જમવામાં લીલી ચટણી મળે તો ભોજનનો સ્વાદ વધી જાય છે. ભારતીય ભોજનમાં વિવિધ ચટણીઓ પીરસાતી હોય છે. લગભગ ભોજનનો સ્વાદ ચટણી વગર અધૂરો રહે છે. ચૂંટણીનું એક આગવું સ્થાન છે. તે અલગ-અલગ મસાલા થી બને છે. ચટણી એ ઘણી બધી વાનગીઓ અને ફરસાણ સાથે ચોક્કસ ખાવામાં આવે છે.
લીલી ચટણી ને લોકો વિવિધ રીતે અલગ અલગ વાનગી સાથે ખાતા હોય છે. લીલી ચટણી, અણુ ટીક્કી, ચાટ, ભજીયા, ગોટા, દાબેલી, વડાપાઉં, સમોસા જેવી વાનગીની મજા અને સ્વાદને ડબલ કરી દે છે. લીલી ચટણી એ ભોજન અને દરેક વાનગીનો સ્વાદ વધારી દે છે, પરંતુ જો તે ફ્રેશ ન હોય તો સ્વાદ બગાડે છે. જો તેને સરખી રીતે સ્ટોર કરવામાં ન આવી હોય તો લીલી ચટણી નો સ્વાદ બગડી જાય છે અને તે ફ્રેશ રહેતી નથી. જો લીલી ચટણીને દિવસ થયો હોય તો પણ એમાં કડવાશ આવી જતી હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ લીલી ચટણી લાંબા સમય સુધી તાજી રાખવાની માટેની સરળ ટિપ્સ.
લીલી ચટણીએ લાંબા સમય સુધી સ્વાદિષ્ટ અને ફ્રેશ રહે એ રીતે સ્ટોર કરવી એ સહેલું કામ નથી. સાથે દરરોજ તાજી ચટણી બનાવવી એ પણ શક્ય નથી. આવામાં જો તમે ચટણીને વ્યવસ્થિત રીતે સ્ટોર કરશો તો લાંબા સમય સુધી તાજી અને ફ્રેશ રહેશે અને તમે એનો રોજ સ્વાદ માણી શકશો.
જો તમે પણ લીલી ચટણી અને લાંબા સમય સુધી તાજી અને ફ્રેશ રાખવા માટેની ટીપ્સ શોધી રહ્યા હોય તો આજે અમે તમને એવી 2 સરળ ટિપ્સ જણાવીશું.
આઇસ ક્યુબ બનાવી લેવા :
લીલી ચટણી ને સ્ટોર કરવા માટે સૌથી સરળ રીત છે. એના માટે ચટણી ને ફ્રીઝ કરી લેવી. એના માટે બનાવેલી ચટણી ને બરફની ટ્રે માં નાખીને એના ક્યુબ બનાવી લો. જોકે ધ્યાન રાખવું કે આવું કરતી વખતે એમાં પાણી ઉમેરવું જોઇએ નહીં.
જ્યારે બરફ વાળી ટ્રેમાં ચટણી જામી જાય ત્યારે એનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમે ચટણી ને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આ રીતે સ્ટોર કરવાથી ચટણી નો કલર ચેન્જ થાય છે પરંતુ તેનો સ્વાદ એવો જ રહે છે.
ચટણીમાં તેલ ઉમેરવું :
લીલી ચટણી અને સ્ટોર કરતા સમયે તેમાં વેજીટેબલ ઓઈલ મિક્સ કરવું. એના માટે તમે એક વાટકો ચટણીમાં 1 નાની ચમચી તેલ મિક્સ કરી શકો છો. તેલ મિક્સ કરવાથી ચટણી નો સ્વાદ વધે છે. એ ઉપરાંત ચટણીને સ્ટોર કરો તો એનો કલર પણ બદલાશે નહીં. જો તમે ચટણીના ice cube બનાવવા માંગતા નથી તો એને કાચની બોટલમાં પણ સ્ટોર કરી શકો છો. એના માટે ચટણી અને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવી.
એક બીજી ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ચટણી ને ફ્રિજમાં એવી જગ્યા પર રાખવી જ્યાં એને ઠંડક વધુ મળે. એના માટે ચટણી ને ફ્રિજમાં ઉપરના ડોર માં છેલ્લી તરફ રાખવી. આનાથી ચટણીને ઠંડક વધુ મળે છે અને ખરાબ થતી નથી. અને લાંબા સમય સુધી એટલે કે 15 થી 20 દિવસ સુધી તમે એને સ્વાદિષ્ટ અને તાજી રાખી શકો છો.
લીલી ચટણી નો સ્વાદ વધારવા માટે વનસ્પતિ તેલ પણ ઉમેરી શકાય છે. અને એ સિવાય તમે ચટણીમાં એક ચમચી ઓલિવ ઓઇલ પણ મિક્સ કરી શકો છો.
ધ્યાનમાં રાખવાની બાબત :
જો તમારી ચટણીને આઇસ ક્યુબ બનાવીને સ્ટોર ન કરવી હોય અને એની જગ્યાએ કાચની બોટલમાં સ્ટોર કરવી હોય તો ચટણી બનાવતી વખતે એમાં આદુ અને લસણનો કરવો જોઈએ નહિ. કારણ કે આદુ અને લસણ નો ઉપયોગ કરવાથી ચટણી માં કડવાશ આવી જાય છે.
આ ઉપરાંત જો તમે લીલી ચટણી ના આઈસ ક્યૂબ બનાવવા નથી માંગતા તો એની જગ્યાએ નાની નાની પ્લાસ્ટિક ની ડબ્બીઓ કે બોટલમાં પણ ભરીને એને સ્ટોર કરી શકો છો. ચટણી ભર્યા પછી આ નાની બોટલ કે ડબ્બીઓને ફ્રીજરમાં રાખી દેવી. અને જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે એક કલાક પહેલા એક બોટલને બહાર કાઢી લેવી.
આ ટિપ્સ અપનાવીને તમે ચટણી અને લાંબા સમય સુધી સ્વાદિષ્ટ અને તાજી રાખી શકશો. અમને આશા છે કે આજની માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.