પથરી ની દેશી દવા પથરીને ટૂંક સમય માં જ ઓગાળી દેશે આ ઉપાય

પથરી ની દેશી દવા

પથરી એ એવી બીમારી છે. જે ઘણા બધા લોકો માં જોવા મળે છે. પરંતુ જ્યારે પથરીનો દુખાવો ઊપડે છે તે દુખાવો એટલો ભયંકર હોય છે કે, સહન કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પથરીના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા બધા દવાખાના અને મેડિકલ દવાઓ તથા ઇન્જેક્શન લે છે, પરંતુ પથરીના દુખાવામાં એવા કેટલાક ઘરેલુ ઉપચાર છે જે કરવાથી ખૂબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે.

આપણા શરીરનું સૌથી નાજુક અંગ એ કિડની છે. પથરી આમ તો કિડનીમાં ખૂબ જ નાની હોય છે, પરંતુ જ્યારે તેનો દુખાવો ઊપડે છે. ત્યારે વ્યક્તિને હલાવી નાખે છે. કારણ કે, જો પથરી નો દુખાવો થાય ત્યારે લોકોને જમીન પર આળોટતા કરી નાખે છે. કિડનીમાં પથરી થવાના ઘણા બધા મૂળભૂત કારણો જવાબદાર છે.

જ્યારે કિડનીમાં પથરી આવી જાય છે ત્યારે ખૂબ જ ઝડપથી ઈલાજ કરવો જરૂરી બને છે. કારણ કે સમયસર તેનો ઇલાજ કરવામાં ન આવે તો એને ખૂબ જ નુકસાન પહોંચે છે. માટે કિડનીમાંથી પથરી ને દુર કરવા માટે અને પથરી કાયમ શરીરમાં આવે નહીં, એના માટે કેટલાક ઘરેલૂ ઉપચાર અસરકારક રીતે કામ કરે છે.

ખોરાકમાં અરુચી, મોં  અને પગ પર સોજા આવવા, લોહીમાં ફિકાસ, ઉલટી ઉબકા, લાંબા સમયથી નબળાઈ અને રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમા તકલીફ હોવી વગેરે જેવા કારણો કિડનીની સમસ્યા કે રોગને કારણે થઈ શકે છે. આવા લક્ષણો ધરાવતી વ્યક્તિએ તુરંત જ નિદાન કરાવવું જોઈએ. કિડનીના રોગનું સમયસર નિદાન કરાવવામાં આવે તો તેને અટકાવવા, મટાડવા અને કાબૂમાં લેવા માટે ખૂબ જ મહત્વનું રહે છે.

પથરી ની દેશી દવા

સાઇટ્રસ ફળો ખાવા 

કિડનીમાં થયેલી પથરીનું જોખમ ધટાડવા માટે સાઇટ્રીક ફળો ખાવા જોઈએ. કારણ જે, કિડનીમાં થતી પથરી મોટાભાગના દર્દીઓમાં સાઇટ્રિક એસિડની ઉણપથી થતી હોય છે. આ માટે કિડનીને કાયમ સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે સાઇટ્રિક ફળો નો આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેમ કે, નારંગી અને લીંબુ, કીવી વગેરે ખાઈ શકાય છે. જેથી કિડનીમાં રહેલ પથરીને સરળતાથી નીકળી જાય. આ સિવાય કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ. જે નીચે મુજબ છે.

લીંબુ સરબત :

પથરી માટે સાઇટ્રેટ એસિડ જવાબદાર  છે તેનાથી કિડની નો પથ્થર તૂટે છે. લીંબુમાં વિપુલ પ્રમાણમાં સાઇટ્રેટ એસિડ હોય છે આમ તે કિડનીના પત્થરો માટે ઘરેલું ઉપચાર માટે આપડે લઈ શકેએ.

લીંબુના રસના અન્ય અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે.  તે બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે અને વિટામિન સી પ્રદાન કરે છે લીંબુમાં વિટામિન સી વિપુલ પ્રમાણ હોય છે જે આપડા શરીર માટે ખુબ ઉપયોગી છે અને લીંબુ આપને પથરી દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે માટે લીંબુ સરબતનું સેવન જરૂર કરો.

પુષ્કળ માત્રામાં પાણી પીવું 

જયારે કિડનીમાં પથરીમાં હોય છે, ત્યારે ડોક્ટરો સૌથી વધુ માત્રામાં પાણી પીવાનું કહેતા હોય છે. કારણકે જેટલું વધુ પાણી પીવામાં આવે તેટલી જ જલ્દી કિડનીમાં થયેલી પથરી બહાર નીકળી જાય છે, માટે પથરી હોય તો, દિવસમાં ઓછામાં ઓછા 12 થી 14 ગ્લાસ પાણી પીવું જોઈએ. એનાથી પથરીની સમસ્યા માંથી રાહત મળે છે.

આમળાં :

તમારે રોજ સવારે એક-બે ચમચી આમળાનો પાઉડર ખાઓ જોઈએ. તમે પથરી ને દુર કરવા માટે જાંબુ પણ લઈ શકો છે. જાંબુ પથરી ને જડપથી દુર કરવા માં મદદરૂપ થાય  છે

આ રીતે પથરીની સમસ્યા દૂર થવાની સાથે સાથે યુરીનેશનમાં પથરીના કારણે થનારી બળતરા પણ ઓછી કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે નિયમિત પણે 3-4- 3-4 બદામ ચાવવાથી પથરીમાં રાહત મળે છે

આમળાએ પથરી ને દૂર કરવામાં મદદરૂપ થાય  છે તમારે રોજ સવારે એક-બે ચમચી આમળાનો પાઉડર ખાઓ જોઈએ. તમે પથરી ને દુર કરવા માટે જાંબુ પણ લઈ શકો છે.જાંબુ પથરી ને જડપથી દુર કરવા માં મદદરૂપ થાય  છે

કિડની આપણા શરીરને ડિટોક્સિફાય કરે છે. તે પેશાબના રૂપે આપણા શરીરમાંથી ઝેર દૂર કરે છે. જો શરીરમાંથી લોહી ને શુદ્ધ કરનારી કિડનીને ચોખ્ખી રાખવામાં ન આવે તો યુરિન ની વિકૃતિઓ સહિત પેટનો દુખાવો, ઉબકા, ઉલટી થવી, તાવ આવવો વગેરે જેવી ગંભીર સમસ્યાઓ થવાની શકયતા વધી જાય છે.

સિંધવ મીઠું ખાવું 

ઘણા લોકોને ખોરાકમાં વધુ માત્રામાં એટલે કે, ચઢીયાતું મીઠું જોઈતું હોય છે, પરંતુ વધારે મીઠું ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક માનવામાં આવે છે, જેથી આહારમાં મીઠાની માત્રા ખુબ જ ઓછી કરી દેવી જોઈએ. આ સિવાય સાદા મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, માટે આહારમાં કુદરતી રીતે મળી આવતા મીઠાનો ઉપયોગ કરવો જોઇએ. જે હેલ્થ માટે ખૂબ સારું માનવામાં આવે છે.

કોફીનું સેવન બંધ કરવું 

જો તમને વારંવાર કોફી પીતા હોવ તો આ આદતને સુધારવી જોઈએ. કારણકે વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધુ જોવા મળે છે, માટે કેફીન યુક્ત કોફી નું સેવન બંધ કરવું.જેથી આપણે કિડની અને આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી શકીએ.

શાકાહારી વસ્તુઓ ખાવી 

પથરીના દુખાવાની પીડા અસહ્ય હોય છે. જેમાંથી છુટકારો મેળવવા માટે આપણે શુદ્ધ શાકાહારી બનવું પડશે. કારણકે માંસાહારી વસ્તુઓ ખાવાથી યુરિક એસિડના પ્રમાણમાં ખુબ જ વધારો થાય છે. જેના કારણે કિડનીમાં પથરી બનવાનું શરૂ થાય છે. માટે હંમેશા માટે શાકાહારી વસ્તુઓ ખાવી જોઈએ. જેથી યુરિક એસિડનું પ્રમાણ વધે નહીં.

પથરી થવાનું બીજૂ મુખ્ય કારણ RO ના મશીન છે, કારણ કે, જયારથી RO ના મશીન વધી ગયા છે. ત્યારથી જ પથરીની સમસ્યા નું જોખમ ખુબ જ વધી ગયું છે, માટે RO નું પાણી બંધ કરીને માટલાનું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

સરગવાનું શાક

સરગવાનું શાક ખાવાથી કિડનીની પથરી તૂટીને બહાર નીકળી જાય છે. લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને કેટલાક દિવસ સુધી નિયમિત તેને પીવાથી પથરી ઓગળી જાય છે. બીજોરા અને લીંબુનો રસ સિંધવ મીઠા સાથે મિક્ષ કરીને દિવસમાં ચાર વખત પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. પાકેલા જાંબુ ખાવાથી પણ પથરી સમસ્યામાં રાહત મળે છે.

આ પણ વાચો :- પથરી નીકળી જશે વગર ઓપરેશને કરો આ ઘરેલું ઉપચાર

આ સિવાય પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બીજા અન્ય ઉપાય આ પ્રમાણે છે.
– નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.
– જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.
– કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.
– અઠવાડિયામાં બે દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાયબર પથરીને ઓગાળી નાખે છે. જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના, અસરકારક ઘરગથ્થુ ઉપચારની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment