સાંધાના દુખાવા :- મોટાભાગે તમે સાંભળ્યું હશે કે, કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે, દિવસ દરમિયાન કામ કર્યા બાદ થાકનો અનુભવ થાય છે. તો પણ સારી ઊંઘ આવતી નથી અને બીજા દિવસે પોતાને ફ્રેશ પણ અનુભવતા નથી અને પોતાની ઊંઘની સમસ્યાને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાય અજમાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, થાક, ઊંઘ, સ્ફૂર્તિ વગેરે માટે રાત્રે સુતા પહેલા પગ ધોવા એક સારો વિકલ્પ સાબિત થાય છે.જો વ્યક્તિ રાત્રે સુતા પહેલા પગને સારી રીતે ધુવે તો તેનાથી અનેક ફાયદા થાય છે. માટે આજે અમે આ લેખ દ્વારા તમને જણાવીશું કે, રાત્રે સુતા પહેલા પગ ધોવા કેમ જરૂરી છે અને તેના દ્વારા સ્વસ્થ અને કયા કયા ફાયદા થાય છે.
પગની માંસપેશીઓને આરામ મળે છે
આપણા શરીરનો સંપૂર્ણ ભાર પણ ઉઠાવે છે. એવામાં જો તમને સાંધા જકડાવવા કે કળતર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે જો રાત્રે સુતા પહેલા પગ જોવામાં આવે તો, માંસપેશીઓને રાહત મળે છે અને સાંધાના દુખાવામાં પણ ઘણો આરામ મળે છે.
બીજા દિવસે શરીરની ઊર્જાને પુનર્સ્થાપિત કરવા માટે, આપણે શરીરના ભાગોને આરામ આપવાની જરૂર છે. રાત્રે પૂરતી ઊંઘ અને સારા આહાર આપણને ઘણી શક્તિ આપે છે. પરંતુ આની સાથે રાત્રે સૂતા પહેલા પગને સારી રીતે ધોવાથી પણ ઘણા ફાયદા થાય છે.
શરીરનું તાપમાન યોગ્ય રહે છે
રાત્રે સુતા પહેલા પગ હોવાથી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખી શકાય છે. જ્યારે વ્યક્તિ પગ ધોવે છે ત્યારે એનાથી પગને ઠંડક મળે છે. જેના કારણે વ્યક્તિના શરીરનું તાપમાન પણ સામાન્ય રહે છે. આયુર્વેદમાં પણ રાત્રે સુતા પહેલા પગ ધોવા માટે જણાવેલું છે. તેનાથી ઊંઘ સારી આવે છે, ઉપરાંત વ્યક્તિ પોતાને ફ્રેશ મહેસૂસ કરે છે.
શરીરનું તાપમાન જાળવવા આયુર્વેદમાં પગની સ્વચ્છતા પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. પગ અગ્નિ તત્વો સાથે જોડાયેલા છે. ફૂટવેર પહેરવાથી આખો દિવસ બંધ વિસ્તારમાં ગરમી ઉત્પન્ન થાય છે. પરંતુ પગરખાં ઉતારવાથી પગમાં આરામ મળે છે અને તરત જ ગરમી છૂટી જાય છે. આમ સૂતા પહેલા પગ ધોવાથી રાહત મળે છે અને સારી નિંદ્રા આવે છે.
ઉર્જા મળે છે
કોઈ વ્યક્તિ રાત્રે સુતા પહેલા પગ ધુવે તો તેનાથી મગજને શાંતિ મળે છે, અને વ્યક્તિ હળવાપણું અનુભવે છે. સંપૂર્ણ દિવસ દરમિયાન આપણા પગ પૃથ્વીની સપાટીના સંપર્કમાં રહે છે. તેનાથી તેને ગરમીનો અનુભવ થાય છે. એવામાં રાત્રે સુતા પહેલા પગ ધોવા જરૂરી છે. રાત્રે સુતા પહેલા પગ ધોવાથી જ્યારે વ્યક્તિ બીજા દિવસે ઊઠે છે, ત્યારે તેને પોતાની અંદર એક ઉર્જાનો અનુભવ થાય છે.
પગની ત્વચા કોમળ બને છે
દિવસભર ચાલવાના કારણે પગ પર તણાવ રહે છે. એવા આ કારણોને કારણે વ્યક્તિ મૂંઝવણ અનુભવતા હોય છે. તમને જણાવીએ કે સુતા પહેલા પગ ધોવાની આદત થી પગમાં રહેલા તણાવ દૂર થાય છે, અને પગની ત્વચા પણ કોમળ અને મુલાયમ બની રહે છે. જ્યારે વ્યક્તિ આખા દિવસની ધૂળ, માટી અને ગંદકી પગ દ્વારા પથારીમાં લઈને આવે છે, અને તેની સાથે સુવે છે તો, તેનાથી ત્વચા નકારાત્મક રૂપે પ્રભાવિત થઈ શકે છે.
પગની દુર્ગંધથી છુટકારો મળે છે
જ્યારે દિવસ ભરતી મોજા પહેરી રાખે છે, ત્યારે પગ માંથી દુર્ગંધ આવવા લાગે છે. તેનાથી અલગ ચપ્પલ કે ટાઈટ સ્લીપર પર ના કારણે પગમાં પરસેવો આવવાનું શરૂ થાય છે. જેના કારણે દુર્ગંધ આવતી હોય છે. એવામાં રાત્રે સુતા પહેલા જો પગ ધોવા માં આવે તો તેનાથી દુર્ગંધથી છૂટકારો મળે છે, અને ફ્રેશ અનુભવાય છે.
રાત્રે સુતા પહેલા પગ ધોવાની રીત
જો તમે ઈચ્છો તો સામાન્ય પાણીથી પગ ધોઈ શકો છો. અને પગની ધોવા માટે નવશેકા ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી ડોલ નવશેકું ગરમ પાણી લેવું અને પગને થોડીવાર સુધી તેમને ડુબાડી રાખવા. ત્યારબાદ પાણીમાંથી કાઢીને તેને સરસ રીતે લૂછીને કોરા કરવા. ત્યારબાદ પગમાં નમી બનાવી રાખવા માટે કોઈપણ તેલ નો ઉપયોગ કરવો. જો તમે ઈચ્છો તો તેલના નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજના લેખ ની માહિતી તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.