સફેદ વાળ
વાળની સુંદરતા માટે ફક્ત યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. આ ઉપરાંત વાળને કાળા કરવા માટે અને ખરતા અટકાવવા માટે તેઓ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ આ બધી વસ્તુઓમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જે લાંબા ગાળે વાળને નુકશાન પહોંચાડે છે.
ત્યારે આજે અમે તમને સફેદ વાળ કાળા કરવાના અને ખરતા વાળ અટકાવવા માટેની અલગ અલગ સમસ્યામાંથી મુક્તિ મળે તેવા ઉપાય વિશે જણાવીશું. આ ઉપાય કરવાથી તમને કોઈપણ પ્રકારની આડઅસર પણ થશે નહીં.
આજના સમયમાં ખરતા વાળની સમસ્યા ખૂબ જ મોટી અને વિકટ છે. દરેક વ્યક્તિને આ ફરિયાદ હોય છે. ખાસ કરીને સ્ત્રીઓને ખરતા વાળની સમસ્યા વધારે થતી હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને વાળમાં ખોડો પણ થાય છે.
આજની જીવનશૈલી અને ખાણીપીણીની ના કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. સાથે જ વાળ સંબંધી સમસ્યાઓથી દર 10માંથી 9 લોકો તો પરેશાન છે જ. જેમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતત વધતી જઈ રહી છે. જોકે તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. જેમાં વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનો હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે. આ સમસ્યાથી યુવાનો પણ પરેશાન રહે છે. ત્યારે આ બધી સમસ્યા માંથી છૂટકારો અપાવે એવા તેલ અને ઉપાય વિશે આજે અમે તમને જણાવીશું.
વાળ ની અનેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે, કપૂરના તેલનો ઉપયોગ કરવો જોઈએ. કપૂરના તેલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. કપૂરનું તેલ ખોડા અને અન્ય પ્રકારની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
આયુર્વેદમાં પણ કપૂરને ઔષધિનું સ્થાન આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે. ઉપરાંત વાળની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ પણ વધે છે.
કપૂરનું તેલ
કપૂર તેલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જેથી તેના વડે માથામાં માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થાય છે. તે નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ પણ વધે છે. જો તમે પણ વાળને ઝડપથી વધારવા માંગતા હોવ અને મુલાયમ અને સિલ્કી બનાવવા માંગતા હોય તો, કપૂરના તેલનો અને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે કપૂરનું તેલ અને નારિયેળ તેલ સમાન માત્રામાં લઈને વાળના મૂળમાં મસાજ કરવો.
વાળની સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય તો, હેલ્ધી ખોરાકની સાથે રોજ 10 મિનિટ માટે કપૂરના તેલથી માલિશ કરવી જોઈએ. જો વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો, કપૂરના તેલમાં લીંબુનો રસ મિક્સ કરી શકાય છે. આ મિશ્રણથી વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ અટકે છે.
આ સિવાય વાળ કાળા કરવા માટેના અન્ય ઉપાય આ પ્રમાણે છે.
આમળા અને મેથી
આ ઉપાય સફેદ વાળને કાળા કરી શકે છે.તમારે પેહલા થોડા સૂકા આમળાં લઈ તેનો પાઉડર બનાવી લેવો. બજારમાંથી પણ આમળાં પાવડર સરળતાથી મળી જાય છે. પછી કેટલાક મેથીના દાણા લેવા અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લેવા. પેસ્ટ બનાવવા મેળવવા માટે વધુ બે ચમચી પાણી ઉમેરવું. પછી વાળમાં લગાવો અને તેને આખી રાત એમ જ રહેવા દેવું. બીજા દિવસે સવારે તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.આ આમળા એ વિટામિન સીનો એક ભરપૂર સ્રોત છે, જ્યારે મેથીના દાણા વાળની ગુણવત્તા સુધારવા માટે ઘણા ફાયદાકારક પોષક તત્વો તેમાં ખાસ ભરેલા હોય છે. બંને એક સાથે વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે જે તમારા વાળને અકાળ સફેદ થવાનું અટકાવી શકે છે.
સફેદ વાળ
વાળ કાળા કરવા માટે જરૂર વાપરી જુઓ કાળી ચા નો ઉપયોગ કરી શકાય છે. એક ગ્લાસ પાણી લો અને 2 ચમચી બ્લેક ચા ની પત્તી લેવી. એમાં એક ચમચી મીઠું ઉમેરવું. આ મિશ્રણ જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકાળવું. પછી તેને ઠંડુ થવા દેવું અને પછી તેને તમારા સફેદ વાળ પર લગાવવું. વ્યવસાયિક રૂપે ઉપલબ્ધ હેર કલર અને વાળને હાનિકારક રસાયણો વિના તમારા વાળને રંગવાની આ એક કુદરતી, શ્રેષ્ઠ રીત છે. કાળી ચા વાળને ચમકતા બનાવવામાં પણ મદદ કરે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાચો :-ક્યારેય નહિ થાય ગંભીર રોગો કરો આ ઉપાય
2 thoughts on “સફેદ વાળને ડામર જેવા કાળા કરવા માટે કરો આ ઉપાય”