દાદીમાના નુસખા આજના સમયમાં બીમારીઓ એટલા પ્રમાણમાં વધી ગઈ છે કે નાની અમથી પણ તકલીફ થાય તો આપણને ચિંતા થઈ જાય છે અને આપણે ડોક્ટર પાસે તરત જ પહોંચી જઈએ છીએ. જ્યારે આવા સમયમાં ઘરમાં જ રહેલી નાની મોટી વસ્તુ આપને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.
એક સમય હતો જ્યારે આપણા દાદી-નાની ઘરમાં રહેલી જ નાની-મોટી વસ્તુઓ દ્વારા આવી બિમારીનો ઉપચાર કરતા હતા. એ નાની સમસ્યાઓ જ નહીં પરંતુ મોટી બીમારીઓનું અને સમસ્યાઓનું નિવારણ લાવી શકતી હતી. દુનિયા કેટલી પણ આગળ નીકળી જાય પરંતુ જૂના દાદીમાના નુસખા નો કોઈ જવાબ નથી. એ આજે પણ એટલા જ કારગર અને લાભદાયી નીવડે છે.
આજે અમે આ આર્ટીકલ દ્વારા તમારા માટે એવા જ અમુક દાદીમાના નુસખા લઈને આવ્યા છે જે તમારા માટે આ દાદીમાના નુસખા ખૂબ જ લાભદાયી અને કારગર નિવડશે.
બળી ગયેલા વાસણને સાફ કરવા માટે:
રસોઈ બનાવતી વખતે તમારું વાસણ બળી ગયું હોય તો એમાં પાણી નાંખીને એક બે ચમચી મીઠું નાખીને પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ વાસણને સાફ કરવાથી એ આસાનીથી સાફ થઈ જશે.
સુવા માટે નો યોગ્ય સમય:
તમારા ઘરના વડીલો પાસેથી તમે ઘણીવાર સાંભળ્યું હશે કે રાત્રે વહેલા સુઈ જવું અને સવારે વહેલા ઊઠવું. આવું કરવું તો તમારા મગજ અને સ્વાસ્થ્ય બંને માટે સારું રહેશે. રાત્રે સૂવા માટેનો યોગ્ય સમય દસ વાગ્યાનો છે, અને ઊઠવા માટેની શ્રેષ્ઠ સમય પાંચ વાગ્યાનો છે અને જો શક્ય હોય તો 6 વાગ્યા સુધીમાં ઉઠી જાઓ.
ભોજન નો યોગ્ય સમય:
એક દિવસમાં ત્રણ વાર ભોજન કરવું એ આદર્શ માનવામાં આવે છે. સવારનો સારો નાસ્તો, બપોરનું અદભુત જમવાનું અને રાતનું હળવું ભોજન. એવું કહેવામાં આવે છે કે દિવસ દરમિયાન આપણે વધુ કામ કરવાનું હોવાથી બપોર નું ભોજન ભારે કરવું જોઈએ. જ્યારે રાત્રે આપણે સુઈ જઈએ છીએ આપણું શરીર આરામ પર હોય છે માટે હળવું, ઓછું અને જરૂરિયાત પૂરતું જ ભોજન કરવું જોઇએ.
યોગ્ય સમયે અને પૂરતું પાણી પીવું
જમતા પહેલા અને જમ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં, અને દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીવું જોઈએ, અને વજન ઉતારવા માટે અને સ્વસ્થ અને વધારે સારું રાખવા માટે તમે હુંફાળા ગરમ પાણીનું સેવન કરી શકો છો.
વજન ઘટાડવા માટે વજન ઉતારવા માટે
આયુર્વેદિક ઉપચાર એ કોઈપણ રોગ માટે ફાયદાકારક છે. જે મિત્રો પોતાના વજન ઉતારવા માગે છે એમના માટે આ ખૂબ જ સરળ અને સચોટ ઉપચાર છે. તમે વજન ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરતા આવ્યા હશો અને ઘણી વાર ખાવાનું પણ ટાળ્યું હતું અને ભૂખ્યા રહ્યા હશો. તો આ પ્રયત્નમાં તમારી એવું કંઈ પણ કરવાની જરૂર નથી.
તમે કેટલું વજન ઘટાડવા માંગો છો એ પ્રથમ તો વિચારી લો. અમે આયુર્વેદના સિદ્ધાંત માં દર્શાવેલ વજન ઘટાડવાના ઉપાય તમને બતાવીશું.
એકદમ સરળ અને સચોટ છે અને એના દ્વારા તમને ચોક્કસ ફાયદો મળશે. એના દ્વારા તમારામાં એક સારી ઊર્જા સંચિત થતી અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થતી જોવા મળશે.
વજન ઘટાડવા માટેના આયુર્વેદિક ઉપચાર :
ઘણા વર્ષોથી આયુર્વેદના ડોક્ટરો દર્દીઓને વજન ઉતારવા અનેક ઉપચાર આપતા આવ્યા છે. આપણા દેશમાં પ્રાચીન કાળથી અલગ-અલગ પ્રકારના આયુર્વેદિક ઉપચારો દ્વારા અનેક રોગો મટાડવા માં આવ્યા છે. આયુર્વેદિક ઉપચાર એ આપણા શરીર માટે સરળ અને સચોટ સાબિત થયા છે.
1) લીંબુ અને મધ: સવારે ઉઠીને તરત, નરણાં કોઠે હૂંફાળા પાણીમાં લીંબુ અને મધનું મિશ્રણ કરીને પીવાથી વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે અને એ સ્વાસ્થ્યને કોઇ રીતે નુકસાનકારક નથી.
2) કાળા મરી: જ્યારે તમારે તમે મહત્વ અને પાણીનું મિશ્રણ લો છો જો એની સાથે કાળા મરીનો પાવડર મિક્સ કરી લેવાથી વજન ઉતારવા માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.
3) ઉપવાસ: આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં એકવાર તો ચોક્કસથી ઉપવાસ કરવો જ જોઈએ. એ આપણી પાચનક્રિયાને શક્તિશાળી બનાવે છે.
મીઠા દ્વારા ડાઘ હટાવા માટે :
જો તમારા કપડાં પર ચીકાશ કાળા ડાઘ પડી ગયા હોય તો એના પર મીઠું નાખીને એને થોડી વાર સુધી રહેવા દો ત્યાર બાદ એને વશ કરી લો તરત જ કપડાં પરથી ડાઘ નીકળી જશે.
જીન્સ માંથી દુર્ગંધ મિટાવા માટે :
ઘણાં લાંબા સમય સુધી એક જ જીન્સ પહેરવાની આદત હોય છે તો આ નુસખો એમના માટે જ છે. એક જ નહીં તેને લાંબા સમય સુધી પહેરી રાખવાથી એમાંથી દુર્ગંધ આવવા લાગે છે તો એ દુર્ગંધને દૂર કરવા માટે પોલીથીનમાં કરીને એક દિવસ માટે ફ્રીઝમાં મૂકી દો. દુર્ગંધ દૂર થઈ જશે.
શર્ટના તૂટતા બટનને બચાવો :
જો તમે પણ શર્ટના વારંવાર તૂટતા બટનથી પરેશાન છો તો એની પાછળ ની સાઈડ પર ટાંકેલા દોરાની ઉપર હલ્કા રંગની નેલ પોલીસ લગાવી દો. એનાથી બટન મજબૂત બની જશે અને તૂટશે પણ નહીં.
ગુલાબના ફૂલ નું આયુષ્ય વધારો :
છોડી તૂટેલા ગુલાબના ફૂલ નું આયુષ્ય વધારવા માંગતા હોવ તો એના પાણી માં Aspirin ભેળવી આપો. લાંબા સમય સુધી ખીલેલું અને તાજુ રહેશે.
એગ્સને પરફેક્ટ બોઈલ કરવા માટે :
ઈંડા ને સારી રીતે બાફવા માટે એમાં બાફતા સમયે પાણીમાં મીઠું મેળવી દો.
સુકાઈ ગયેલી નેઇલ પોલીસ ને તાજી બનાવવા માટે :
જો તમારી નેઇલ પોલીસ સુકાઈ ગઈ છે તો એમાં થોડું નઇલે રિમૂવર એડ કરી દો. એ પહેલાં જેવી જ થઈ જશે.
જુતાંને બહેતરીન બનાવવા માટે :
જો તમારા લેધરના જુતાં જુના જેવા દેખાવા લાગ્યા છે તો એના પર વિનેગર અને પાણીનો લેપ લગાવીને સાફ કરવાથી એના પરબા ડાઘ ધબ્બા દૂર થઈ જશે અને પહેલાની જેમ ચમકવા લાગશે.
સાચી રીતે પેન પકડતા શીખવા માટે :
જો તમે નાના બાળકને સાચી રીતે પેન પકડવાનું શીખવવા માંગતા હોવ તો તેના હાથમાં રબરબેન્ડ ની મદદથી પહેલા પકડાવો તો પેન સાચી પોઝિશન પર ટકેલી રહેશે.
કીડા ના ડંખ નો ઈલાજ :
જો તમને કોઈ ડંખ માર્યો છે તો એના પર બટેટાને કાપીને તેને ટેપની મદદથી ચીપકાવી દો. એમાં થતી ખંજવાળને અને બળતરાને બટેટા ઓછી કરી દેશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજનો અમારા આર્ટીકલમાં જણાવેલા ઉપચારો તમને ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક નીવડશે.