બદામ દૂધના ફાયદા આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હેલ્થ એક્સ્પર્ટ મુજબ બદામનું દૂધ પીવાથી શરીરમાં ઇમ્યુનિટી ઝડપથી વધે છે.
વ્યક્તિનું શરીર એટલું નાજુક હોય છે કે, જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ગંભીગ બીમારીની ઝપેટમાં આવી જાય છે. તેના પાછળ કેટલાક કારણો હોય છે. શરીરમાં પ્રોટીનની કમી, વિટામિનની કમી કેલ્શ્યિમની કમી અને જાણો બીજું શું-શું થાય છે.
બદામથી બનેલ દૂધ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સ્પર્ટ મુજબ બદામનું દુધ પીવાથી ઇમ્યુનિટી વધે છે. બદામમાં મોજૂ કેલ્શિયમ, મેગ્નિશિયમ, વિટામીન કે, વિટામિન ઇ, ભરપૂર માત્રામાં હોય છે. આ બધા જ પોષકતત્વ શરીરને હેલ્થી રાખે છે. સ્કિન અને હેર માટે પણ ફાયદાકારક છે.
આપણે બધા જ બદામનો ઉપયોગ કરતા હોઈએ છે. તે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી ખાદ્ય પદાર્થ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો આજે બધા મારા દૂધ ના ફાયદા વિશેષ વાત કરીશું અને સાથે એ દૂધ કેવી રીતે બનાવવું, એ રીત વિશે પણ જણાવીશું.
સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક
બદામ વાળું દૂધ એક આરોગ્યપ્રદ પીણું માનવામાં આવે છે. બદામના દૂધમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો શરીરને ઘણા બધા રોગ સામે રક્ષણ આપે છે. એનાથી શરીરમાં લોહીની ગાંઠ જામતી નથી. ઉપરાંત પાચન તંત્રમાં પણ મદદરૂપ બને છે.
બદામ દૂધના ફાયદા
હાડકા માટે
બદામ દૂધના ફાયદા બદામ દૂધ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓ ને કેલ્શિયમની ખૂબ જ જરૂર હોય છે. એના માટે બદામનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. બદામ વાળું દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને બાળકોનો વિકાસ પણ સારો થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
બદામ વાળું દૂધ પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેમાં વિટામિન ડી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલાં છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે. જ્યારે વિટામીન ઇ એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે. જે રોગ સામે લડવામાં મદદ કરે છે. બધા મારું દૂધ પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
હૃદય માટે ગુણકારી
બદામ દૂધ હૃદય માટે પણ ખૂબ જ લાભકારી છે. એ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, સારા કોલેસ્ટ્રોલ અને જાળવી રાખે છે. માટે આ દૂધ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.
સ્નાયુઓ માટે ફાયદાકારક
બદામ વાળા દૂધમાં દૂધ માં કેલ્શિયમ અને મેગ્નેશિયમ રહેલું છે. જે સ્નાયુઓને આરામ આપે છે. જે સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેગ્નેશિયમ અને સ્નાયુઓમાં સુધારો કરે છે. લાંબા સમય સુધી કામ કરવાની શક્તિ આપે છે.
આંખો માટે ફાયદાકારક
આંખો માટે આ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. એમાં રીબોફ્લેવિન રહેલું છે. જે આંખોની અનેક સમસ્યાને પણ દૂર કરે છે.
કેન્સર સામે રક્ષણ આપે છે
બધા માટે દૂધ પીવાથી કેન્સરની બિમારી સામે રક્ષણ મળે છે. એમાં ઘણા પોષક તત્વો રહેલા છે. જેમાં એક વિટામિન ઇ છે. જેની માત્રા સારા પ્રમાણમાં રહેલી હોય છે. જે કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. આ વિટામિનને સારુ એંટીઓક્સીડેંટ માનવામાં આવે છે. Tocotrienols નામ નું ghatak કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. ઉપરાંત કેન્સરની ગાંઠ નો વિકાસ થતાં રોકે છે.
બ્લડ શુગરને કંટ્રોલ કરે છે
બદામવાળું દૂધનું સેવન કરવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. દૂધમાં ખાંડ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછી માત્રામાં રહેલું હોય છે. તેમાં ફાઇબર રહેલું હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે.
પાચન ક્રિયા માટે મદદરૂપ
બદામ અને દૂધમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં રહેલી હોય છે. જે પાચન ક્રિયાને મજબૂત કરે છે. સાથી કબજિયાત અને અપચાની સમસ્યા માં છુટકારો અપાવે છે. પાચન ક્રિયાને સરળ બનાવે છે. ઉપરાંત બદામ વાળું દૂધ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
ત્વચા માટે ગુણકારી
બદામ વાળું દૂધ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એમાં રહેલાં પોષક તત્વો ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.
બદામનું દૂધ બનાવવા માટેની સામગ્રી-
1 કપ કાચી બદામ, 2 કપ પાણી, જરૂર મુજબ ખાંડ.
- બદામનું દૂધ બનાવવા માટેની રીત –
બદામને રાત્રે પલાળી દેવી. - – બીજે દિવસે સવારે એ બદામની છાલ કાઢી નાખવી.
- – બદામને એક કપ પાણી નાખીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરવી.
- – ત્યાર પછી એને ગાળી લેવું.
- – ત્યારબાદ બીજા વાસણમાં દૂધ કાઢી ને મધ અથવા ખાંડ મિકસ કરવી.
- – હવે બદામનું દૂધ તૈયાર છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
તો, આજે અમે તમને બદામ દૂધના ફાયદા અને એને બનાવવાની રીત વિશેની જાણકારી આપી. તો અમને આશા છે કે, આજની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.