો ડાયાબિટીસ હોય એવા મિત્રોને થાય છે. સતત વધતા એકે ઘટ્ટ જતા બીપીને લીધે કોઈ નિયમિત ગોળી તમારે લેવી પડતી હોય તો તમારે નિયમિત ચણા અને ગોળ ખાવા જોઈએ. નેચરલ મીઠાસ હોવાને લીધે ડાયાબિટીસના દર્દીને કોઈપણ નુકશાન કરશે નહિ.

જો તમને ઉધરસ અને શરદી છે તો તમારે ગોળ સાથે મીઠા અને હળદરવાળા શેકેલા ચણા ખાવા જોઈએ. આમ કરવાથી એક ફાયદો એ પણ થશે કે જો કફ થયો છે તો કફને મટાડવા માટે પણ તે અકસીર ઉપાય છે.

તણાવ અને ચિંતાઓને લીધે જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તેમાં પણ આ ગોળ અને ચણાનું સેવન તમને ફાયદો આપશે.

ઘણા મિત્રો ઉંમર લાયક હોય છે જેમને સતત હાથ, પગ અને કમર દુખાવાની તકલીફ રહેતી હોય છે. આવા મિત્રોને ગોળ અને ચણા ખાવાથી કેલ્શિયમ મળશે અને તેમના હાડકા મજબૂત થશે.

હવે તમને જણાવી દઈએ ગોળ અને ચણા ખાવાનો યોગ્ય સમય. – ચણા અને ગોળ સવારમાં નાસ્તો કર્યા પછી, બપોરે જમ્યા પછી અને રાત્રે પણ જમ્યા પછી જ ખાવાના રહેશે. આમ કરવાથી જમવાના સમયે તમને ભૂખ ઓછી લાગશે અને તમે પ્રમાણમાં માપસર જમવાનું જમી શકશો. આમ હંમેશા હવે જમ્યા પછી ચણા શીંગ સાથે નાઈ પણ ગોળ સાથે ખાવાનું રાખજો. પછી એવું હોય તો બે ચાર દાણા ઉપર શીંગ ખાઈ લેવાની એટલે મોઢું સારું થઇ જશે. બાકી ગોળ અને ચણા પણ સાથે સુપર લાગે છે એકવાર ટેસ્ટ કરજો.

નોંધ: મિત્રો ઉપર દર્શાવેલા બધા એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ માહિતી પુસ્તકો અને અમુક અનુભવી વૈધ પાસેથી મેળવીને લખી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

 

Leave a Comment