સાંધાના દુખાવા હાલના સમયમાં લગભગ ઘણા બધા લોકોને કમર અને હાથ પગ તથા સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. મોટાભાગે ઠંડી ઋતુમાં એ વધુ થતી સમસ્યા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તાપમાન ઓછું હોવાને કારણે રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે અને સ્નાયુઓમાં અકડન ની સમસ્યા થવા લાગે છે. ત્યારે આમાં થોડી પણ સાવધાની રાખવામાં આવે તો સ્નાયુઓમાં થતી આ સમસ્યા અને દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં સ્નાયુના દુખાવા ને આપણે નજરઅંદાજ કરવા જોઇએ નહીં. કારણ કે થોડી પણ જો લાપરવાહી કરવામાં આવે તો મોટી તકલીફ ઉભી થઇ શકે છે.
દરેક દુખાવા ની એક દવા મેથીના લાડુ
જો તમે મેથીના લાડુ નું સેવન કરો તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ગરમ ગરમ દૂધની સાથે મેથીના લાડુ ખાવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કમર અને સાંધાના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. બાળક નો જન્મ થયા બાદ મહિલાઓ મેથીના લાડુ નું સેવન કરે છે. તેની સાથે જ ઘરના લોકોની કમજોર થતાં હાડકા મજબૂત બનાવવા માટે શરીરમાં ગરમી, તાકાત અને બીમારીને દૂર ભગાડવા માટે પણ મેથીના લાડુ ફાયદારૂપ છે.
મેથીના લાડુમાં નાખવામાં આવતો આદુ પાવડર તમારા શરીરને ગરમ રાખે છે. સાથે તમારી પાચનમાં પણ સુધારો કરે છે. આ સિવાય તે પેટમાં સંબંધિત અનેક સમસ્યાઓ જેવી કે એસિડિટી અને કબજિયાતથી પણ રાહત આપે છે. ડાયાબિટીઝના દર્દીઓ ખાંડ ફ્રી ઉમેરીને બનાવેલી મેથી અને સુકુ આદુ પણ ખાઈ શકે છે. કારણ કે કેટલાક નિષ્ણાતો એમ પણ સૂચવે છે કે આદુનો પાવડર બ્લડ સુગરને નિયંત્રણ માં રાખવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
સુકા આદુનો પાવડર, એટલે કે સુકા આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આદુ અને મેથીનું મિશ્રણ શિયાળામાં શરીરને ગરમ રાખે છે અને શરદી, કફ જેવી સમસ્યાઓથી બચાવે છે.
મોટાભાગે દરેક વ્યક્તિમાં આ સમસ્યા હોય છે
બાળકો સિવાય મોટાભાગના લોકોમાં આ દુખાવો હોય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે, બાળકો સિવાય દરેક વ્યક્તિ મોટાભાગે આ સમસ્યા જોવા મળતી હોય છે. ઘણી વખત દુખાવો એટલો બધો વધી જાય છે કે, એનાથી છૂટકારો મેળવવા માટે ઘણો બધો સમય પણ લાગી શકે છે. અને તે જીવનની ગુણવત્તા ને પણ પ્રભાવિત કરે છે.
શિયાળામાં થતો સ્નાયુ નો દુખાવો
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ગરમીની તુલનામાં શિયાળામાં આ સમસ્યા વધુ પ્રમાણમાં થતી હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ત્યાં તાપમાન ઓછું હોય છે.જેના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે. એના કારણે લોહીનો પ્રવાહ ધીમો થાય છે. ત્યારે સાંધા ની ગતિ સંકોચાય છે માટે આ ઋતુમાં સાંધાના દુખાવા વધે છે. તાપમાન વધવાની સાથે જ સમસ્યા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે.
કોરોના ની સાઇડ ઇફેક્ટ અને વેકસીનના કારણે થતો દુખાવો
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી ના વિપરીત રૂપને કારણે પણ મોટાભાગની સંખ્યામાં સાંધાનો દુખાવો શરીરનો દુખાવો, હથેળી અને પગની આંગળીઓ માં દુખાવા જેવા લક્ષણો સામે આવે છે. તો તે ત્રણ ચાર મહિના સુધી રહે છે. માટે રસી લેવી જરૂરી છે.અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી નથી દરેક વ્યક્તિ માટે તેના અન્ય શારીરિક કારણો પણ હોઈ શકે છે.
દુખાવો દૂર કરવા માટેના ઉપાય
માંસપેશીઓના દુઃખાવા માટે છુટકારો મેળવવા માટે ઠંડીની ઋતુમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી કસરત જરૂરથી કરવી જોઈએ. લગભગ લોકોમાં કમરનો દુખાવો સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. માટે કમરનો દુખાવો દૂર કરવા માટે યોગાસન કરી શકાય છે. શારીરિક રૂપે એનાથી સક્રિય રહેવાથી સ્નાયુઓમાં જકડન ઓછી થવા લાગે છે, અને દુખાવામાં રાહત મળે છે.
ખાણી – પાણી ઉપર ધ્યાન આપો
માંસપેશીઓનો દુઃખાવો થાય ત્યારે ઠંડીમાં ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઠંડીમાં વધુ ચરબી યુક્ત ભોજનનું સેવન કરવું જોઇએ નહીં. શિયાળામાં દુખાવા થી બચવા માટે ગરમ ખાદ્ય પદાર્થો વધુ ખાવા જોઈએ નહીં. મેથીના લાડુ સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે. ઠંડી માં રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે માટે રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ખોરાકનું સેવન વધુ કરવું જોઈએ.
અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.